કેબિનેટ દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થામાં 4% વધારો, હોળીની ભેટને મંજૂરી
કેન્દ્રીય કર્મચારીઓને સરકાર તરફથી હોળીની મોટી ભેટ મળી છે. કેન્દ્રીય કેબિનેટે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાને મંજૂરી આપી છે. કર્મચારીઓની આ વધેલી મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી, 2020 થી અમલમાં આવશે, જે બાકી રકમ ચૂકવવામાં આવશે.
વર્ષમાં બે વાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે. જાન્યુઆરીથી જૂન અને પછી જુલાઈથી ડિસેમ્બર સુધીમાં ઇન્ડેક્સ ડેટાના આધારે ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે ડીએમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કેન્દ્રીય કર્મચારીઓને મોંઘવારી ભથ્થું 17 ટકા મળતું હતું, જે હવે વધીને 21% થઈ જશે.
ગુજરાતની પ્રજાની તિજોરી પર રૂ.1100 કરોડ ખંખેરી લેવામાં આવશે
ગુજરાત સરકારના કર્મચારીઓને જુલાઈ 2019થી કર્મચારીઓને 17 ટકા DA મળી રહ્યું છે. હવે વધારો કરવો પડશે જેથી કેન્દ્રની જેમ ગુજરાતમાં 9 લાખ કર્મચારીઓને હવે 21 ટકા મોંઘવારી ભથ્થું થતાં રૂ.1100 કરોડ પ્રજાની તિજોરીમાંથી આપવામાં આવશે. પણ લોકોતો મોંઘવારીથી પીડાય છે. ખાનગી કંપનીઓમાં કામ કરતાં 50 લાખ લોકોને વર્ષે 8 ટકા પગાર વધારો કે મોંઘવારી ભથ્થા આપવામાં આવતાં નથી.
2 જાન્યુઆરી 2020માં સરકારી કર્મચારીઓ અને પેન્શનરોનાં મોંઘવારી ભથ્થાંમાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. ગુજરાતના નવ લાખથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મળે છે. વધારો 1 જુલાઈ, 2019થી લાગુ કરીને 5.11 લાખ કર્મચારીઓ અને 4.5 લાખ પેન્શનરોને આપવામાં આવે છે.
અગાઉ 29 જૂન 2019ના રોજ રાજ્ય સરકારના કર્મચારીના મોંઘવારી ભથ્થામાં 3 ટકા વધારો કરાયો હતો. ગુજરાતની પ્રજાની તિજોરી ઉપર અંદાજે 1,071 કરોડનો બોજો પડ્યો હતો. ગુજરાત સરકારના 9 લાખ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું ત્રણ ટકા વધારીને 15 ટકા સુધી થયું હતું. રાજ્ય સરકારના 2,06,447 પંચાયત વિભાગના 2,25,083, અન્ય કર્મચારીઓ 79,599 અને 4,50,509 પેન્શનરો મળી, અંદાજીત કુલ 9,61,638 અધિકારીઓ/કર્મચારીઓ અને પેન્શનરોને રાજ્ય સરકારે સાતમાં નાણા પંચનો જંગી પગાર આપવામાં આવે છે.