પ્રશ્નપત્ર ચકાસણી સ્થળે ઘુસી ગયેલા ભાજપના સાંસદ કાછડીયા સામે પગલાં લીધા વગર આજે પરિક્ષાનું પરિણામ

ગાંધીનગર, 17 મે 2020

અમરેલીના ભાજપના સાંસદ નારણ કાછડીયા પ્રશ્ન પત્ર તપાસવાના સ્થાને ઘુસી જઈને શિક્ષકોની કામગીરીમાં સીધો હસ્તક્ષેપ કરેલો હતો. ભાજપના સાંસદ નારણ કાછડીયા વારંવાર વિવાદમાં આવી રહ્યાં છે. તેઓ ધોરણ 10-12ની ઉત્તરવહીઓ જે ગુપ્ત જગ્યાએ તપાસવામાં આવે છે ત્યાં ઘુસી જતા તેમની સામે પગલાં ભરવા આમ આદમી પક્ષ અને કોંગ્રેસે માંગણી કરી હતી. ભાજપના સાંસદ સામે પગલાં લીધા વગર હવે તે પરિક્ષાનું પરીણામ 17મીએ જાહેર કરી દેવામાં આવશે.

અમરેલીનાં સાંસદ તેના કાર્યકરો અને આગેવાનો સાથે અચાનક પરીક્ષા પ્રશ્નપત્ર મુલ્‍યાંકન કેન્‍દ્રમાં જઈ ચડતાં પરીક્ષા પ્રશ્નપત્ર તપાસતા શિક્ષકોને ખલેલ પહોંચી હતી.

કામ સિવાય ઘરની બહાર ન નીકળવાનો નિયમ હોવા છતાં ભાજપનાં સાંસદ કામ વગર જ પરીક્ષા મુલ્‍યાંકન કેન્‍દ્રમાં જઈ ચડતા શિક્ષકોમાં કચવાટનો માહોલ જોવા મળ્‍યો હતો.

ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૨૦માં લેવાયેલી ધો-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું પરિણામ ૧૭મી મેએ જાહેર કરવામાં આવ્યું છે. કોરોના જેવી મહામારીમાં પણ પરીક્ષા બાદની ઉત્તરવહીઓના મૂલ્યાંકનની અગત્યની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહની પરીક્ષા માર્ચ -૨૦૨૦ લેવાયેલ હતી. Covid-19ની પરિસ્થિતિમાં રાજય સરકારના માર્ગદર્શન હેઠળ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧ર વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહના ૧૭ લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓની કામગીરી સમયસરપૂર્ણ કરવામાં આવેલ હતી.

કેટલાક રાજયોના બોર્ડની તેમજ સી.બી.એસ.ઇ.ની પરીક્ષાઓ કોવીડ-૧૯ની મહામારીના સંજોગોમાં પૂર્ણ થઇ નથી તેવા સંજોગોમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦ તથા ધોરણ-૧ર પરીક્ષાઓની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી.