અમદાવાદ, 18 ફેબ્રુઆરી 2020
અમદાવાદથી બેંગલોર જવા રવાના થયેલા પ્લેનના, અમદાવાદ એરપોર્ટ ઉપર સવારે ગો એરના એક વિમાન ટેક ઓફ કરતાં એન્જિનમાં આગ લાગતાંની સાથે જ પાયલોટે તાત્કાલિક ઉતરાણ કરાવ્યું હતું. ૧૦૦થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં હતા. બુમાબુમ કરી મુકી હતી. એન્જીનમાં શા કારણે આગ લાગી તેની તપાસ ચલાવી રહ્યાં છે.
પાયલોટે અમદાવાદ એરપોર્ટ ઓથોરીટીને જાણ કરીને તાત્કાલિક ઉતરાણ કરાવાની પરવાનગી માંગી હતી. તરત જ ફ્લાઈટનું ઉતરાણ કરાવ્યું હતું. તમામ સુરક્ષા કર્મચારીઓ એરપોર્ટ રન વે નજીક ગોઠવાઈ ગયા હતા. વિમાન ઉતરતાં જ ફાયરબ્રિગેડનાં જવાનોએ એન્જીનમાં લાગેલી આગ બુઝાવવાની કાર્યવાહી કરી હતી. મુસાફરોને પણ સુરક્ષિત રીતે બહાર કાઢી મિનિટોમાં જ તમામને બચાવી લેવાયા હતાં.
આગની ઘટનાને પગલે રન વે પણ બંધ કરી દેવાતાં અન્ય ફ્લાઈટો પણ મોડી પડી હતી.