જમ્બુ કાશ્મીરના શ્રીનગરના HMT વિસ્તારમાં સુરક્ષા જવાનો પર આતંકી હુમલો, 2 જવાન શહીદ

જમ્મુ કશ્મીરના શ્રીનગરમાં આતંકીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે શ્રીનગરના એચએમટી વિસ્તારમાં ગુરુવારે બપોરે આતંકીઓએ સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યું હતું. આ દરમ્યાન 2 આવાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને આર્મી બેઝ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ બંને જવાનો શહીદ થયા છે. આ દરમ્યાન સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરી લીધી છે અને સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.