GSTમાં 50 લાખ રૂપિયાની લાંચ કોણે લીધી ?

GSTના ઉચ્ચ અધિકારીએ રૂપિયા 50 લાખની લાંચ લીધાના પુરાવા, ગાંધીનગરનો મહાવીર નામનો અધિકારી કોણ ?

એક તરફ PM મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમન ટેક્સ ડિપાર્ટમેન્ટના લાંચિયા અધિકારીઓને ફરજીયાત નિવૃતિ આપીને ભ્રષ્ટાચાર પર સકંજો કસી રહ્યાં છે, બીજી તરફ પીએમ મોદીનાં ગુજરાતના જીએસટી ડિપાર્ટમેન્ટનાં કેટલાક અધિકારીઓ બેફામ બની ગયા છે, છેલ્લા ચાર મહિનામાં ગુજરાતમાં કરોડો રૂપિયાની ટેકસ ચોરી ઝડપાઇ છે, દરોડામાં બિલ વગરનો કરોડો રૂપિયાનો માલ પડ્યો હોય તેવા ગોડાઉન ઝડપાયા છે. પરંતુ અહી તો સરકારનું આ અભિયાન ભ્રષ્ટ બાબુઓ માટે પૈસા કમાવવાનું સાધન બની ગયું છે, 3 મહિના પહેલા ખેડા જિલ્લામાં આવેલા ગુજરાત ટોબેકો કંપનીનાં ગોડાઉનમાં જીએસટી વિભાગે દરોડા કર્યા હતા અહી તેમને તમાકુનો લાખો રૂપિયાનો બિન હિસાબી જથ્થો જપ્ત કર્યો હતો. દરોડાના તાર દિલ્હીની વિમલ નામની કંપની સાથે જોડાયેલા હતા, જીએસટી ડિપાર્ટમેન્ટે આ કંપનીઓ સાથે જોડાયેલી કેટલીક ટ્રકો પણ જપ્ત કરાઇ હતી, ખોટા ઇ-વે બિલને આધારે દરરોજ લાખો રૂપિયાના માલની હેરાફેરી કરતી વિમલ અને ગુજરાત ટોબેકો જેવી કંપનીઓ સામે કાર્યવાહી કરવાને બદલે અમદાવાદ જીએસટી વિભાગના એક અધિકારીએ 50 લાખ રૂપિયાની લાંચ લઇને મામલો દબાવી દીધો છે.

મહાવીર નામનો સરકારી અધિકારી કોણ ?

સમગ્ર લાંચકાંડમાં મહાવીર નામના સરકારી અધિકારીની ભૂમિકાની તપાસ જરૂરી છે, અમદાવાદ આશ્રમ રોડ જીએસટી ભવનના એક ઉચ્ચ અધિકારી સાથેના તેના સંબંધો સામે આવે તે જરૂરી છે, સમગ્ર કૌભાંડના જીએસટીના ઉચ્ચ અધિકારી સાથે જોડાયેલા છે. મહાવીર સરકારી અધિકારી છે અને ગાંધીનગરમાં તે ઉચ્ચ હોદ્દા પર નોકરી કરે છે.

કઇ રીતે લેવાઇ 50 લાખ રૂપિયાની લાંચ

દિલ્હીથી આવેલા એફ ફોનના આધારે જીએસટી વિભાગના એક ઉચ્ચ અધિકારીએ લાંચની રકમ નક્કિ કરવા મહાવીરને મોકલ્યો હતો, અમદાવાદના એસ.જી. હાઇવે પર આવેલી એક પ્રતિષ્ઠીત ક્લબમાં મહાવીર અને કંપનીના વ્યક્તિઓ સાથે મિટીંગ થઇ હતી, અને અહી 50 લાખ રૂપિયાની લાંચનો વ્યવહાર નક્કિ થયો હતો.

દિલ્હીથી મહાવીરને મળવા આવેલા વ્યક્તિઓ કોણ ?

દિલ્હીથી વિમલ કંપનીની તપાસની સાથે અન્ય 7 કંપનીઓ બોગસ ઇ-વે બિલને આધારે સરકારને લાખો રૂપિયાનો ચૂનો લગાવતી હોવાનું સામે આવ્યું હતુ, જેમાં કેટલીક કંપનીઓની ટ્રકો જપ્ત કરાઇ હતી, બાદમાં લાખો રૂપિયાની લાંચ લઇને છોડી દેવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં દિલ્હીથી સતત ત્રણ વખત ફ્લાઇટમાં આવીને સમગ્ર કૌભાંડને દબાવવા આવેલા વ્યક્તિઓ કોણ છે તેની પણ તપાસ થવી જોઇએ.

અલંગમાં કરોડોના બોગસ બિલિંગ કૌભાંડ 

ગુજરાતમાં બોગસ બિલિંગના નામે કરોડો રૂપિયાના કૌભાંડ થઇ રહ્યાં છે, અહીના એક વેપારીએ પણ વહીવટદાર તરીકે મહાવીરનું નામ આપ્યું છે. તો શું મહાવીર જીએસટીના એક ઉચ્ચ અધિકારી સાથે મળીને સમગ્ર કૌભાંડનું રેકેટ ચલાવી રહ્યો છે તેની તપાસ જરૂરી છે. અલંગના એક વેપારીએ તેની ઓળખ છુપાવવાની શરતે જણાવ્યું છે કે બોગસ બિલિંગના નામે અમદાવાદ જીએસટી ઓફિસના કેટલાક અધિકારીઓ મહિને લાખો રૂપિયાના હપ્તા લઇ રહ્યાં છે અને સરકારને કરોડો રૂપિયાનો ચૂનો લવાગી રહ્યાં છે.

ACBમાં ફરિયાદ કરવામાં આવે તો મોટા કૌભાંડનો પર્દાફાશ થાય 

રાજ્યમાં છેલ્લા 6 મહિનામાં જીએસટીના લાંચિયા અધિકારીઓ સામે એસીબીએ કાર્યવાહી કરી હોવાના અનેક કિસ્સા છે, ત્યારે ભ્રષ્ટ બાબુઓ સામે લડતી અમદાવાદની એક સંસ્થાએ આ કેસમાં સીસીટીવી ફૂટેજ અને કેટલાક દસ્તાવેજો મેળવી લીધા છે, દિલ્હીના એક ઇમાનદાર સીજીએસટી અધિકારીની મદદથી આ સમગ્ર કૌભાંડના દસ્તાવેજ પ્રાપ્ત થયા છે અને જો આ સંસ્થા એસીબીમાં ફરિયાદ કરે તો રાજ્ય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ થાય તેમ છે.

ગુજરાતના ભ્રષ્ટ અધિકારીઓને ફરજીયાત નિવૃત કરવા જોઇએ 

મોદી સરકારનું મિશન છે કે ટેક્સ ડિપાર્ટમેન્ટના ભ્રષ્ટ અધિકારીઓને તાત્કાલિક ફરજીયાત નિવૃતિની સજા આપવી અને તેના પર કામ શરૂ થઇ ગયું છે, ત્યારે ગુજરાત ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પણ આવા ભ્રષ્ટ અધિકારીઓ છે, તેમની સામે પણ કેન્દ્રીય ફાયનાન્સ મિનીસ્ટ્રીએ કાર્યવાહી કરવી જોઇએ, સાથે જ જો ભ્રષ્ટાચાર સામે લડતી સંસ્થાઓ આવા અધિકારીઓની ફરિયાદ કરે તો પણ નાણાં વિભાગ ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરી શકે છે.