[:gj]300 બેઠકો સાથે 3 મેડિકલ કોલેજોને મંજૂરી, 975 કરોડનું ખર્ચ કરાશે [:]

Approval of 3 medical colleges with 300 seats, will cost Rs 975 crore

[:gj]

  • રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર જિલ્લાઓમાં નવી મેડીકલ કોલેજો શરૂ કરાશે
  • મેડીકલ કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડના ખર્ચે હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન અને મેડીકલ કોલેજ સ્થપાશે
  • ૩ કોલેજો માટે કેન્દ્ર સરકારના ૫૮૫ કરોડ અને રાજ્ય સરકારના ૩૯૦ કરોડ મળી રૂ.૯૭૫ કરોડનો ખર્ચ કરાશે
  • હયાત હોસ્પિટલોને એમ.સી.આઇ. ના નોર્મ્સ મુજબ પ્રથમ તબક્કે ૩૦૦ બેડની હોસ્પિટલ ઉપલબ્ધ થશે : દર્દીઓને આધુનિક સારવાર સત્વરે પ્રાપ્ત થશે

કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા દેશના ૭૫ જિલ્લાઓમાં કે જ્યાં મેડીકલ કોલેજો નથી તે માટે દરખાસ્તો મંગાવાઇ હતી તેમાં ગુજરાતના ૫ જિલ્લાઓની પસંદગી થઇ છે. તે પૈકી રાજ્યના નર્મદા, નવસારી અને પોરબંદર ખાતે નવી મેડીકલ કોલેજો સ્થાપવા માટે રાજય સરકારની દરખાસ્તને કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે.
રાજ્યના દાહોદ જિલ્લામાં મેડીકલ કોલેજ કાર્યરત છે હવે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે નવી મેડીકલ કોલેજ થતાં આદિવાસી નાગરિકો તથા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવતાં લાખો પ્રવાસીઓને ત્વરીત સારવાર મળી રહેશે.

કોલેજ દીઠ રૂ.૩૨૫ કરોડ ખર્ચ થશે. જેમાં ભારત સરકારના ૬૦ % લેખે રૂ.૧૯૫ કરોડ તથા રાજ્ય સરકારના ૪૦ % લેખે રૂ.૧૩૫ કરોડ મળી કુલ-૩ કોલેજો રૂ.૯૭૫ કરોડના ખર્ચે ગુજરાતમાં સ્થપાશે. હયાત હોસ્પિટલોનું અપગ્રેડેશન કરીને ખૂટતા સાધનો તથા મેડીકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારાધોરણ મુજબની સગવડો ઉપલબ્ધ કરાવીને પ્રથમ તબક્કે ૩૦૦ બેડની અને કોલેજ પૂર્ણ થતાં ૫૦૦ બેડની સુવિધાવાળી હોસ્પિટલોનું પણ નિર્માણ થશે. આ કોલેજોમાં પ્રથમ વર્ષે ૧૦૦ બેઠકો પર પ્રવેશ અપાશે. હયાત હોસ્પિટલોના માળખા-વ્યવસ્થાનો ઉપયોગ કરીને કેન્દ્ર સરકારના ધારાધોરણ મુજબ સૈધ્ધાંતિક મંજૂરી મળી છે.

રાજ્યનાં ૩૩ જિલ્લાઓ પૈકી ૧૯ જિલ્લાઓમાં કુલ-૨૯ મેડીકલ કોલેજો કાર્યરત છે. રાજ્યમાં આ ૩૦૦ બેઠકોનો વધારો થતાં હવે અંદાજીત ૫૮૦૦ થી વધુ બેઠકો તબીબી શિક્ષણ માટે ઉપલબ્ધ થશે. તેમ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યુ હતું.[:]