ગાંધીનગર, 05 ફેબ્રુઆરી 2020
ગુજરાતના દરેક નાગરિકમાં શાકાહાર અને અહિંસા પ્રસરેલી છે. જેનો એક અહેવાલ દેન્દ્ર સરકારે જાહેર કર્યો છે તેમાં ખ્યાલ આવે છે. આ બન્ને સિધાંતો ગાંધીજી, જૈન, વૈષ્ણ અને સ્વામિનારાયણ સંપ્રદાયથી પહેલાથી જ અપનાવેલા છે. જે ગુજરાતના 6.50 કરોડ લોકોએ છોડ્યા નથી. ગુજરાત આજે પણ ઈંડાહારી નથી પહેલા પણ ન હતું.
ઈંડાના ઉત્પાદનનો વિકાસ દર રાજસ્થાનનો 14.2 ટકા છે અને ગુજરાતનો સૌથી છેલ્લો 3.8 ટકા વિકાસ દર છે. કેરાલા, ગુજરાત, મહારાષ્ટ્ર રાજ્યોનો ઈંડા પેદા કરવાનો વિકાસ દર સાવ ઓછો છે. જેમાં ગુજરાત પહેલાં ઈંડા ખાવાનું પ્રમાણ ધરાવતું હતું હવે તે પ્રમાણ 15 મહત્વના રાજ્યોમાં 14માં સ્થાન પર ટકી રહ્યું છે.
વિકાસ દરમાં ગુજરાત અને રાજસ્થાન પાછળ
ઈંડાના ઉત્પાદનમાં સમગ્ર દેશમાં ગુજરાતનો હિસ્સો માંડ 1.8 ટકા છે. રાજસ્થાનનો હિસ્સો 1.6 ટકા છે. આંધ્ર પ્રદેશ દેશમાં સૌથી 19.1 વધું ઈંડા પેદા કરે છે. ત્યાર બાદ તમિલનાડુ, તેલંગણા, પશ્ચિમ બંગાળ, હરિયાણા છે.
માથાદીઠ ઈંડા
ગુજરાતમાં માથા દીઠ 29 ઈંડાં વર્ષે પેદા થાય છે. રાજસ્થાનમાં 22 અને ઉત્તર પ્રદેશમાં 12 ઈંડા વ્યક્તિ દીઠ સરેરાશ ઉત્પન્ન થાય છે. સૌથી વધું આંધ્ર પ્રદેશમાં 372 ઈંડા માથા દીઠ છે. ત્યાં સરેરાશ દરેક વ્યક્તિ રોજ એક ઈંડું ખાય છે. ગુજરાતમાં મહિનામાં 2 ઈંડાનું ઉત્પાદન છે. તમીલનાડુ દેશમાં ઈંડા ખાવામાં બીજા નંબરનું રાજ્ય છે.
જોકે ગુજરાતમાં ઈંડાનું ઉત્પાદન તો સતત વધી જ રહ્યું છે. 200 કરોડ ઈંડા પેદા થાય છે. પણ આંધ્ર પ્રદેશમાં 2013-14 પછીથી 2018-19 સુધીમાં ઈંડાનો વપરાશ 1300 કરોડથી સીધો 2 હજાર કરોડ ઈંડા વર્ષે ખવાઈ જાય છે. રાજસ્થાન અને છત્તીશ ગઢમાં ગુજરાત કરતાં ઓછા ઈંડા પેદા થાય છે. ઈંડા ખાવામાં દક્ષિણ ભારત આગળ છે.
87.33 ટકા ઈંડા સુધારેલી જાતની મરઘીના હોય છે. જ્યારે 11.52 ટકા દેશી મરઘીના ઈંડા છે. 1 ટકો બતકના ઈંડા ખવાય છે.