સરકાર કરાર આધારિત ખેતી માટે કાયદો બનાવ્યો છે. તેનો ગુજરાતમાં બહું વિરોધ થયો નથી. કેટલાંક ખેડૂત આગેવાનોએ વિરોધ કરવા ખાતર વિરોધ કર્યો છે. જેમાં ખેડૂતો સામેલ થયા નથી.
કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિત પ્રતિનિધિ મંડળે ગુજરાતના રાજ્યપાલને 28 સપ્ટેમ્બર 2020એ આવેદનપત્ર આપ્યું હતું. 2 ઓક્ટોબરે દરેક જિલ્લા તાલુકાએ આવેદનપત્ર આપી વિરોધ કરાવામાં આવ્યો પણ તેમાં ખેડૂતો ન જોડાયા.
જામનગરના વાલાસણ ગામના ખેડૂત નરસિંહભાઈ વડાલિયા કહે છે કે, સૌરાષ્ટ્રમાં કરાકર આધારિત ખેતી નથી થતી. કેટલાંક વેપારીઓ કેરી અને પપૈયા મૌખિક વચનોને આધારે ખેડૂતના ખેતરેથી માલ ખરીદી જાય છે અને ત્યાં જ માલની રકમ આપી દે છે. પણ એક છે કે, કરાર આધારિત ખેતીમાં કોઈ વિવાદમાં ખેડૂત અદાલતમાં નહીં જઈ શકે. સમાધાન બોર્ડમાં કેસ રહેશે. અદાલતના બદલે કલેક્ટર સમક્ષ ખેડૂત જઈ શકશે. કલેક્ટરો તો ક્યારેય ખેડૂતો સાથે વાત પણ નથી કરતાં ત્યાં ન્યાય કઈ રીતે આપશે. તે એક સવાલ છે. અહીં તો કોઈ વિરોધ કરવા બહાર આવ્યું નથી.
મહેસાણા જિલ્લામાં ખેડૂતો ભારત બંધ વખતે જોડાયા હતા. તે પણ એપીએમસી બંધ રાખીને વેપાર બંધ રાખવા પૂરતાં જ જોડાયા હતા. બંધની અસર મહેસાણામાં સામાન્ય જીવન પર ન હતી. ઉંઝાના ગૌરાંગ પટેલ કહે છે કે ખેડૂતોમાં આ કાયદા અંગે જાગૃત્તિ નથી. તેઓ કાયદા જાણતા પણ નથી.
હમણા દેશમાં એક સ્વતંત્ર સરવે થયો હતો. જેમાં એવું બહાર આવ્યું છે કે,
49 ટકા ખેડુતોને કરાર ખેતી અંગેની જાણકારી હતી. 49 ટકામાંથી 46 ટકા ખેડૂતોને નવા કાયદાની તરફેણ કરતાં હતા. 40 ટકા ખેડૂતોએ કાયદાનો વિરોધ કર્યો હતો.
કેન્દ્ર સરકારે નવા કાયદા પસાર કર્યા છે તેમાં સૌથી વધું વિવાદ
કરાર ખેતીનો છે. કંપની અને ખેડુતો વચ્ચેનો લેખિત કરાર છે. કંપની ખાતર-બિયારણથી માંડીને ટેકનોલોજી સુધીની દરેક બાબત ખેડૂતને આપે છે.
કેપની નાણાંનું રોકાણ કરે છે. ખેડૂત તેના ફાર્મમાં કંપની માટે પાક ઉગાડે છે. ખેતરમાં પાકનું ઉત્પાદન તૈયાર થાય છે તે કરારમાં અગાઉથી નક્કી કરેલા ભાવ પ્રમાણે કંપીનને માલ આપે છે. નવો કાયદો ખેડૂતોને પૂર્વ વેચાણની બાંયધરી આપે છે.
આ કાયદો અમલમાં આવ્યો તે પહેલાં જ ગુજરાતમાં કાયદો છે. વળી ગુજરાતના ખેડૂતો કરાર આધારિત ખેતી હાલ કરે છે. તેમાં ખાસ બટાટા પકવતાં ખેડૂતો મોટા પ્રમાણમાં કરાર કરે છે. 1.30 લાખ હેક્ટરમાં બટાકાનું 37.53 લાખ ટન બટાટાનું ઉત્પાદન 2017-18 થયું હતું. જેમાં 3થી 4 ટકા કરાર આધારિત ખેતી થાય છે. એવું કૃષિ વિભાગના એક અધિકારીનું કહેવું છે.
ભારતમાં 30 વર્ષથી પેપ્સીકો કંપની છે. લૅયઝ ચિપ્સમાં વપરાતા બટાકાનાં બિયારણની વેરાઇટી કંપનીએ રજિસ્ટર કરાવેલી છે જે કરાર આધારિત ગુજરાતમાં ખેડૂતો પાસેથી ખેતી કરાવે છે. પેપ્સિકો ઇન્ડિયા હોલ્ડિંગ પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ 1 ફેબ્રુઆરી, 2016માં FL-2027 વેરાઇટીના બટાકાના બિયારણનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેનું બિયારણ ખેડૂતે બીજા ખેડૂતને આપેલું જેનો ગુનો દાખલ કરાયો ત્યારે ખેડૂતો તેનો વિરોધ કરવા સક્ષમ ન હતા. તેથી એનજીઓ દ્વારા ખેડૂત તરફી કેસ ઊભો કરીને લડેલા અને જીત મેળવી હતી. કંપનીએ કેસ પરત ખેંચ્યા હતા. આમ આ કેસમાં સ્પષ્ટ એ થયું કે ખેડૂતો કંપની સામે કંઈ કરી શક્યા ન હતા પણ ખેતીની એનજીઓ તેની મદદે આવી પછી જ ખેડૂતો હિંમત બતાવી શક્યા અને કેસ જીતી શક્યા હતા. કોન્ટ્રાક્ટ ફાર્મિંગના આ કરાર મુજબ 40 MM અને તેનાથી વધારે સાઇઝના બટાટા જ કંપની ખેડૂતો પાસેથી ખરીદે છે.
આમ કેન્દ્રનો નવો કાયદો લાગુ થયા પહેલા જ ગુજરાતમાં કંપનીઓ કરાર આધારીત ખેતી કરે છે. એકંદરે ખેડૂતોને સારા અનુભવો છે. ધનસુરા, ઈડરના વડાલીમાં છેલ્લા 15 વર્ષથી કરાર આધારિત ખેતી થાય છે. કેનેડાની મેકકેઈન ફૂડ્સ કંપની અહીં 15 વર્ષ પહેલા કરાર આધારિત બટાકા ઉગાડતી હતી. સેકૂડી અને એન્ટાના જાતના બટાકા ઉગાડે છે. 15 વર્ષ પહેલા જ 1200 એકરમાં કરાર આધારિત ખેતી થતી હતી.
ગાંધીનગર જિલ્લાના દહેગામ નજીક શિવપુરા કંપાના 59 ખેડૂત પરિવારો દ્વારા 150 હેકટર વિસ્તારમાં સાથે મળીને મુખ્યત્વે મગફળી, બટાકા અને કપાસની સામૂહિક ખેતી કરે છે. બટાકા માટે પેપ્સીકો કંપની સાથે 2011થી અને મગફળી માટે અંકુર શીડ કંપનીના કરાર આધારિત વાવેતર કરી ખેતી કરે છે. ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ ગામની મુલાકાત આ કારણે લીધી હતી.
કેટલીક લેભાગુ કંપનીઓ જાહેરાતો દ્વારા ખેડૂતો પાસે ખેતી કરાવે છે. તેના બિયારણો વેંચે છે. તેનો જેટલો પાક થવાનો હોય તે લઈ લેવાની ખાતરી આપે છે. પણ પાક તૈયાર થાય ત્યારે તે પાક લેતી નથી અને તે બજારમાંથી ગુમ થઈ જાય છે. પણ જાણીતી કંપનીઓ મોટાભાગે આવું કરતી નથી.
નાના અને મધ્ય કદના ખેડૂતો કરારની તરફેણ કરતાં જોવા મળે છે. પાકની ગુણવત્તા ઓછી થઈ રહી છે. કંપની તરફથી નુકસાન અંગે ખાતરી આપવામાં આવતી હોય કે પાક ન થાય તો શું તે અંગે કરારમાં સ્પષ્ટ જોગવાઈ કંપની કરતી હોય તો તે ખેડૂત માટે ફાયદો કરે છે. કંપનીઓ નફો કમાવા આવતી હોય છે ખેડૂતોએ ખોટ ભોગવાની થાય ત્યારે મોટા પ્રશ્નો ઊભા ખવાના છે.
કંપનીઓએ સ્થાનિક ભાષામાં જ કરારો કરવા જોઈએ એવું ઘણાં ખેડૂતો કહે છે. પણ મોટાભાગની કંપનીઓ અંગ્રેજી ભાષામાં કરાર કરે છે. જેમાં ખેડૂતો છેતરાય છે. કંપની કરાર ન તોડે અને ખેડૂત ગમે ત્યારે કરાર રદ કરી શકે એવી જોગવાઈ હોવી જોઈએ. જ્યાં સુધી તમામ ખર્ચ કંપનીઓ આપે ત્યાં સુધી કોઈ વાંધો નથી. પણ તમામ ખર્ચ ખેડૂતોએ કરવાનું હોય ત્યાં ખેડૂતોએ સાવધ રહેવું જોઈએ, એમ બનાસકાંઠાના પ્રાંતિજના વદરાડ ગામના ખેડૂત રસિક પટેલ કહે છે.
ગુજરાતમાં વિજય રૂપાણીની સરકારે એક કાદયો બનાવ્યો છે કે ખેડૂત સિવાયના કોઈ પણ ખેતીની જમીન ખરીદી શકે છે. આ કાયદાથી ગરીબ ખેડૂતોની જમીન કોર્પોરેટ કંપનીઓ અને પૈસાથી સંપન્ન ખેડુતો ખેતીની જમીન પર પ્રભુત્વ મેળવશે. ખેડૂત ખેતરમાં મજૂર બનશે.
કરાર કરતાં ખેડૂતો અને કંપનીઓ પર દેખરેખ રાખી શકે એવી મોનીટરીંગ બોડી હોવી જરૂરી છે. એવું ખેડૂતો માની રહ્યાં છે જેથી ખેડૂતો સાથે છેતરપીંડી કરીને ભાગી જતી કંપનીઓ અંગે ખેડૂતોના સાવધ કરી શકાય છે. આ કારણસર 46% ખેડુતોનું માનવું છે કે ત્રણ કૃષિ કાયદાથી ખેડુતોનું શોષણ કરનારી કંપનીઓ કે ખાનગી કંપનીઓને વેગ મળશે.
ખેડૂત આગેવાન શું કહે છે
ખેડૂત આગેવાન અને કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયા કહે છે કે, કૃષિક્ષેત્ર એ રાજ્ય સરકારનો વિષય છે. તેમ છતાં કેન્દ્ર સરકારે તેમાં હસ્તક્ષેપ કરી તેના પર કાયદો બનાવ્યો છે.
માર્કેટિંગ યાર્ડ કાયદામાં સુધારો, આવશ્યક ચીજવસ્તુઓ ધારો અને ફાર્મિંગ એકટમાં સુધારો કર્યો છે.
માર્કેટિંગ યાર્ડના વેપારીઓને હઠાવીને હવે કંપનીઓને વેપાર કરવાની છૂટ આપી છે. APMC એકટ હટાવવાથી મોટી મોટી કંપનીઓ ગેમ ત્યાંથી ગમે તેટલો માલ ખરીદી શકશે, ઈચ્છા મુજબ ચાહે એટલો માલનો સંગ્રહ કરી શકશે. એમાં સરકારનો કોઈ કંટ્રોલ નહિ હોય. 25 – 50 કંપનીઓ સાથે મળી એની ઈચ્છા મુજબ ભાવ આપી માલ ખરીદી લેશે. પછી તેનો વેચાણ ભાવ પણ કંપનીઓ નકકી કરશે. આમ ખરીદી અને વેચાણમાં શોષણ થશે.
ખેડૂત કંપની વિરૂદ્ધ ફોજદારી રાહે કાર્યવાહી કરી શકશે નહીં. કંપનીઓ અને ખેડૂતો વચ્ચે થયેલા કરાર અંગ્રેજીમાં હશે. 20 – 25 વર્ષના કરાર ખેતર ભાડે લઈને કરશે. ખેડૂતોના ખેતર પર કંપનીઓ શરતોને આધીન લૉન ઉપાડશે.
ઉત્તર ગુજરાતના ખેડૂતોનો કિસ્સો જગ જાહેર છે. પેપ્સીકો કંપનીએ ખેડૂતો પર 4.5 કરોડનો દાવો કર્યો. ભારતભરના ખેડૂત સંગઠનો ખેડૂતોની મદદે આવ્યા. ખેડૂતો પર જીએસટી લાગશે અને ઇન્કમટેક્ષના દાયરામાં આવશે. તેમ પાલભાઈ આંબલિયાએ જણાવ્યું હતું.