મંત્રીમંડળની બેઠકે ત્રણ જાહેર ક્ષેત્રની જનરલ ઇન્શ્યોરન્સ કંપની (PSGIC) એટલે કે ઓરિએન્ટલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (OICL), નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (NICL) અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ (UIICL)માં કુલ રૂપિયા 12,450 કરોડ; (નાણાકીય વર્ષ 2019-20માં રૂ. 2500 કરોડ સહિત) ની મૂડી ઉમેરણ કરવા માટે મંજૂરી આપી છે પરંતુ તેમાંથી રૂ. 3,475 કરોડ તાત્કાલિક ધોરણે રિલીઝ કરવામાં આવશે; જ્યાર બાકીની રૂ. 6,475 કરોડની રકમ બાદમાં દાખલ કરવામાં આવશે
મંત્રીમંડળે NICLની અધિકૃત શેર મૂડી વધારીને રૂ. 7,500 કરોડ અને UIICL તેમજ OIClની વધારીને રૂ. 5,000 કરોડ કરવાની પણ મંજૂરી આપી છે જેથી મૂડી ઉમેરણને અસર મળી શકે. વધુમાં, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિલિનીકરણના પ્રસ્તાવને હાલમાં મુલતવી રાખવામાં આવ્યો છે અને તેના બદલે, નફાકારક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
રૂપિયા 3,475 કરોડનું મૂડી ઉમેરણ ત્રણ PSGIC એટલે કે, OICL, NICL અને UIICLને વર્તમાન નાણાકીય વર્ષમાં પ્રથમ હપતા તરીકે આપવામાં આવશે અને બાકીની રકમ એક અથવા વધુ હપતામાં ફાળવવામાં આવશે. આ ઉમેરણને અસરમાં લાવવા માટે, NICLની અધિકૃત મૂડી રૂ. 7,500 કરોડ રહેશે જ્યારે તેવી રીતે UIICL OICLની અનુક્રમે રૂ. 5,000 કરોડ રહેશે.
અસર:
આ મૂડી ઉમેરણથી PSGICને તેમની આર્થિક અને સદ્ધરતાની સ્થિતિ સુધારવામાં મદદ મળશે, અર્થતંત્રની વીમા જરૂરિયાતો સંતોષી શકશે, પરિવર્તનો અપનાવી શકશે અને સંસાધનો વધારવા માટે તેમની ક્ષમતાઓ વધારી શકશે તેમજ જોખમ વ્યવસ્થાપનમાં પણ સુધારો આવશે.
આર્થિક અસરો:
વર્તમાન નાણાકીય વર્ષમાં, રૂ. 3,475 કરોડની તાત્કાલિક આર્થિક રાહતના પરિણામે આ ત્રણ PSGIC એટલે કે OICL, NICL અને UIICLમાં પ્રથમ હપતા તરીકે મૂડી ઉમેરણ કરવામાં આવશે અને તે પછી રૂ. 6,475 કરોડ અન્ય હપ્તામાં ઉમેરવામાં આવશે.
ભાવિ સ્થિતિ:
કંપનીઓને આપવામાં આવેલી મૂડીનો મહત્તમ ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવા માટે, સરકારે KPIના રૂપમાં માર્ગદર્શિકા બહાર પાડી છે જેનો ઉદ્દેશ વ્યવસાયિક કાર્યદક્ષતા અને નફાકારક વૃદ્ધિ લાવવાનો છે. આ દરમિયાન, વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, વિલિનીકરણની પ્રક્રિયાને હાલ પૂરતી મુલતવી રાખવામાં આવી છે અને તેના બદલે મૂડી ઉમેરણ પછી તેમની સદ્ધરતા અને નફાકારક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.