[:gj]વાયુ જંતુમૂકત કરવા હોળીમાં ગુગલ, ગાયનું ઘી, લીમડાના પાન, સરસવ અને કપૂર નાંખો – સરકાર [:]

Gougal is pure airr, put cow, ghee, neem leaves, mustard and camphor in Holi - Govt.

[:gj]રાજ્યમાં ઉજવાતા હોલિકા દહનના ઉત્સવમાં પ્રવર્તમાન સ્થિતીમાં વાયુ-વાતાવરણ શુદ્ધ અને જંતુમૂકત રાખવાના રક્ષણાત્મક ઉપાયો માટે હોળીમાં પંચતત્વની આહુતિ આપવાનો અનુરોધ સરકારે કર્યો છે.
આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જ્યંતિ રવિએ જણાવ્યું છે કે, વિશ્વની પ્રવર્તમાન આરોગ્યલક્ષી પરિસ્થિતીમાં વાતાવરણ શુદ્ધિ અને જંતુમૂકિતની આવશ્યકતા હેતુસર હોળીમાં ગૂગળ, ગાયનું ઘી, સૂકા લીમડાના પાન, સરસવ અને કપૂર એવાં પાંચ દ્રવ્યોની આહુતિ આપવી જરૂરી છે.
આના પરિણામે, સમગ્ર વાતાવરણની શુદ્ધિ અને જંતુનાશ-ફયુમિગેશન થવાને કારણે રોગચાળો-બિમારીઓ ફેલાતી અટકાવી શકાશે એમ તેમણે ઉમેર્યુ છે.
હોલિકા દહનમાં પરંપરાગત રિવાજ મુજબ નાળિયેર, ખજૂર, ધાણી જેવી ચીજવસ્તુઓની શ્રદ્ધા-આસ્થાથી સામુહિક આહુતિ આપવામાં આવે છે.
હાલની પરિસ્થિતીમાં આ પરંપરા ઉપરાંત સુશ્રુત સંહિતામાં સૂચવાયેલી પંચતત્વની સામૂહીક આહુતિથી આરોગ્યપ્રદ અને જંતુરહિત – શુદ્ધ વાતાવરણને પરિણામે રોગમુકત રહી શકાશે. જોકે આરોગ્ય સચિવે કોરોના વાયરસનું નામ લેવાનું ટાળ્યું છે.[:]