ખેત તળાવોમાં પાણીના સંગ્રહ કરવા સરકાર પ્લાસ્ટીક પાથરી આપશે, શું છે અસલિયત?

गुजरात सरकार खेत तालाबों में पानी संग्रह करने के लिए प्लास्टिक डालेगी, क्या हे असलियत?

Gujarat government will put plastic in farm ponds to store water, what is the reality?

દિલીપ પટેલ

ગાંધીનગર, 4 જૂન 2023

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે 4 જૂન 2023માં જાહેરાત કરી હતી કે, ઉત્તર ગુજરાતમાં 61 કિલો મીટર મુખ્ય પાઇપ લાઈન સહિત 196 કિલો મીટર લંબાઈની પાઇપ લાઈન દ્વારા 200 તળાવો નર્મદા નહેરથી જળથી ભરવા 1411કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના બે અતિ સૂકા તાલુકા એવા થરાદ અને ધાનેરા તાલુકાના ગામોના તળાવો વિજળીથી 200 ક્યુસેક પાણી 3 પંપીંગ સ્ટ્શનોથી ભરાશે. ભૂગર્ભ જળ ઊંચા લાવવામાં આવશે. બે તાલુકાઓમાં કોઇ મોટી સિંચાઇ વ્યવસ્થા નથી.

નર્મદા મુખ્ય નહેર પરથી વિજળીની મોટરથી પંપ કરીને પાણી લઈ જતી 2 પાઈપલાઈનનું કામ ચાલે છે. 12 પાઈપ લાઈનો પૂરી થઈ છે. 14 ઉદવહન પાઇપલાઇનોની કુલ ક્ષમતા 3375 ક્યુસેક્સ પાણી દ્વારા મહત્તમ 0.60 MAF પાણી વિજળીના પંપથી ઉપાડવામાં આવે છે. નર્મદાના વધારાના 1 MAF પાણીના ઉદવહન માટે સ્થાપિત ક્ષમતા વધારવી પડે તેમ છે.

આગલા દિવસે જાહેરાત શું કરી

ચોમાસામાં વેડફાતા પાણીનો સંગ્રહ કરવા નર્મદા, જળસંપત્તિ અને પાણીપુરવઠા વિભાગ દ્વારા યોજના બનાવવામાં આવી છે. પ્લાસ્ટિક – પોલિઇથિલિન સરકાર મફત આપશે. કેટલાં ખેડૂતોને આપશે તે જાહેર કરાયું નથી. કેટલું ખર્ચ થશે તે જાહેર કર્યું નથી. વોટરપ્રૂફ સામગ્રીની તુલનામાં અજોડ એન્ટિ-સીપેજ અસર હોય છે. 32 હજાર કિલો બટાકા પકવી આપે એવી સરકારની યોજના છે.

પાણીની અછત ધરાવતા 10 જિલ્લાના વિસ્તારોમાં ખેત તલાવડી બનાવવા જીઓમેમ્બ્રેન પાથરવામાં આવે છે. તે તળાવના તળિયે પાથરી દેવામાં આવે છે. જેથી ભૂગર્ભમાં પાણી ઉતરી જતું નથી.  જીઓમેમ્બ્રેન પાથરવાથી પાણીની ટાંકી જેવું માળખું બની જાય છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો સંગ્રહ કરીને સિંચાઈ કરી શકાય. ખેતતલાવડીના તળિયએ લગાવવામા આવે તો પાણીનો સંગ્રહ કરીને ખેડૂતોના પાકને પૂરક સિંચાઇ કરી શકાય છે.

ભ્રષ્ટ ઇતિહાસ

2016માં હજારો ચેક ડેમ, 1,25,549 બોરીબંધ, 2,61,988 ખેત તલાવડી-સીમ તલાવડી બનાવી હતી. 1995થી 2023 સુધીના સળંગ 28 વર્ષમાં 50 લાખ ખેત તલાવડી બની હોવાનો અંદાજ છે. તેનો મતલબ કે ગુજરાતમાં જેટલાં ખેડૂતો છે તે તમામના ખેતરમાં ખેત તળાવ બની ચૂક્યા છે. તેમાં જીઓમેમ્બ્રેન પાથરવામાં આવે તો પાણી બચી શકે, પણ આ બધી ખેત તલાવડીઓ ખેતરમાં 40 ટકા કમીશનમાં ધોવાઈ ગઈ છે. ક્યાંય બચી નથી.

50 ટકાને ફાયદો નહીં

ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. 1 હેક્ટરથી ઓછી જમીન હોય એવા 25 લાખ ખેડૂતો છે. જે 50 ટકા ખેડૂતો છે. જેમાં માત્ર 10 ટકા ખેતરમાં સિંચાઈ થાય છે. તેનો મતલબ કે જીઓમેમ્બ્રેનનો ફાયદો મોટા ખેડૂતોને મળવાનો છે. કે જેમની પાસે તળાવ બનાવવા નાણાં અને જમીન બન્ને છે. ગરીબ ખેડૂતોને તો ફાયદો મળવાનો નથી.

ગરીબ ખેડૂતો

સરકારે નક્કી કરેલા 10 જિલ્લમાં માનો કે 10 લાખ ખેડૂતો હોય તો તે તમામ ખેડૂતોને જીઓમેમ્બ્રેન પાથરી આપવાની નથી. માંડ 50 હજાર કે 1 લાખ ખેડૂતોને ફાયદો મળી શકે છે. તે પણ એક એકરથી વધારે જમીન ધરાવે છે એવા ખેડૂતોને ફાયદો થશે. તેમાં 50 ટકા તો 40 ટકા કમીશનના ભ્રષ્ટાચારમાં નાણા જતા રહેવાના છે.

ધારાસભ્યની ઝૂંબેશ

21 દિવસ પહેલા ડિસામાં સરકારે જાહેરાત કરી હતી. ફરી એક વખત જાહેરાત કરી છે. બનાસકાંઠાના ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીએ રજૂઆત કરી હતી. સરકારે સહિત 10 જિલ્લાઓમાં ખેત તલાવડી માટે પ્લાસ્ટિક ફ્રી આપવામાં આવશે. ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી સહિત અનેક ખેડૂતોએ જળસંચય અભિયાનની શરૂઆત કરી હતી. પાણીના એક એક ટીંપાનો સંગ્રહ કરી તે પાણીનો સિંચાઈમાં ઉપયોગ કરી રહ્યા છે.

2460 ચો.મીટર આપશે

ખેતતલાવડીની ઉપરના ભાગે મહત્તમ પહોળાઈ 40×40 મીટર અને મહત્તમ 6 મીટર ઉંડાઇ સાથે 1.5.1નો ઢાળ જરૂરી છે. સરકાર  મહત્તમ 2460 ચો.મીટર જથ્થામાં જીઓમેમ્બ્રેન લગાવી આપવામાં આવશે. વિસ્તાર વધારે હશે તો તે ખર્ચ ખેડૂતો પાસેથી લેવામાં આવશે.

120 ફૂટ લાંબી, 120 ફૂટ પહોળી અને 22 મીટર ઊંડી ખેત તલાવડી બની શકે તે માટે 500 જીએસએમ પ્લાસ્ટિક આપવામાં આવશે.

12 વીઘામાં સિંચાઈ

તલાવમાં સંગ્રહ થયેલા પાણીથી ખેડૂતો શિયાળામાં 12થી 15 વીઘા જમીનમાં, ઉનાળામાં આઠથી દસ વીઘા જમીનમાં ખેતી કરી શકે છે. ખેડૂત  અણદા જાટે બનાસકાંઠા જિલ્લામાં સૌપ્રથમ વખત ખેતરમાં સ્વખર્ચે ખેત તલાવડી બનાવી હતી. આખું વર્ષ એ ખેત તલાવડીના પાણીથી ખેતીની સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે છે.

ખર્ચનું વળતર

15 લાખનું ખર્ચ કરીને 1 હેક્ટરે 1500થી 2 હજાર કિલો બાજરો આ પાણીથી પેદા કરી શકાશે.  આ તળાવથી 2 હેક્ટરમાં ખેતી થશે. જેમાં 3થી 4 હજાર કિલો બાજરો પેદા કરી શકાશે. 1 લાખની બાજરી પેદા કરી શકાશે. એક વર્ષમાં આવા બે પાક લઈ શકાય છે. હેક્ટરે 4 હજાર કિલો ઘઉં પાકી શકે છે. 2500 કિલો મગફળી, 2100 કિલો એરંડી, 800 કિલો તલ, 630 કિલો કપાસ, 32 હજાર કિલો બટાટા એક હેક્ટરે પકવી શકાશે.

ખર્ચ

સિંચાઇ વિભાગ દ્વારા જીઓમેમ્બ્રેન ફીટ કરવા માટે ઇજારદારો નક્કી કરાશે.  તૈયાર થયેલ ખેતતલાવડીમાં ઇજારદારો મારફતે જીઓમેમ્બ્રેન પાથરી આપવામાં આવશે.

સાડા દસ વીઘા ખેતરમાં 110-110 ફૂટ અને 34 ફૂટ ઉંડું તળાવ બનાવવું હોય તો પોણા વીઘા જમીનમાં 15 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે. વોટર પ્રઉફીંગ સાથે 4 મહિના જેવો સમય લાગે છે. સરકાર લગભગ 2 લાખનું પ્લાસ્ટીક આપશે.

સહાય

40FT X 40FT 150 GSM BLUE POND LINER TARPAULIN-TIRPALનો ભાવ રૂ.8740 છે. જ્યારે 40FT X 60FT 200 GSM BLUE POND LINER TARPAULIN-TIRPAL KEEP IT FRESH LLPનો ભાવ રૂ.18,399 આસપાસ છે. આમ ફીટીંગ સાથે સરકાર કંપનીને 40×40 મીટર આપે તો 2 લાખની આસપાસ પડી શકે છે.

7.48 ગેલન પાણી ક્યુબિક ફુટમાં આવી શકે છે. એક ગેલન એટલે કે 3.785 લિટર પાણી ભરાય છે. 28 લિટર લગભગ થઈ શકે છે.

ભૂગર્ભજળનો વપરાશ ઘટાડી શકાશે.

10 જિલ્લા

પાણીની અછતવાળા વિસ્તારોમાં ખેડૂતોએ સ્વખર્ચે ખોદાણ કરી બનાવેલી ખેત તલાવડીઓમાં જીઓમેમ્બ્રેન સરકાર તરફથી આપવામાં આવે છે. સરકારી ખર્ચે તે નાંખવામાં આવે છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ,  રાજકોટ, બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર, નર્મદા અને ડાંગ મળીને 10 જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન ડ્રો કરવામાં આવશે. પસંદ થયેલા ખેડૂતોનું સ્થળ પર તપાસ કરાશે.

પર્યાવરણીય જીઓમેમ્બ્રેન

પર્યાવરણીય જીઓમેમ્બ્રેન સરકારે વાપરવું જોઈએ પણ તે વાપરવાની નથી.

પર્યાવરણીય જીઓમેમ્બ્રેન એ HDPE જીઓમેમ્બ્રેનનો એક પ્રકાર છે, જે મુખ્યત્વે અપારદર્શક અને અર્ધપારદર્શક થર્મોપ્લાસ્ટિક રેઝિન સામગ્રી – પોલિઇથિલિન રેઝિનથી બનેલો છે. જીઓમેમ્બ્રેન એ ઉચ્ચ મોલેક્યુલર પોલિમર છે, જે બિન-ઝેરી અને ગંધહીન સફેદ કણ છે. તેનું ગલનબિંદુ લગભગ 110-130℃ છે, અને તેની સંબંધિત ઘનતા 0.918-0.965 છે. ગરમી પ્રતિકાર અને ઠંડા પ્રતિકાર ધરાવે છે. રાસાયણિક સ્થિરતા, કઠોરતા, પર્યાવરણીય તાણ ક્રેકીંગ સારી પ્રતિકાર ધરાવે છે. ગરમી, તાણ, એસિડ, આલ્કલી, કાર્બનિક દ્રાવકો અને અન્ય કાટનો પ્રતિકાર કરી શકે છે. પર્યાવરણીય જીઓમેમ્બ્રેન ગુજરાત સરકારે વાપરવું જોઈએ. કોઈપણ હાનિકારક સામગ્રી ઉત્પન્ન કરતું નથી.

જીઓમેમ્બ્રેન ઉપયોગ

જળ સંરક્ષણ, કૃષિ, જળાશયો, સિંચાઈ પ્રણાલીઓ, જળાશયોના કુંડ, પીવાના પાણીના તળાવો, એક્વાકલ્ચર, ઝીંગા તળાવનું અસ્તર, માછલીનું તળાવ,  ઢાળ સંરક્ષણ, બગીચાઓ, તળાવ, કૃત્રિમ તળાવો, ગોલ્ફ કોર્સ,

ઉદ્યોગોમાં ઉપયોગ

જીઓમેમ્બ્રેનનો મીઠા ઉદ્યોગ, સ્વચ્છતા, પર્યાવરણીય સંરક્ષણ, ઝેરી કચરો, જોખમી પદાર્થો, ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ગટર શુદ્ધિકરણ લેન્ડફિલ, ઇમારતો, ખતરનાક માલના વેરહાઉસ, બ્લાસ્ટિંગ કચરો વગેરેમાં ઉપયોગ થઈ શકે છે.

પેટ્રોકેમિકલ ઉદ્યોગ, સેડિમેન્ટેશન ટાંકી લાઇનિંગ, ગેસ સ્ટેશન સ્ટોરેજ ટાંકી એન્ટિ-સીપેજ, ઓઇલ રિફાઇનરી, સેકન્ડરી લાઇનિંગ, રાસાયણિક પ્રતિક્રિયા ટાંકી, રાસાયણિક પ્લાન્ટ, જથ્થાબંધ પર્યાવરણીય સંરક્ષણ જીઓમેમ્બ્રેન,  ખાણકામ ઉદ્યોગ, હીપ લીચ ટાંકી, વોશિંગ ટાંકી, વિસર્જન ટાંકી, એશ યાર્ડ, સ્ટોરેજ યાર્ડ, સેડિમેન્ટેશન ટાંકી, ટેલિંગ તળાવમાં ઉપયોગ થાય છે.

જીઓમેમ્બ્રેન રાસાયણિક સ્થિરતા, સીવેજ ટ્રીટમેન્ટ, રાસાયણિક પ્રતિક્રિયા ટાંકી અને લેન્ડફિલમાં ઉપયોગ થાય છે. ડામર, તેલ અને ટાર, એસિડ, આલ્કલી, મીઠું અને 80 થી વધુ પ્રકારના મજબૂત એસિડ અને આલ્કલી રાસાયણિક પ્રતિકાર.

મ્યુનિસિપલ એન્જિનિયરિંગ, છત, હ ટાંકી, ઇમારતો, સબવેની ભૂગર્ભ ઇજનેરી, ગટરના પાઈપોનું અસ્તર, છતના બગીચાના સીપેજ નિવારણ, પ્લગિંગ, એન્ટિ-સીપેજ, ચેનલ એન્ટિ-સીપેજની ઊભી કોર વોલ, પર્યાવરણીય સંરક્ષણ, મજબૂતીકરણ કરવા વપરાય છે.

અગાઉ શું થયું

2016માં હજારો ચેક ડેમો, 1,25,549 બોરીબંધ, 2,61,988 ખેત તલાવડી-સીમ તલાવડી બનાવી હતી. સવા લાખ બોરીબંધમાંથી એક પણ હયાત રહ્યા નથી. આ કામોમાંથી ખેત તલાવડીનાં બીલ ખતવવામાં આવ્યા છે. જમીન વિકાસ નિગમના અધિકારીઓ તળાવ માટેની ગ્રાન્ટ મંજૂર કરાવવા 20થી 40 ટકા કમિશન લેતા હતા. 2013-14થી ગુજરાત ગ્રામોદ્યોગ બજાર નિગમ (ગ્રીમકો)એ 7 વર્ષમાં રૂ.700 કરોડના સાધનો આપેલા જેમાં મોટાભાગના સાધનોમાં ગંભીર ગેરરીતિ બહાર આવી હતી.

ગુજરાતમાં 13,000 તળાવો અને નદીઓ ઊંડી કરવા ‘ગુજરાત સ્થાપના દિન’ 1 મે 2018થી આખા મહિના દરમિયાન જળસંચય અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

100 દિવસમાં 1 લાખ ખેત તલાવડીઓ ખોદાઈ હતી. 1 કરોડ ઘન મીટર પાણીનો સંગ્રહ કરાયો હતો. સુજલામ સુફલામ પાછળ માત્ર દોઢ વરસમાં 6 હજાર કરોડ ખર્ચાયા હતા.

10 હજાર ગામોને સીધો લાભ મળવાનો હતો.  ઉ.ગુ.ના 5 હજાર ગામતળાવ નર્મદાના પાણીથી છલકાતા કરાયા હતા.

2018માં 14 હજાર તળાવોમાંથી કાંપ કાઢવામાં આવ્યા આવ્યા હતા. 14 હજાર લાખ ઘન ફૂટ માટી કાંઢવામાં આવી હતી. ભાજપના 1995થી 2023 સુધીના 28 વર્ષમાં લગભગ તમામ ગામ તળાવો અને તમામ ખેતરોમાં ખેત તલાવડી બની ચૂકી હોવાનું સરકારી આંકડા પરથી સાબિત થાય છે. અગાઉ કોંગ્રેસ સમયમાં પણ દરેક ખેતરમાં ખેત તલાવડી બની હોવા અંગે ખર્ચ થયો છે.

આમ ગુજરાતના તમામ ખેડૂતોના ખેતરમાં બે વખત ખેત તળાવ બની ચૂક્યા છે. હવે ફરીથી પ્લાસ્ટિક પાથરવા માટે નવી યોજના આવી છે. જેમાં પણ 40 ટકા કમિશન લઈને યોજના કેમ બનાવવી તે અગાઉથી નક્કી થઈ ગયું હશે. ગુજરાત સરકારે એટલે જ 2015-16થી ખેત ગણના કરી નથી. AGRICULTURAL CENSUS કે ઈનપુટ સરવે 7 વર્ષથી બહાર પાડવામાં આવ્યો નથી. જો તે બહાર પાડવામાં આવે તો ભાજપના રાજના 28 વર્ષની પોલ ખુલી જાય તેમ છે.

ખેત તલાવડી અંગે આ પણ વાંચો

જમીન વિકાસ નિગમ બાદ ગુજરાત સરકારનું બીજું મોટું કૌભાંડ, 700 કરોડની ખરીદી

1.25 લાખ બોરી બંધ ને હજારો ચેક ડેમ ધોવાઈ ગયા, છતાં તપાસ ન થઈ

ખેત તલાવડી કૌભાંડ

ગુજરાત જમીન વિકાસ નિગમ બન્યું જમીન કૌભાંડ નિગમ

ભૂગર્ભ જળની સ્થિતિ સુધારવા 11 લાખ ઘન મીટર માટી ખોદી વરસાદી પાણી જમીનમાં ઉતારાયું

વર્ષ ૨૦૧૯માં અમદાવાદ જિલ્લામાં કુલ ૧૦,૮૬,૯૨૫ ઘન મી. માટીનું ખોદાણ.

સિંચાઈ માટે મોદીના ફોક વચનો

14 હજાર તળાવો ઉંડા કરાયા છતાં પાણીની તંગી કેમ

ખેત તલાવડીઓમાં રૂપાણી સરકારમાં ખરેખર કેટલાં કૌભાંડ ?