ગુજરાત મેડિકલ ટૂરિઝમ હબ નથી, 25 લાખ દર્દીઓમાં વિદેશના 10 હજાર

મેડિકલને લગતા  ચોંકાવનારા 13 સમાચારો ચીને લીંકમાં વાંચો 

Gujarat is not a medical truism hub, out of 25 lakh patients in Gujarat, 10,000 pesante are from abroad, गुजरात मेडिकल हब नहीं है, गुजरात के 25 लाख मरीजों में से 10 हजार विदेश से हैं

દિલીપ પટેલ

ગાંધીનગર, 26 જુન 2023

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચના ચાલો ગામમાં જઈએ, કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને ફરી એક વખત દાવો કર્યો કે ગુજરાત મેડિકલ ટૂરીઝમ માટે હૂ બનવા જઈ રહ્યું છે. જ્યારથી મોદી મુખ્ય પ્રધાન બન્યા હતા ત્યારથી આજ સુધીના 22 વર્ષમાં ગુજરાત મેડિકલ ટૂરીઝમમાં આગળ વધી શક્યું નથી. ડિસેમ્બર 2006માં બહાર પાડવામાં આવેલી ગુજરાતની ચિકિત્સા મુસાફરી નીતિ બનાવી હતી. દેશમાં 20 ટકાની વૃદ્ધિની સામે તબીબી પ્રવાસીઓમાં 33 ટકાનો વધારો કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે નીતિ સદંતર નિષ્ફળ ગઈ છે.  ગુજરાત મેડિકલ હબ નથી, ગુજરાતના પોતાના 25 લાખ દર્દીઓ સારવાર લે છે. વિદેશના 10 હજાર આવતાં હોવાનું અનુમાન છે. વિદેશથી 10 લાખ પ્રવાસીઓ સરેરાશ હોય છે તેના 1 ટકો માંડ મેડિકલ સારવાર માટે આવે છે. તેમાં મોટા ભાગના તો પણ મૂળ ગુજરાતના વતની જે વિદેશી છે, તે હોય છે.

medical truism

અમદાવાદની ટોચની 5 હોસ્પિટલોના આંકડા

1 – ઝાયડસ હોસ્પિટલે 2019-20માં 418 વિદેશી દર્દીઓની સારવાર કરી હતી. 2021-22માં 193 થઈ હતી. 2022-23માં 359 દર્દીઓની સારવાર આપી હતી. ઓપીડીમાં સારવાર લેવા માંગતા આંતરરાષ્ટ્રીય દર્દીઓની સંખ્યા ઇન્ડોર દર્દીઓ કરતા લગભગ બમણી છે. તેઓ સામાન્ય રીતે જોઈન્ટ રિપ્લેસમેન્ટ, કેન્સર અને કાર્ડિયાક સમસ્યાઓ માટે આવે છે.

2 – સ્ટર્લિંગ હોસ્પિટલમાં કોવિડ પહેલા,  વાર્ષિક 300-350 દર્દી હતા. 2022-23માં 250 દર્દીઓ હતા. કેન્સર, કાર્ડિયાક સમસ્યાઓ, ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ, ન્યુરો અને સ્પાઇન સર્જરી અને કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરીની સારવાર અને આરોગ્ય તપાસ માટે આવે છે.

3 – એપોલો હોસ્પિટલ્સમાં 2019-20માં ઇન્ડોર સારવાર માટે 265 આંતરરાષ્ટ્રીય દર્દીઓ અને OPDમાં 785 દર્દીઓ આવ્યા હતા. 2021-22 દરમિયાન 192 વિદેશી દર્દીઓ ઈન્ડોર અને 553 ઓપીડી માટે આવ્યા હતા. 2022-23માં સંખ્યા વધીને 326 ઇન્ડોર દર્દીઓ અને 1002 OPD દર્દીઓ થયા હતા.

4 – HCG હોસ્પિટલ્સ 2022-23માં લગભગ 500 દર્દીઓની સારવાર કરી હતી. 2021-22માં 200 હતા. કોરોના પહેલા 600 દર્દી આવતાં હતા.

5 – KD હોસ્પિટલમાં 2021માં 90 વિદેશી દર્દી, 2022-2023માં 280 હતા. આંતરરાષ્ટ્રીય દર્દીઓ મોટે ભાગે કિડની ટ્રાન્સપ્લાન્ટ, લીવર ટ્રાન્સપ્લાન્ટ, ઓર્થોપેડિક, સ્પાઇન, ન્યુરોસર્જરી અને કેન્સરની સારવાર માટે આવે છે.

તેના પરથી અનુમાન મૂકી શકાય છે કે ગુજરાતના અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, રાજકોટ સાથેની 50 હોસ્પિટલોમાં આંતરરાષ્ટ્રીય દર્દીઓ જતાં હોવા જોઈએ. એક હોસ્ટપાટલમાં સરેરાશ 200 દર્દી વર્ષે ગણવામાં આવે તો 10 હજાર દર્દીઓથી વધારે દર્દીઓ ગુજરાતમાં આવતા નહીં હોય.

વિદેશી દર્દીઓ સામાન્ય રીતે તાંઝાનિયા, કેન્યા, યુગાન્ડા, દક્ષિણ સુદાન, ઇથોપિયા અને મેડાગાસ્કર જેવા આફ્રિકન દેશોમાંથી આવે છે. યુએસએ, યુકે (મોટેભાગે એનઆરઆઈ અને એનઆરજી), મધ્ય પૂર્વ, નેપાળ, બાંગ્લાદેશ અને સાર્ક દેશોના દર્દીઓ પણ સારવાર માટે અમદાવાદ આવે છે.

વડોદરા

વડોદરાની વેલકેર હોસ્પિટલમાં ઓર્થોપેડિકને લગતા તમામ દર્દોની સારવારમાં હિપ, સ્પાઇન સર્જરી, ફેક્ચર સર્જરી, આથ્રોસ્કોપી, જનરલ સર્જરી, ન્યૂરો સર્જરી, યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી,ગસ્ટ્રોલોજી,ઈએનટી,અને ફિઝિયોથેરાપી જેવી ટ્રીટમેન્ટ છે. અત્યાર સુધીમાં અહીં સ્પેશ્યલ ઓર્થોપેડિક ટ્રીટમેન્ટ માટે આવનાર પેશન્ટસમાં યુકે, યુએસએ, કેનેડા, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત ગલ્ફકન્ટ્રીના કુવૈત, ઈરાન, ઈરાક, બેહરીન, દુબઈ, યુએઇ, તથા આફ્રિકન કન્ટ્રીના કેન્યા, યુગાન્ડા, નાઇઝીરિયા, તાન્ઝાનિયા, ઝામ્બિયા છે.

ફિજી દેશના માજી વડાપ્રધાન સીતીવેની રાંબુકા ડો.ભરત મોદીનું નામ સાંભળી તેમની પાસે બન્ને ઘુંટણની સર્જરી કરાવવા વેલકેર હોસ્પિટલમાં આવ્યા હતા. ફિજીના રાજકારણમાં ઓપોજીશનના નેતા તરીકે સક્રિય ભાગ ભજવી રહ્યા છે. વિદેશી પેશન્ટસ સાથે સમગ્ર ભારત દેશમાંથી આવેલા દર્દીઓ મળી ડો. ભરત મોદી અત્યાર સુધીમાં કુલ 40 હજાર સર્જરી કરી ચૂક્યા છે.

સુરત – હાર્ટ સ્પેશીયલ

અઠવાગેટ ખાતે આવેલી મહાવીર હોસ્પિટલમાં 2021થી હ્રદય અને ફેફસાના ટ્રાન્સ્પલાન્ટ કરવાની સરકારે મંજૂરી આપી હતી. બન્ને સાથે સર્જરી થતી હોય એવી રાજ્યની પહેલી હોસ્પિટલ છે. મુંબઈની રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી સુરતમાં કામ થવાનું હતું. મુંબઈમાં સેંકડો હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરનારા ડો. મૂળે સહિતની ટીમ સુરતમાં આવીને ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા. તેનો સીધો મતલબ કે ગુજરાત પાસે આવા કોઈ નિષ્ણાંત અને અનુભવી તબિત ન હોવાથી મુંબઈના મેડિકલ ટૂરીઝમની મદદ લેવી પડી હતી.

10 હાર્ટનું સફળતાપૂર્વક પ્રત્યારોપણ થયા બાદ લંગ્સ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સુરતથી સૌથી વધુ ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે, એટલે સુરતમાં આગામી દિવસોમાં મેડિકલ ટુરિઝમ વધે તેવી પૂરેપૂરી શક્યતા છે. સુરતમાં હવે ફેફસા અને હ્રદયના દાવ વધારે મળે છે. હાથના અંગૂઠા પાસેની નસમાંથી સીધા હાર્ટ સુધી સ્ટેન્ટ પહોંચાડી એન્જિયોપ્લાસ્ટી સુરતમાં કરાઈ હતી.

ભાવનગર પંચકર્મ

કેન્યાનું એક વૃદ્ધ દંપતિ આયુર્વેદના પંચકર્મની સારવાર માટે ભાવનગર આવેલું હતું. 60 વર્ષના મી.કેવીન ગન, 64 વર્ષના મીસીસી કની યોનસેન શાસ્ત્રીનગર ખાતે આવેલ પંચકર્મ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

ગુજરાતમાં મેડિકલ ટુરિઝમ 2015માં પ્રારંભિક તબક્કામાં હતું. દવા ઉદ્યોગની આવકના 25-31% કરવાની અપેક્ષા હતી.  તેમ થઈ શક્યું નથી.

સીઆઈઆઈના અહેવાલ મુજબ તબીબી સારવારનો ખર્ચ ભારતમાં યુરોપિયન અને યુએસના ત્રીજા ભાગ કરતાં ઓછું છે.

વિઝા પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવાની પણ જરૂર છે.

સરકાર 22 વર્ષથી દાવો કરી રહી છે કે, ગુજરાત પાસે આરોગ્‍ય પ્રવાસનના વિકાસ માટે આગવી સૂઝ છે. ગુજરાતનું મુખ્‍ય શહેર અમદાવાદ આરોગ્‍ય પ્રવાસન કે ચિકિત્‍સા માટે ભારતનું એક અદ્દભુત શહેર છે. અમદાવાદ દુનિયાભરના તમામ આરોગ્‍ય પ્રવાસનની હરિફાઇ કરી શકે તેમ છે. વૈશ્વિક સ્તરની શ્રેષ્ઠ આરોગ્‍ય સેવા, પ્રતિક્ષા વગરની સારવાર સેવા અને વાજબી કિંમત દ્વારા અમદાવાદ ભારતનું સૌથી શ્રેષ્‍ઠ આરોગ્‍ય પ્રવાસન ક્ષેત્ર બનવા જઇ રહ્યું છે.

વિશ્વસ્તરીય સુવિધાઓ, સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલો, ઉત્તમ ડોકટરો, પોષણક્ષમ ભાવો અને અન્ય માળખાકીય સુવિધાઓ છે.

ડિસેમ્બર 2006માં બહાર પાડવામાં આવેલી ગુજરાતની ચિકિત્સા મુસાફરી નીતિ બનાવી હતી. દેશમાં 20 ટકાની વૃદ્ધિની સામે તબીબી પ્રવાસીઓમાં 33 ટકાનો વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. પણ તે કરવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ રહ્યાં છે.

વૈકલ્પિક સારવાર નહીં

આધુનિક એલોપેથી જ નહીં પરંતુ યોગ, આયુર્વેદ, હોમિયોપેથી, નેચરોપેથી, એરોમાથેરાપી અને રેકી જેવી વિવિધ યુગો જૂની તબીબી તકનીકો પણ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત અને પ્રેક્ટિસ છે. ગુજરાતમાં આયુર્વેદિક સારવારનું ઘર છે જે એક પ્રાચીન તબીબી વિજ્ઞાન છે જે હજારો વર્ષો પહેલા ભારતમાં વિકસિત થયું હતું. આયુર્વેદિક પદ્ધતિઓમાં મસાજ દ્વારા કુદરતી હર્બલ દવાઓ, ખનિજો, સર્જિકલ તકનીકો,  તેલનો ઉપયોગ શામેલ છે. દુનિયાના વિવિધ દેશોમાં કુલ 178 જાતની સારવાર પદ્ધતિ છે. તેમાં એક પણમાં ગુજરાતની માસ્ટરી નથી. તબીબી સારવાર મેળવવા માટે મુસાફરી કરતા લોકોના ઇતિહાસમાં સૌપ્રથમ નોંધપાત્ર ઘટના ગ્રીક યાત્રાળુઓ ભૂમધ્ય સમુદ્ર પાર કરીને સારોનિક ગલ્ફ પર એપિડૌરિયા ગયા હતા, જે એસ્ક્લેપિયોસના નિવાસસ્થાન, ઉપચારના દેવ છે.

ગુજરાત પાસે જામનગરમાં ભારતની શ્રેષ્ઠ આયુર્વેદિક હોસ્પિટલોમાંની એક છે જે રોગોના ઉપચાર માટે પંચકર્મ અને નિસર્ગોપચારમાં નિષ્ણાત છે. પણ કેરાલા આયુર્વેદિક ટૂરીઝમમાં આગળ છે, ગુજરાતના દર્દીઓ ત્યાં જાય છે. આજકાલ લોકો એરોમાથેરાપી અને નેચરોથેરાપી જેવા કુદરતી ઉપચારો તરફ પણ વધુ ઝુકાવ ધરાવે છે જે ફક્ત ભારત માટે જ છે.

કયા દર્દીઓ આવે છે

કાર્ડિયોલોજી, ઘૂંટણ બદલવા અથવા આર્થ્રોપ્લાસ્ટી, ન્યુરો-સર્જરી, વંધ્યત્વ સારવાર, ઓર્થોપેડિક્સ, આંખની સર્જરી, દાંતની સારવાર અને કોસ્મેટિક સર્જરીમાં વિશેષતા ધરાવતી હોસ્પિટલો છે જે  મેડિકલ હબ મોટાભાગે અમદાવાદ, વડોદરા અને સુરતમાં કેન્દ્રિત થઈ શકે છે.

અમદાવાદ એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ધરાવવાનું ગૌરવ પણ ધરાવે છે. સારી ડેન્ટલ હોસ્પિટલ અને કોલેજ પણ છે.

મેડિકલ ટુરિઝમના ક્ષેત્રમાં પણ ડેન્ટલ ટુરિઝમ મહત્વની ભૂમિકા ભજવે છે. વિદેશમાં દાંતની સારવાર અન્ય તબીબી સારવાર કરતાં વધુ ખર્ચાળ છે. ડેન્ટલ ઈન્સ્યોરન્સ કવરેજ પણ ઘણી જગ્યાએ ઉપલબ્ધ નથી.  ખૂબ ખર્ચાળ બાબત બની જાય છે. એટલા માટે લોકો તેમની સારવાર કરાવવા માટે આપણા દેશમાં આવવાનું પસંદ કરે છે.

2006ની નીતિ નિષ્ફળ

ગુજરાતની પોતાની 2006માં નીતિ બનાવવામાં આવી ત્યારે અમલીકરણ માટે ગુજરાત મેડિકલ ટુરિઝમ કાઉન્સિલની રચના કરવાની હતી. ગુજરાતમાં મેડિસિટી વિકસાવી 2000 બેડની હોસ્પિટલ અને મેડિસિન સ્કૂલ બનવાની હતી. ન બની.

દવા વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી ન હતી. ગુજરાતમાં તબીબી સુવિધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરની મળે એવી મદદ કરી નથી.

આંતરરાષ્ટ્રીય મુસાફરી આયોજનને અનુકૂળ અને ખર્ચ-અસરકારક બનાવવાનું હતું. કોઈ આયોજન નથી. સરકાર વીમા કંપનીઓને આંતરરાષ્ટ્રીય ધોરણના પેકેજો વિકસાવવામાં મદદ કરવાની હતી તે માટે કંઈ ન થયું. જાહેર ભાગીદારી સાથે વિશ્વ કક્ષાની તબીબી સુવિધા આપવાની હતી. મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે હોસ્પિટલની માન્યતા અને સાહસિકો માટે પણ ધોરણો નક્કી કરવાના હતા.

તબીબી સુવિધાઓ જેવી કે, અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોર્પોરેટ સેટઅપ, મેડિક્લેમ અને કેશલેસ સુવિધાઓ, સારી રીતે પ્રશિક્ષિત અને શિક્ષિત સ્ટાફ, નવીનતમ અને સૌથી આધુનિક તકનીકી લિંક-અપ્સ અને લિંક-અપ્સ સાથે સંચારની સરળ અને ઝડપી રીત સહિત અનેક પરિબળોનું સંયોજન કરવાનું હતું.

આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલો તૈયાર કરવાની હતી.

ગુજરાતમાં છેલ્લા કેટલાય વર્ષોથી મેડિકલ ટુરિઝમની વાતો થઈ રહી છે. ગુજરાતમાં બનવાના બદલે અમદાવાદ કંઈખ અંશે મેડિકલ ટૂરિઝમ થઈ રહ્યું છે. તે પણ સરકારની મદદ વગર થઈ રહ્યું છે.

મેડિકલ ટૂરીઝમ ન બની હવે ટેમ્પલ ટૂરિઝમ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022માં ભાજપે સંકલ્પ પત્ર – ચૂંટણી ઢંઢેરામાં મેડિકલ ટૂરિઝમ માટે ગરવી ગુજરાત ટૂરિઝમ યુનિવર્સિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.  100 કરોડના બજેટ સાથે ગુજરાત ટૂરિઝમ માટે ગ્લોબલ માર્કેટિંગ કેમ્પેઇન કરવાનું હતું.

તે તો ન થયું પણ મંદિરોનું ટૂરિઝમ કોરીડોર વિકસાવવા રૂ.1 હજાર કરોડ નાણાં આપી દેવાયા છે.

કેન્દ્રની નીતિનો કોઈ ફાયદો નહીં

કેન્દ્રની મોદી સરકારે 2022માં નીતિનો મુસદ્દો તૈયાર કર્યો હતો. જેનો અમલ થયો નથી. જેમાં યુરોપનાં 11 દેશો, આફ્રિકાના 8 દેશ, ગલ્ફનાં 8 દેશ અને લેટિન અમેરિકાનાં 19 દેશો, સાઉથ ઇસ્ટ એશિયા અને ઇસ્ટ વેસ્ટ એશિયાનાં દેશ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કઝાકિસ્તાન, રશિયા, ઉઝબેકિસ્તાન, તુર્કમેનિસ્તાન, આર્મેનિયા દેશો સામેલ છે.

સુપર-સ્પેશિયાલિટીની માંગ:

કાર્ડિયોલોજી, ન્યુરો-સર્જરી, વંધ્યત્વ સારવાર, ઓર્થોપેડિક્સ, આંખની સર્જરી, દાંતની સારવાર અને કોસ્મેટિક સર્જરી છે.

તબીબી સુવિધાઓમાં કાર્ડિયાક સર્જરી, બાળરોગની સર્જરી, મગજ અને કરોડરજ્જુની સર્જરી, જઠરાંત્રિય શસ્ત્રક્રિયા, કેન્સરગ્રસ્ત ગાંઠો કાપવા માટેની સર્જરી અને ઘૂંટણ અને હિપ રિપ્લેસમેન્ટ જેવી વૈકલ્પિક શસ્ત્રક્રિયાઓનો સમાવેશ થાય છે.

ઓછો ખર્ચ

ભારતમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ, બાયપાસ સર્જરી, ઘૂંટણની સર્જરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ જેવી સર્જરીનો ખર્ચ પશ્ચિમી દેશો કરતાં ઘણો ઓછો છે. 156 દેશોના નાગરિકોને ઈ-મેડિકલ વિઝા આપવામાં આવે છે.

ભારતમાં વંધ્યત્વની સારવારનો ખર્ચ વિકસિત દેશોની સરખામણીએ એક ચતુર્થાંશ જેટલો છે. ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) અને આસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નોલોજી (ART) સેવાઓ જેવી આધુનિક પ્રજનન તકનીકોએ વંધ્યત્વની સારવાર માટે ભારતને પ્રથમ પસંદગી બનાવી છે.

પ્રચાર માટે 25 લાખ રૂપિયા રાજ્ય સરકારો/ચેમ્બર્સ ઓફ કોમર્સ/નેશનલ વેલનેસ અને મેડિકલ એસોસિએશનને આપવામાં આવે છે.

વિદેશ કરતાં સારવાર ખૂબ સસ્તી

જૂલાઈ 2013માં અમદાવાદ ઉપર થયેલા અભ્યાસમાં ગુજરાત પ્રદેશમાં મેડિકલ ટુરિઝમ સુવિધાનો લાભ લેનારા NRI દર્દીઓની સંખ્યામાં વધારો થયો હતો. ગુજરાતમાં મોટાભાગના દર્દીઓ યુએસએ અને યુકેથી આવે છે. ઉપલબ્ધ ડેટા મુજબ ગુજરાતમાં દર વર્ષે 1200થી વધુ દર્દીઓ આવે છે.  તેમાં લગભગ 2% નો વધારો થાય છે. અન્ય દેશોની સરખામણીએ અમદાવાદમાં સરેરાશ ખર્ચ 60% ઓછો છે. કુશળ અને અકુશળ અને ઓછી માળખાકીય સુવિધા ખર્ચ. આ ખર્ચ લાભના પરિણામે સમાન આરોગ્ય સંભાળ સારવાર માટે યુએસ અને વિકાસશીલ દેશોના ખર્ચ કરતાં 90% સુધીનો તફાવત હોય છે. કારણ કે અહીં કર્મચારીઓને સૌથી ઓછો પગાર આપવો પડે છે. માળખાકિય ખર્ચ ઓછો છે.

અમેરિકામાં ખર્ચ

મુંબઈ અને દિલ્હીની સરખામણીમાં શસ્ત્રક્રિયા પછી શ્રેષ્ઠ તબીબી સારવાર અને સસ્તું રહેઠાણ છે.  ભોજન અને મુસાફરીનો ખર્ચ પણ વાજબી છે. છતાં પાછળ છે.

અમેરિકાના લોકો 2019માં પોતાની આવકના 19.3% ખર્ચ આરોય પાછળ કરે છે. આરોગ્ય વીમા કવરેજ વિનાની વ્યક્તિઓની સંખ્યા 2007માં 45.7 મિલિયનથી વધીને 2008માં 46.3 મિલિયન થઈ હતી. 120 મિલિયન લોકો પાસે દાંત વીમો નથી.

અમદાવાદમાં કેટલાક નામાંકિત ડોકટરો છે. ગુજરાત તાજેતરમાં ભારતનું સૌથી ઊભરતું આરોગ્યસંભાળ સ્થળ બન્યું છે. આ ડોકટરો પાસે જટિલ શસ્ત્રક્રિયાઓ કરવાની કુશળતા છે.  મુસાફરીનું અંતર, આવાસની ઓછી કિંમત છે.

ગુજરાતની હોસ્પિટલોમાં શ્રેષ્ઠ સુવિધાઓ હોવાથી ગુજરાતના પડોશી શહેરો અને રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ જેવા પડોશી રાજ્યોના દર્દીઓ માટે તે ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે.

કેટલાક નોંધપાત્ર નામોમાં એપોલો હોસ્પિટલ્સ, ઝાયડસ હોસ્પિટલ, એચસીજી હોસ્પિટલ કે જે કેન્સર કેર માટે પ્રખ્યાત છે, એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, એપિક હોસ્પિટલ્સ અને અન્ય ઘણી સેમી-સ્પેશિયાલિટી અને સિંગલ-સ્પેશિયાલિટી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. સારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી ઘણી ઓછી કિંમતની પોસાય તેવી હોસ્પિટલો આવી છે.

આફ્રિકન ખંડના તબીબી પ્રવાસીઓ ગુજરાત અને ખાસ કરીને અમદાવાદને પસંદ કરી રહ્યા છે. આ દર્દીઓ સામાન્ય રીતે કેન્યા, તાંઝાનિયા, મોઝામ્બિક, દક્ષિણ આફ્રિકા, યુગાન્ડા અને ઇથોપિયાના છે. મધ્ય પૂર્વ અને અન્ય CIS દેશોના દર્દીઓ પણ તેમની તબીબી જરૂરિયાતો માટે ગુજરાત તરફ વળ્યા છે. ઘણા દર્દીઓ હવે વ્યાપક કેન્સર કેર માટે ગુજરાતની પસંદગી કરી રહ્યા છે. કીમોથેરાપી, રેડિયેશન થેરાપી અને સર્જરી સહિત વિવિધ પ્રકારની સારવાર માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે.

ગુજરાતને ભારતની ફાર્મસી કેપિટલ તરીકે ગણવામાં આવે છે. તેથી, દવાઓ સરળતાથી પૂરી થાય છે. જે કંપનીઓનું મુખ્ય મથક ગુજરાતમાં છે તેમાં ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ, ઝાયડસ કેડિલા હેલ્થકેર લિમિટેડ, ઇન્ટાસ ફાર્માસ્યુટિકલ્સ, કેડિલા ફાર્માસ્યુટિકલ્સ, એમનીલ ફાર્માસ્યુટિકલ્સ, એલેમ્બિક ફાર્માસ્યુટિકલ્સ વગેરેનો સમાવેશ થાય છે.

વિશ્વ અને ભારત

મેડિકલ ટુરિઝમના મામલે ભારત વિશ્વમાં 10 સ્થાને છે. પછાત  દેશોના દર્દીઓ પણ ભારતમાં સસ્તી અને ગુણવત્તાયુક્ત સારવાર માટે આવે છે. ભારતમાં સારવારનો ખર્ચ પશ્ચિમી દેશોની તુલનામાં લગભગ 30 ટકા ઓછો છે. ભારત સરકારના ડેટા અનુસાર, થાઈલેન્ડ, મેક્સિકો, યુએસએ, સિંગાપોર, ભારત, બ્રાઝિલ, તુર્કી અને તાઈવાન તબીબી સારવાર માટે દર્દીઓની સંખ્યાના સંદર્ભમાં પ્રથમ પસંદગી છે. ભારતમાં હાર્ટ સર્જરીનો ખર્ચ લગભગ 4 લાખ રૂપિયા છે. જ્યારે થાઈલેન્ડમાં તે 15 લાખ રૂપિયાની આસપાસ છે. અમેરિકામાં તે 80 લાખ રૂપિયાની આસપાસ છે. 2017 અને 2020ની વચ્ચે, બાંગ્લાદેશમાંથી સૌથી વધુ દર્દીઓ સારવાર માટે ભારત આવ્યા હતા. તાજેતરના સરકારી ડેટા અનુસાર, ઈરાક, અફઘાનિસ્તાન અને માલદીવ બીજા સ્થાને છે. ઓમાન, કેન્યા, મ્યાનમાર અને શ્રીલંકાથી આવતા દર્દીઓની સંખ્યા પણ ઘણી વધારે છે.

વિશ્વની 10 સૌથી મોટી મેડિકલ ટુરિઝમ કંપની

આદિત્ય બિરલા હેલ્થ સર્વિસ લિમિટેડ

એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝ લિમિટેડ

એશિયન હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર પ્રા. લિ.

બાર્બાડોસ ફર્ટિલિટી સેન્ટર

બીબી હેલ્થકેર સોલ્યુશન્સ લિ.

ફોર્ટિસ હેલ્થકેર લિમિટેડ.

હેલ્થબેઝ.

કેપીજે હેલ્થકેર બર્હાદ હોસ્પિટલો છે. જેમાં ગુજરાતની એક પણ નથી.

મેડિકલ ટુરિઝમમાં કયો દેશ નંબર 1 છે?

વર્ષ 2020-2021માં 46 દેશોમાં પ્રથમ ક્રમે કેનેડા હતો, ગ્લોબલ ટૂરિઝમ રેન્કિંગ જેનો ઇન્ડેક્સ સ્કોર 76, 47 હતો.

જેમાંથી માત્ર 14 મિલિયન યુએસ નાગરિકો હોય છે. કેનેડા તેની આધુનિક ટેક્નોલોજી અને ગુણવત્તાને કારણે મેડિકલ અને હેલ્થકેર સુવિધાઓના સંદર્ભમાં ખ્યાતિ પ્રાપ્ત કરી છે અને અમેરિકા જેવો વિશાળ દેશ કેનેડાને અડીને આવેલો હોવાથી તેના કારણે મેડિકલ ટુરિઝમને પણ વેગ મળે છે.

દેશો મોખરે

કેનેડા, સિંગાપુર, જાપાન, સ્પેન, યુકે, દુબઈ, કોસ્ટા રિકા, ઈઝરાયેલ, અબુ ધાબી, ભારત આગળ છે.

ભારતના 10 પ્રખ્યાત મેડિકલ ટુરિઝમ સ્પોટ

ચેન્નાઈ, મુંબઈ, નવી દિલ્હી, ગોવા, બેંગલુરુ, અમદાવાદ, કોઈમ્બતુર, વેલ્લોર, એલેપ્પી, હૈદરાબાદ

સરકારી હોસ્પિટલ

ગુજરાતમાં યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર, ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને એમ એન્ડ જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી જેવી પ્રસિદ્ધ હોસ્પિટલોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેના થકી રાજ્યના તેમજ દેશના અન્ય રાજ્યના નાગરિકોને વૈશ્વિક કક્ષાની આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ થઈ રહી છે. હવે, ગુજરાતના રાજકોટમાં AIIMS જેવી અદ્યતન હોસ્પિટલનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યાં નાગરિકોને 750 બેડ સાથે અત્યાધુનિક આરોગ્ય સુવિધાઓનો લાભ મળશે.

રાજ્યમાં એમબીબીએસની બેઠકોમાં 2770 અને પીજીની બેઠકોમાં 590 બેઠકોનો વધારો કરવામાં આવ્યો છે. છેલ્લા 8 વર્ષોમાં રાજ્યમાં 12 નવી મેડિકલ કોલેજોને મંજૂરી આપવામાં આવી છે.

આ ઉપરાંત, રાજયમાં તબીબી શિક્ષણ હસ્તક 6 સરકારી મેડીકલ કોલેજો, 6 શૈક્ષણિક હોસ્પિટલો, 2 સરકારી ડેન્ટલ કોલેજો અને સલંગ્ન હોસ્પિટલો, 1 એમ એન્ડ જે ઇન્સ્ટીટયુટ ઓફ ઓપ્થોલ્મોલોજી, 1 ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટીટયુટ, 5 સરકારી ફીઝીયોથેરાપી કોલેજો, 8 જીએમઇઆરએસ મેડીકલ કોલેજો, 8 જીએમઇઆરએસ હોસ્પિટલો, 3 ગ્રાન્ટ ઇન એઇડ -સુપરસ્પેશ્યાલીટી હોસ્પિટલો (ઇન્સ્ટીટયુટ ઓફ કીડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર, યુ.એન.મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજી અને ગુજરાત કેન્સર અને રીસર્ચ ઇન્સ્ટીટયુટ) તેમજ 8 સરકારી નર્સીંગ કોલેજો કાર્યરત છે.

આમ, રાજ્યમાં કુલ 48 સરકારી સંસ્થાઓ છે. હોસ્પિટલમાં પ્રસૂતિની ટકાવારી આજે 99.5 ટકા પર પહોંચી છે, જેના કારણે માતા-બાળ મૃત્યુ દરમાં ધરખમ ઘટાડો થવા પામ્યો છે. 270 નિઃશુલ્ક ડાયાલિસિસ સેન્ટર છે.

ગુજરાતના દર્દીઓ કેટલાં

2018માં ગુજરાતમાં

72,169 દર્દી કૉમન કૅન્સરના

10,107 હૃદય રોગ

10,601 ચિકનગુનિયા

7,579 ડેન્ગ્યુ

7,29,132 ડાયરિયા

56,390 ટાઇફૉઇડ

22,10,656 શ્વાસોચ્છવાસ

7,325 હિપેટાઇટિસના

5,159  ન્યૂમોનિયા

1,15,802  ટી.બી.

21,327  મલેરિયા

આમ ગુજરાતના 25 લાખ દર્દીઓ છે.

ગુજરાત સરકાર પોતે મેડિકલ સુવિધા આપવામાં નિષ્ફળ છે.

સરકાર

ગુજરાતના 13 જિલ્લામાં સરકારી બ્લડ બેન્કો નથી. અમરેલી, આણંદ, બોટાદ, અરવલ્લી, છોટા ઉદેપુર, દાહોદ, ડાંગ, ગીર, ખેડા, મહીસાગર, નર્મદા, નવસારી, તાપી જિલ્લા છે. ખાનગી બ્લડ બેંક છે. કોલવડામાં 500 કરોડના બજેટથી બનેલા મોડલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આયુર્વેદિક સાયન્સ હેલ્થ કેર સેન્ટરમાં 400 બેડ છે.

સરકારનું ઓછું આરોગ્ય બજેટ, ઓછી અને ખાલી મેડિકલ પોસ્ટ્સ, પીજી સીટો ભરેલી નથી, અત્યંત મોંઘું તબીબી શિક્ષણ, બિનઆરોગ્યપ્રદ સ્પર્ધા, ડોકટરો સામેની હિંસાથી ભયભીત કામનું વાતાવરણ, અપૂરતા કાયદો અને કાનૂની રક્ષણ.

ભારત દર વર્ષે  67000 MBBS સ્નાતકો પેદા કરે છે. 20 હજાર ભારતીય તબીબી વિદ્યાર્થીઓ રશિયા, ચીન, ફિલિપાઇન્સ અને અન્ય દેશોમાંથી વિદેશમાં તેમનું તબીબી શિક્ષણ પૂર્ણ કરીને ભારત પાછા ફરે છે. તેમ છતાં, માત્ર 15% વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ પરીક્ષા પાસ કરે છે, MBBS ડોકટરોની લાયકાત ધરાવતા અને લાઇસન્સ ધરાવતા વાર્ષિક 70 હજાર તબિબો છે.

બ્રુકિંગ્સ ઇન્ડિયાના વિશ્લેષણ અનુસાર ગુજરાતમાં મોટા ભાગના લોકો ખાનગી સ્વાસ્થ્ય સેવા લે છે, સરકારી નહીં. વિશ્લેષણ પ્રમાણે આઉટ-પેશન્ટ કેસમાં કુલ દર્દીઓના 84.9% દર્દીઓ ખાનગી સ્વાસ્થ્ય સેવાનો લાભ લે છે. જ્યારે ઇન-પેશન્ટ કેસમાં કુલ દર્દીઓના 73.8% દર્દીઓ ખાનગી સ્વાસ્થ્ય સેવાઓ લે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેનશનના દિશાનિર્દેશ પ્રમાણે દર હજારની વસતિએ 1 ડૉક્ટર હોય એ સ્વાસ્થ્ય સેવા ક્ષેત્રે ઇચ્છનીય છે ,ડાઉન ટુ અર્થ મેગેઝિનના આંકડા પ્રમાણે ગુજરાતમાં 11,475 લોકો સામે 1 સરકારી એલોપેથિક ડૉક્ટર છે. ગુજરાત આ યાદીમાં 28મા ક્રમે છે. નોંધનીય છે કે આ બાબતે રાષ્ટ્રીય સરેરાશ દર 11,097 લોકોની સામે 1 સરકારી એલોપેથિક ડૉક્ટરનો છે. દેશના કુલ ડૉક્ટરોની સંખ્યામાંથી માત્ર 5.77% ડૉક્ટરો જ ગુજરાતમાં છે. આ અહેવાલ મુજબ દેશમાં કુલ 11 લાખ નોંધાયેલા ડૉક્ટરો પ્રેક્ટિસ કરી રહ્યા છે. જે પૈકી ગુજરાતમાં માત્ર 66,994 ડૉક્ટરો જ છે. 20 રાજ્યોની યાદીમાં ગુજરાત પ્રતિ વ્યક્તિ 1239 રૂ.ના ખર્ચ સાથે 7મા ક્રમે છે. ગુજરાતમાં માત્ર ડૉક્ટરોની જ અછત છે એવું નથી, પરંતુ રાજ્યમાં હેલ્થ વર્કર અને હેલ્થ આસિસ્ટન્ટની સંખ્યા પણ ઘણી ઓછી છે.

ગુજરા ત સરકાર પોતે નિષ્ફળ હોય તેમ મેડિકલ એસોસિએશને ગામાં તબિબોને લઈ જવાનું કામ શરૂ કરવું પડ્યું છે.  કોરોનામાં દેશનાં 23% મોત ગુજરાતમાં થયા હતા. ગુજરાતનાં 75% અમદાવાદ, સૌરાષ્ટ્ર ને સુરતમાં  બીજા તબક્કાની શરૂઆતમાં થયા હતા.

ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાઁવ ચલે” પ્રોજેક્ટ ગાંધીનગર જિલ્લાના સરઢવથી સરઢવ ગામ ખાતે રેવાબાઇ હોસ્પિટલથી રિ-લોન્ચ કરાયો હતો. ગામડામાં ર્ડાકટર જતાં નથી, તેવી ફરિયાદના કારણે એસોશિએશન દ્વારા ’ ચલો ગાવ ચલે ’ કાર્યક્રમ અમલી બનાવવામાં આવ્યો છે.

મેડિકલ ટુરિઝમમાં ગુજરાત દેશનું હબ બની રહ્યું છે. આરોગ્ય ક્ષેત્રમાં ગુજરાત દેશનું મોડલ સ્ટેટ ગણાય છે. એવું વારંવાર કહેવામાં આવે છે. તે સાવ સાચું થી.

ગુજરાતમાં આજે પ્રતિ વર્ષ 6350 ડોક્ટર્સ તૈયાર થઈ રહ્યા છે. નજીકના ભવિષ્યમાં નવી મેડિકલ કોલેજોનું નિર્માણ થતા આ આંકડો પ્રતિવર્ષ 7 હજાર પર પહોંચશે.

આઇ.એમ.એના પૂર્વ પ્રમુખ ર્ડા. કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ર્ડાકટરો ગામડે જતાં નથી અને 90 ટકા જેટલી મેડિકલ કોલેજો શહેરોમાં હતી. 300 મેડિકલ કોલેજો ગ્રામ્ય વિસ્તારોમાં છે.

ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના મંત્રી ર્ડા. અનિલ નાયકે જણાવ્યું હતું કે, એસોશિએશનમાં સમગ્ર દેશના 4 લાખ 50 હજાર ર્ડાકટરો સભ્ય છે.

વર્ષ 2003થી 2022 સુધી વિદેશી પ્રવાસીઓની સંખ્યા લાખમાં છે.

વર્ષ            વિદેશી પ્રવાસી

2003-04      – 0.65

2004-05      – 0.60

2005-06      –       1.74

2006-07      –       2.07

2007-08      –       2.29

2008-09      –       2.95

2009-10       –       3.10

2010-11        –       3.95

2011-12        –       4.60

2012-13       –       5.17

2013-14       –       5.66

2014-15       –       6.33

2015-16       –       7.33

2016-17       –       9.24

2017-18       –       10.61

2018-19       –       12.35

2019-20       –       13.19

2020-21       –       0.05

2021-22       –       2.17

કુલ     16.35 લાખ

કેરલમાં ગુજરાત પહેલા મેડિકલ પાર્ક બની જશે,
https://allgujaratnews.in/gj/government-to-set-up-medical-devices-park-in-kerala/

રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટીની રચના કરવાની આખરે સરકારની તૈયારી
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%af%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf/

6300 બેઠક ગુજરાતમાં 37 મેડિકલ કોલેજ થઈ જશે, વધું મંજૂરી આપી
https://allgujaratnews.in/gj/6300-%e0%aa%ac%e0%ab%87%e0%aa%a0%e0%aa%95-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-37-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8b/

શંકર ચૌધરીની મેડિકલ કોલેજ ગૌચરની જમીન પર કેમ બની? હાઈકોર્ટ સમક્ષ હાજર થવા આદેશ
https://allgujaratnews.in/gj/%e0%aa%b6%e0%aa%82%e0%aa%95%e0%aa%b0-%e0%aa%9a%e0%ab%8c%e0%aa%a7%e0%aa%b0%e0%ab%80%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87/

ગુજરાતને 5 સરકારી મેડિકલ કોલેજો ન મળી, ડોનેસન લેતી કોલેજ મળી
https://allgujaratnews.in/gj/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%aa%a8%e0%ab%87-5-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%95/

300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે
https://allgujaratnews.in/gj/approval-of-3-medical-colleges-with-300-seats-will-cost-rs-975-crore/

રાજ્યમાં વધુ નવી મેડિકલ કોલેજોની દરખાસ્ત પણ 40 ટકા પ્રોફેસરો નથી
https://allgujaratnews.in/gj/%e0%aa%b0%e0%aa%be%e0%aa%9c%e0%ab%8d%e0%aa%af%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%b5%e0%aa%a7%e0%ab%81-%e0%aa%a8%e0%aa%b5%e0%ab%80-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%95/

મેડિકલ સ્ટોરને લાયસન્સ ભાડે આપી અન્ય નોકરી કરતા 3000 ફાર્માસીસ્ટ્સને ચેતવણી
https://allgujaratnews.in/gj/%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%8b%e0%aa%b0%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%be%e0%aa%af%e0%aa%b8%e0%aa%a8%e0%ab%8d%e0%aa%b8-%e0%aa%ad/

બી જે મેડિકલ કોલેજ પાસે મચ્છરોનો ઉપદ્રવ દૂર કરવા જંતુનાશક દવાઓ અને ફોગીંગ મશીન જ નથી!
https://allgujaratnews.in/gj/%e0%aa%ac%e0%ab%80-%e0%aa%9c%e0%ab%87-%e0%aa%ae%e0%ab%87%e0%aa%a1%e0%aa%bf%e0%aa%95%e0%aa%b2-%e0%aa%95%e0%ab%8b%e0%aa%b2%e0%ab%87%e0%aa%9c-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%87-%e0%aa%ae%e0%aa%9a/

ગુજરાતમાં 4 વર્ષમાં 1050 અંગોનું દાન, 3409ને નવજીવન, અંગદાન ન મળતાં 30 હજારના મોત
https://allgujaratnews.in/gj/1050-organs-donated-in-4-years-in-gujarat-3409-got-new-life-30-thousand-people-died-due-to-non-donation/

કેન્સરના કારણે 22 વર્ષથી ગુજરાતના બાદરપુરા ગામે તમાકુ છોડ્યું, ખેતી અને વેપાર છોડ્યા
https://allgujaratnews.in/gj/for-22-years-due-to-cancer-badarpura-village-in-gujarat-banned-tobacco-farming-and-trade/

મોદીની બોદી વાણી : મોદીની મોટી વાતો અને ગુજરાતની વાસ્તવિકતા અલગ
https://allgujaratnews.in/gj/modis-hollow-speech-modis-big-talk-and-gujarats-reality-are-different/

ખીરસરા પાસે જીઆઈડીસી બની, મેડિકલ ડિવાઈ માટે પાર્ક બનશે
https://allgujaratnews.in/gj/%e0%aa%96%e0%ab%80%e0%aa%b0%e0%aa%b8%e0%aa%b0%e0%aa%be-%e0%aa%aa%e0%aa%be%e0%aa%b8%e0%ab%87-%e0%aa%9c%e0%ab%80%e0%aa%86%e0%aa%88%e0%aa%a1%e0%ab%80%e0%aa%b8%e0%ab%80-%e0%aa%ac%e0%aa%a8%e0%ab%80/