સુરત શહેરની 52 વર્ષની દાદી નીરૂ રસ્તોગીએ અમેરિકા ફિલિપાઇન્સ જેવા 38 દેશોની દાદીઓને હરાવીને ગ્રાન્ડ મા ગ્લોબલ યુનિવર્સનો ખિતાબ જીત્યો છે. બે દીકરીઓની માતા અને એક પૌત્રીની નાની નિરુ છે. 21 જાન્યુઆરીએ યુરોપના બલ્ગેરિયામાં આવેલા સોફિયા શહેરમાં યુનિવર્સ કાઉનિંગ સ્પર્ધા યોજાઇ હતી.
નીરુ માટે આ ઉપલબ્ધિ પહેલા પાંચ સર્જરી કરાવી છે. એક વર્ષ માટે ડોક્ટરે કોઈપણ કામ કરવાની ના પાડી હતી. સાથે સાથે ડોક્ટરે ડાન્સથી લઈ કંઈપણ વર્કઆઉટ કરવાની ના પાડી હતી. તેમ છતાં જીમ, એરોબિક્સ અને ડાન્સ ત્રણેય વસ્તુઓ બેડ રેસ્ટ પછી શરૂ કરી હતી. સુગર અને થાઈરોઈડ સાથે પણ ૫૯ કિલો વજન મેઈન્ટેઈન રાખ્યુ હતુ.
નીરુ રસ્તોગીએ નેશનલ કોસ્ચ્યુમમાં ભારતમાતાની વેશભૂષા ધારણ કરી હતી, જ્યારે ટેલેન્ટ રાઉન્ડમાં ગણેશ વંદના કરી સ્પર્ધામાં હાજર હજારો દર્શકોના દિલ જીતી લીધા હતા. સુંદરતા અને ટેલેન્ટના કારણે તેઓ ત્યાં હાજર દર્શકોના દિલ જીતી લીધા હતા. અને ગ્રાન્ડમાં ગ્લોબલ યુનિવર્સ 2020નો ખિતાબ જીત્યો હતો.
અગાઉ તેઓ માર્ચ 2018માં યોજાયેલી ગેલેક્સી ક્વીન ગુજરાત 2028 સ્પર્ધામાં ફર્સ્ટ રનર-અપ થવાની સાથે જ આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીની સફર શરૂ કરી હતી. જાન્યુઆરી 2020માં યોજાયેલી મીસીસ ક્લાસિક ગેલેક્સી ઇન્ડિયા 2019માં વિજેતા થઇ હતી. દેશનું નામ રોશન કરવા માટે હંમેશા પોતાની સાથે રાષ્ટ્રધ્વજ રાખતા હતા.