નશો આપો નોકરી નહીં

અમદાવાદ, 30 નવેમ્બર 2024
‘નોકરી આપો, નશો નહીં…’, અદાણી બંદર સામે મુંદ્રામાં દેખાવો થયા હતા. પણ ગુજરાતમાં હવે યુવાનો નશાના માર્ગે હોવાથી એવું કહેવાય છે કે, નશો આપો નોકરી નહીં. ડબલ એન્જીનની સરકારમાં પણ આવું જ વલણ જોવા મળે છે. તેથી નશાનું મોટું દ્વાર છે એ ગૌતમ અદાણીના મુંદરા બંદર સામે યુવાનોએ દેખાવો કરીને રૂ. 21 હજાર કરોડના ડ્રગ્સમાં સાચા ગુનેગારોને પકડવાની માંગણી કરી હતી.

કચ્છના અદાણી પોર્ટ પરથી 50,000 કરોડથી વધુની કિંમતનો ડ્રગ્સ મળી આવ્યું છે. તેની સાથે જ કચ્છની અંદર 2022માં નોંધાયેલા બેરોજગારોની સંખ્યા 95000થી વધારે બતાવે છે, પણ ખરેખર 2 લાખથી પણ વધારે કચ્છમાં બેકાર છે. સરકારે કચ્છની અંદર અનેક કંપનીઓને જમીન આપી છે. જેથી સ્થાનિક યુવાનોને તેમાં રોજગારી પણ અપાવી જોઈએ.

વડાપ્રધાન મનમોહન સિંગના સમયમાં 2006-13માં માત્ર રૂ.768 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, તે 2014-22માં લગભગ 30 ગણું વધીને રૂ.22,000 કરોડ થયું હતું, જે અગાઉની સરખામણીએ ડ્રગ પેડલર્સ સામે 181% વધુ કેસ નોંધાયા હતા. દાણચોરીમાંથી કમાતા પૈસા દેશની સુરક્ષા સામે વાપરવામાં આવે છે.

2500 ટકા વધારો
2006થી 2013 દરમિયાન 1.52 લાખ કિલો ડ્રગ્સનો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2014થી 2022ની 200 ટકા વધીને 3.30 લાખ કિલો જથ્થો પકડાયો હતો. હવે તે અમિત શાહે 26 જુન 2023માં એકાએક 22 હજાર કરોડનું જાહેર કર્યું છે. જેમાં અદાણીના મુંદરા બંદર પર પકડાયેલું રૂ.21 હજાર કરોડનું ડ્રગ્સ કેમ બતાવવામાં આવતું નથી. તે મોટો સવાલ છે.

અદાણી અને સરકાર વચ્ચે સાંઠગાંઠ છે અને તેને કારણે અત્યાર સુધી અદાણી સામે પગલાં નથી લેવાયા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ હતો. સરકાર અદાણીનો બચાવ કરવાને બદલે યુવાઓને નોકરી આપે તેવી કોંગ્રેસની માંગ છે. પોર્ટ પરથી ઝડપાયેલ ડ્રગ્સ ક્યાંથી આવ્યું હતું, કોણે મંગાવ્યું હતું, જ્યાં જવાનું હતું તે દિશામાં કોઈ તપાસ થતી નથી.

મુન્દ્રા અદાણી પોર્ટ પર અનેક વખત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. તેમ છતાં સરકાર દ્વારા બંદરના માલિક કે અધિકારીઓના વિરુદ્ધ કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. તેથી ‘નોકરી આપો, નશો નહીં…’, કેમ્પેઈન લોન્ચ કરવામાં આવ્યું હતું. અદાણી મુંદરા બંદર બહાર વિરોધ પ્રદર્શન કરાયા હતા. 30ની અટકાયત કરાઈ હતી. પોલીસ અને આગેવાનો વચ્ચે ઝપાઝપી થઈ હતી. 30 જેટલા કોંગ્રેસના કોર્યકરોને અટકાયત બાદ મુક્ત કરાયા હતા.

બે વર્ષ પહેલાં મુન્દ્રાના અદાણી પોર્ટ પર ડ્રગ્સ પકડાવા મુદ્દે યુથ કોંગ્રેસનું અમદાવાદના મીઠાખળી ખાતે અદાણી કચેરી બહાર સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરાયો હતો.

ગુજરાતમાં 50 લાખ લોકો નશો કરે છે
તમામ પ્રકારની ડ્રગ્સનો નશો ગણવામાં આવે તો ભારતમાં 9થી 10 કરોડ લોકો નશો કરતા હોવાના અનુમાન છે. નશાને ગ્લેમરાઇઝ અને ધનવાનો માટે પ્રિય બની ગયો હોવાથી ગુજરાતમાં દેશના 5 ટકા લેખે 50 લાખ અને દેશના 10 ટકા લેખે ગણવામાં આવે તો 1 કરોડ લોકો નશો કરતા હોવાનું અનુમાન મૂકી શકાય છે. કોઈના સમર્થન વગર આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ભારતમાં આવે તે શક્ય નથી. જે ગુજરાત માટે ખતરો છે.

તાજેતરમાં ઓલ ઇન્ડિયા યૂથ કોંગ્રેસના પ્રમુખ તરીકે ઉદયભાનુ ચિંબની પસંદગી કર્યા બાદ ગુજરાત રાજ્યના 3 દિવસના પ્રવાસે આવ્યા હતા.

ગુજરાત રાજ્યમાં યુવાનોની અનેક સમસ્યા છે. નોકરી નથી અને સરકાર ઉલટાનું નશાના રવાડે ચડાવીને યુવાનોને બરબાદ કરવાનું ષડયંત્ર રચી રહી છે. 29 નવેમ્બરના અમદાવાદ ખાતે ઠાકોરભાઈ દેસાઇ હોલ, લો ગાર્ડન ખાતે ‘નોકરી દો નશા નહીં’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

મુંદરા બંદર પરથી કરોડોનું ડ્રગ્સ મળી આવ્યું. અનેક કુટુંબો બરબાદ થઈ રહ્યા છે, ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર છે. પરંતુ બેફામ રીતે ડ્રગ્સનું મોટા પ્રમાણમાં ગુજરાત રાજ્યમાં ઘૂસાડવામાં આવી રહ્યું છે. સરકારના ઇશારે કામ થઈ રહ્યું છે.

છબી પણ ખરાબ થઈ
ઓલ ઇન્ડિયા યુથ કોંગ્રેસના પ્રમુખ ઉદયભાનુ ચિબએ જણાવ્યું હતું કે, મુન્દ્રા પોર્ટથી ભાજપ સરકાર અને અદાણીની જુગલબંધીના લીધે 50,000 કરોડથી પણ વધુ કિંમતનું ડ્રગ્સ મળી આવ્યું છે. આ ડ્રગ્સ કોના ઈશારે આવી રહ્યું છે તે દેશ વાસીઓને ખબર છે. સરકારને તમામ માહિતી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી. આજના યુવાનોને નશાની જરૂર નથી, પણ નોકરીની જરૂર છે. અદાણીના લીધે ભારત દેશની છબી પણ ખરાબ થઈ રહી છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, બાંગ્લાદેશ, કેન્યા અદાણી કંપની બ્લેક લિસ્ટ કરવામાં આવી છે અને તેની સામે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તેના લીધા વિશ્વમાં ભારતની છબી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે.

એક મહિના પહેલાં ભુજમાં સર્કીટ હાઉસ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા યુવક કોંગ્રેસની કારોબારીએ ‘નોકરી દો નશા નહિ’ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

2024 સુધીના બે વર્ષમાં 21 જિલ્લાઓમાંથી 3955 કરોડ 51 લાખ 70 હજાર 262ની કિંમતનું હેરોઈન, કોકેઈન, ગાંજો, અફીણ, પોષડોડા, મેફેડ્રોન વગેરે પ્રકારનું ડ્રગ્સ પકડાયું હતું. ગુનાઓમાં સંડોવાયેલા 3400 આરોપીઓની ધરપકડ પણ કરવાની બાકી હતી.

દેશનું મોટું બંદર
17 જુન 2024માં ગૌતમ અદાણી ગ્રુપની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન કંપનીને રૂપિયા 45,000 કરોડના ખર્ચે મુન્દ્રા બંદરની ક્ષમતા 225થી વધારીને 514 મિલિયન ટનની બમણી કરવા માટે કેન્દ્ર સરકાર પાસેથી પર્યાવરણ અને કોસ્ટલ રેગ્યુલેશન સેક્ટરની મંજૂરી મળી હતી.

તેથી મુંદરા ભારતમાં સૌથી વધું ચોથા નંબરનું પ્રદુષિત ઔદ્યોગિક સ્થળ જાહેર થયું છે.

મુંદરાના વવાર ગામમાં 12 વર્ષથી કાર્બન એડઝ કંપની કોલસાની ડસ્ટ નુકશાની, તળાવોમાં ડસ્ટીંગ સહિતની ફરિયાદો પાછલા ત્રણ વર્ષથી છે. કોલ હેન્ડલીંગ ગાઈડલાઈનનો ભંગ. કોલસાની ડસ્ટ-ભુકીથી આસપાસના ખેતરોની જમીન બંજર બની છે. ઊભા પાક સૂકાઈ જાય છે.  કોલસાનું કેમીકલયુકત પાણી તળવામાં છોડાય છે. છસરા ખાતે આવેલી આ કંપની લો એશ મેટાલર્જીકલ કોકનું કંપની ઉત્પાદન કરે છે. પ્રદૂષણ માટે ફેકેટરી બંધ કરી દેવાઈ હતી.

અવાજ અને જંગલ કાપવાનું પ્રદૂષણ
ઇન્ટરનેશનલ એરપોર્ટ, એરકારગો  સ્ટેશન, એરોસ્પેસ ઓપરેશન સ્થાપવાના મુદ્દે અદાણીની સાથે પર્યાવરણ વિભાગ દ્વારા યોજાયેલી લોકસુનાવણી  દરમ્યાન કુંદરોડી, લુણી, ગોએરસમા, શેખડીયા, સાડાઉ, બારોઇ, મુંદરા સહિત ના જે ૨૪ ગામોના વિસ્તારોને આ પ્રોજેકટ અસર કરે છે. અત્યાર સુધી ડોમેસ્ટિક એરપોર્ટના લીધે અને  હવે ઇન્ટરનેશનલ એરપોર્ટના કારણે ધ્વનિ પ્રદૂષણ, ૧૪ નદીઓના વહેણ બંધ થઈ જવા, ચેરીયાના જંગલો કાપી નાખવા સામે વાંધો લીધો હતો. જેમાં પર્યાવરણ રિપોર્ટ પછી કેન્દ્ર સરકાર દ્વારા પૂર્ણ તપાસ અને જરૂરી શરતોના પાલનના આધારે કિલયરન્સ અપાવાનું નક્કી થયું હતું.

મોટું વ્યાપારી બંદર
ભારતના સૌથી મોટા વ્યાપારી બંદર અને વોલ્યુમની દ્રષ્ટિએ ટોચના કન્ટેનર પોર્ટ તરીકે, મુન્દ્રાએ નાણાકીય વર્ષ 2024 માં 7.4 મિલિયન TEU સહિત 179.6 મિલિયન ટન માલસામાનની હેરફેર કરી હતી. તે ભારતમાં ત્રીજા ભાગથી વધુ હિસ્સો ધરાવે છે. 2025 માટે કાર્ગો હેન્ડલિંગમાં 200 મિલિયન ટનને વટાવી જશે. ભારતનું પ્રથમ બંદર બનવાનું છે.
2024માં અદાણી પોર્ટ એન્ડ સેઝે ભારતના કુલ કાર્ગોના આશરે 27 ટકા અને કન્ટેનર કાર્ગોના 44 ટકાનું સંચાલન કર્યું હતું.
ગંગાવરમ બંદર બંધ થવાને કારણે, APSEZ ને એપ્રિલ અને મે 2024માં 6 મિલિયન મેટ્રિક ટન (MMT) કાર્ગો વોલ્યુમનું નુકસાન થયું હતું.

નશાયુક્ત ભારત, મોદી રાજમાં 25 ગણો નશો વધી ગયો

કર્ણાટકના બેંગલુરુ ખાતે ‘માદક દ્રવ્યોની હેરાફેરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ પર પ્રાદેશિક પરિષદનું આયોજન 24 માર્ચ 2023માં કરવામાં આવ્યું હતું. પરિષદમાં દક્ષિણના 5 રાજ્યો અને 3 કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન, રૂ. 1,235 કરોડની કિંમતના જપ્ત કરવામાં આવેલા 9,298 કિલો માદક દ્રવ્યોનો જથ્થો કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્ર અમિત શાહની હાજરીમાં નાશ કરાયો હતો.

6 લાખ કિલો ડ્રગ્સ સળગાવી દેવાયું
01 જૂન, 2022થી 75 દિવસના અભિયાન દરમિયાન 75,000 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવાના હતા. અત્યાર સુધીમાં રૂ. 8,409 કરોડની કિંમતના કુલ 5,94,620 કિલો માદક દ્રવ્યોનો નાશ કરવામાં આવ્યો હતો. કુલ માદક દ્રવ્યમાંથી 3,138 કરોડ રૂપિયાના 1,29,363 કિલોનો નાશ NCB દ્વારા કરવામાં આવ્યો છે.

ધરપકડ 260 ટકા વધી
2006થી 2013 વચ્ચે કુલ 1257 કેસ નોંધાયા હતા, જ્યારે 2014થી 2022 વચ્ચે 152 ટકા વધીને 3172 કેસ નોંધાયા હતા. 2006થી 2013 વચ્ચે ધરપકડની કુલ સંખ્યા અગાઉ 1362 હતી જેની સરખામણીમાં 260 ટકા વધીને 4888 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

2500 ટકા વધારો
2006થી 2013 દરમિયાન 1.52 લાખ કિલો ડ્રગ્સનો જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે 2014થી 2022ની 200 ટકા વધીને 3.30 લાખ કિલો જથ્થો પકડાયો હતો.
2006થી 2013 દરમિયાન રૂ. 768 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે 2014થી 2022ની વચ્ચે 25 ગણું વધારે એટલે કે રૂ. 20,000 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું. તો અદાણીના મુંદરા બંદર પર પકડાયેલું રૂ.21 હજાર કરોડનું ડ્રગ્સ કેમ બતાવવામાં આવતું નથી.