ગુજરાત સરકારે આગામી તા. 1 ઓગસ્ટ 2020 શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ આ દંડની જે રકમ 200 રૂપિયા છે તે તા. 1 ઓગસ્ટથી 500 રૂપિયા કરવામાં આવશે.
- નાગરિકો-પ્રજાજનોને રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર બે રૂપિયામાં સાદા માસ્ક ઉપલબ્ધ કરાવાશે
- ૧૦ રૂપિયામાં પાંચ માસ્કના પેકિંગમાં માસ્ક મળશે