[:gj]મેટ્રો ન ચાલી, લગ્ન, પ્રિવેડિંગ કે બર્થડે પાર્ટી માટે કોચ ભાડે અપાશે [:]

[:gj]અમદાવાદ શહેરમાં  મેટ્રો ટ્રેનના કોચ બર્થ ડે સહિતના પ્રસંગોએ ભાડે આપવાની સક્રિય વિચારણા કરવામાં આવી રહી છે. મુસાફરો મળતા ન હોવાથી કમાણી કરવા માટે આ નવો વિચાર કરાયો છે. ચાલુ ટ્રેને જન્મ દિવસની ઉજવણી કરી શકાશે તે માટે ખાસ અલાયદો કોચ રાખી શકાય તેમ છે. લગ્ન કે પ્રિ વેડીંગ શુટીંગ માટે ડબ્બાઓ ભાડે આપવાની વિચારણા ચાલી રહી છે. આ માટે એક કોચનું ભાડુ રૂ.50 હજારથી 1 લાખ હોઈ શકે છે. આ અંગે સત્તાવાર કોઈ માહિતી મળી નથી.[:]