ધોરણ 10ની માર્કશીટ લેવા જાઓ જોડે ઉકાળો પીને આવો

લુણાવાડા,

કિસાન વિદ્યાલયનાં ઓ. કે. સી સંકુલમાં ધોરણ 10 માં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને માર્કશીટ વિતરણ કરવામાં આવી હતી તે દરમિયાન માર્કશીટ લેવા આવનાર વિદ્યાર્થીઓને કોરોનાવાયરસ અંગે સુરક્ષિત રહેવા રાખવાની થતી તકેદારીઓ બાબતે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.

જેમાં સામાજિક અંતર જાળવવા, ફરજીયાત માસ્ક અને સેનેટાઈઝર નો ઉપયોગ, હેન્ડવોશ તેમજ ભીડભાડવાળા વિસ્તારમાં ન જવું, વગેરે. સાથે-સાથે માર્કશીટ આપતી વેળાએ વિદ્યાર્થીઓને કોરોનાથી સુરક્ષિત રાખવા માટે આયુર્વેદિક ઉકાળાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.