- કેન્દ્ર સરકાર કરાક કરવા જઈ રીહ છે તેમાં અમેરિકા દ્વારા ભારતના ખેડૂતો પર થનારા દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા ગુજરાત ખેડૂત એકતા મંચ અને રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે.
- જૂનાગઢમાં સોમવારે રૂપરેખા નક્કી કરાશે – સાગર રબારી
અમદાવાદ, 16 ફેબ્રુઆરી 2020
ગુજરાતના ખેડૂત આગેવાન સાગર રબારીનું માનવું છે કે સૂચિત ભારત-યુએસ વેપાર કરાર એ મોદી સરકારનું ખેડૂત વિરોધી પગલું હશે. ગુજરાતમાં ખેડૂતો ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કરશે. કઈ રીતે વિરોધ કરવો તે સોમવાર 17 ફેબ્રુઆરી 2020ના દિવસે જૂનાગઢમાં ખેડૂતોની એક બેઠક છે તેમાં વિરોધનું સ્વરૂપ નક્કી કરાશે. ગુજરાતના ખેડૂતો વિરોધ તો કરશે જ પણ કઈ રીતે કરવો જે હવે નક્કી કરાશે. તેમ ગુજરાત ખેડૂત એકતા મંચના પ્રમુખ સાગર રબારીએ જણાવ્યું હતું.
ટ્રમ્પથી ખેડૂતો ડરી ગયા
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવે ત્યારે ફેબ્રુઆરીમાં અનેક વેપાર કરારો પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. ભારતના ખેડૂતોને ડર છે કે યુએસ તેના કૃષિ ક્ષેત્રને સુરક્ષિત રાખવા માટે કૃષિ ઉત્પાદનોના નિકાસ માટે નવા બજારો શોધી રહ્યું છે, ખેતીના વેપાર કરાર તેના માટે ટોચ પર છે.
આ દહેશતનું કારણ ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વાટાઘાટો છે, જેમાં કૃષિ ક્ષેત્રમાં કરાર અંગે વાત કરવામાં આવી રહી છે. 13 નવેમ્બર 2019 ના રોજ, ભારતના વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલ અને યુએસના વેપાર પ્રતિનિધિ રોબર્ટ લાઇટાઇઝર વચ્ચે એક બેઠક મળી હતી, જેમાં શરૂઆતમાં વેપાર કરાર અંગે ચર્ચા કરવામાં આવી હતી.
નવેમ્બરથી ખેતી વિરોધની તૈયારી
નવેમ્બર 2019ના ત્રીજા અઠવાડિયામાં, યુ.એસ. વ્યાપાર પ્રતિનિધિ મંડળ ભારતની મુલાકાતે આવ્યું હતું, જે દરમિયાન ભારત-યુએસ વેપાર સમજૂતી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જો આ વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવે છે, તો પછી અમેરિકામાં ખેડૂતોએ પેદા કરેલી દૂધની બનાવટો, સફરજન, અખરોટ, બદામ, સોયાબીન, ઘઉં, મકાઈ, મરઘા ઉત્પાદનો ખૂબ ઓછા વેરા સાથે ભારતમાં આયાત કરવામાં આવશે, જેના ગંભીર પરિણામો ભારતના ખેડુતો પર પડશે.
કેન્દ્ર સરકારને ખેડૂતોના દુષ્પ્રભાવો અંગે ચેતવણી આપવા રાષ્ટ્રીય ખેડૂત સંઘ 17 ફેબ્રુઆરીએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન કરશે. 17 ફેબ્રુઆરીએ 200 થી વધુ જિલ્લા મથકના સરકારી અધિકારીને વડા પ્રધાનને પહોંચાડવા એક નિવેદન આપવામાં આવશે.
અમેરિકા ભારતમાં મોટા બજારની શોધી રહ્યું છે
રાષ્ટ્રીય ખેડૂત ફેડરેશનના રાષ્ટ્રીય કન્વીનર શિવકુમાર કાકાજી કહે છે કે અમેરિકા અને ચીન વચ્ચેના વેપાર યુદ્ધ અને અમેરિકામાં વધતા કૃષિ ઉત્પાદન અને ઘટતા કૃષિ નિકાસને કારણે અમેરિકાના ખેડૂતો અને કૃષિ કંપનીઓ આર્થિક મુશ્કેલી સામનો કરી રહ્યાં છે. અમેરિકાની ખેતીનો વિકાસ નિકાસ પર આધારિત છે.
યુએસની કૃષિ નિકાસ 2018 માં 1% વધીને 140 અબજ ડોલર થઈ છે, બીજી તરફ, યુએસ કૃષિ આયાત 6% વધીને 129 અબજ ડોલર થઈ છે. આમ, કૃષિ ક્ષેત્રમાં યુ.એસ. નો વેપાર નફો માત્ર 11 અબજ ડોલર હતો, જે છેલ્લા 14 વર્ષમાં સૌથી નીચો છે. યુ.એસ. કૃષિ નિકાસ ઘટાડાને કારણે ઘરેલું બજારમાં કૃષિ પેદાશોની કિંમતોમાં ઘટાડો થયો છે. હવે અમેરિકા નવા બજારની શોધમાં છે.
ભારતે કૃષિ સબસિડી ઘટાડી ટ્રમ્પે વધારી
ભારતમાં મોટાભાગના ખેડુતો તેમની કિંમતો કરતાં ઓછા ભાવે વેચવા મજબૂર છે, જેનો અર્થ નકારાત્મક સબસિડી છે, જેના પરિણામે ખેડૂતો પરનું દેવું વધી રહ્યું છે અને ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. એક તરફ, કેન્દ્રની મોદી સરકાર 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની વાત કરે છે, તો બીજી તરફ યુ.એસ. સાથે વેપાર કરારની વાટાઘાટો કરીને અમેરિકાના ખેડૂતોના ફાયદામાં કરાર કરશે તો તેના માઠા પરિણામ ભારતીય ખેડૂતોને ભોગવવા પડશે.
સાગર રબારી કહે છે કે, અમેરિકા કૃષિ સબસીડી વધારી રહ્યું છે. મનમોહન સીંગ સહી કરતાં ન હતા, તે હાલની સરકારે કરાર કરી લીધા છે. નિકાસ પ્રોત્સાહન અમેરિકા આપી રહ્યું છે તે બંધ કરવાના હતા. જેનો આગ્રહ 10 વર્ષ સુધી મનમોહન સીંગે રાખીને સહી કરી ન હતી. હવે મોદીએ તેના પર સહી કરીને આગળના કરાર કરે તેવી શક્યતા છે.
ઓબામાથી શરૂઆત, ટ્રમ્પ અંત લાવશે
ઓબામાએ મોદી પાસે આયાત નિકાસ પર કરાર પર સહી કરાવી હતી. તેથી ખેતીના ભાવ ઘટી રહ્યાં છે. અમેરિકાના વેપારીઓ ભારતમાં તેના કૃષિ પેદાશ વેચાણ વધારી રહ્યાં છે. તેથી ભારતમાં ભાવ ઘટી રહ્યાં છે. તેલેબિયા અને કપાસની આવક વધી રહી છે વેપારની પુરાંત ઘટી રહી છે. ફી ટ્રેડ એગ્રીમેન્ટ બે દેશો સાથે કરાર કરશે.
અમેરિકાના ખેડૂતોનો સસ્તો માલ આવશે
નવેમ્બર મહિનાથી વાટાઘાટ થઈ રહી છે. જો તે સાકાર થાય તો આયાત ડ્યૂટી પરનો અધિકાર જતો રહશે. દૂધ, સોયા, રૂ, સસ્તા આયાત થશે. પશુપાલનને મોટી અસર પડશે. નાના ઔદ્યોગિક યુનીટોને અસર થશે. ડબલ્યુટીઓ સહી ન કરવા માટે ભારતે આગેવાની લીઘી હતી. ભારત તેમાંથી ખસી ગયું છે. તેમ સાગર રબારીએ જણાવ્યું હતું.
ભારતના 1 રૂપિયા સામે અમેરિકાના 1 લાખ રૂપિયા
ભારત સરકાર ખેતીવાડી માટે 1 રૂપીયાનુ મૂડીરોકાણ કરે તેની સામે અમેરિકાની સરકાર એની ખેતીવાડી માટે 1,00,000 (એક લાખ) રૂપીયાનુ મૂડીરોકાણ કરે છે. હવે નરેન્દ્ર મોદી પોતે ટ્રમ્પ સાથે કરાર કરીને ભારતના ખેડૂતને અમેરિકાના ખેડૂત સામે હરીફાઈ કરવાનું કહે છે. પરિણામે વધારે આપઘાત અને બેકારી આવશે.
ચીનમાં ફસાયા, ભારતને ભેરવશે
ચીન સાથે હરીફાઈ કરવા જતા ટ્રેમ્પ ફસાયેલા છે, ચીન દાદ દેતું નથી, ભારત સાથે વેપારમાં નફો કરે તો જ એમના ઘર-આંગણે ધંધા અને રોજગાર જળવાઈ રહે એમ છે. થોડા ધમ-પછાડા કર્યા, કેટલીક નિકાસો ઉપર એમણે ડ્યુટી લાદી જોઈ છતાં વેપાર નફામા ફેરવતો નથી એટલે ભારત સાથે “ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ” (મુક્ત વ્યાપાર કરાર) કરવાના ઈરાદાથી આવી રહ્યા છે, ભારત સરકાર પણ દબાણમાં આવીને કરાર પર સહી કરવા માટે લગભગ તૈયાર બેઠી છે. ગયા નેવેમ્બર મહિનાથી ભારતના વાણિજ્ય મંત્રી વાટાઘાટો કરી રહ્યા છે.
આ કરારની સહુથી માઠી અસર કોઈને થશે તો ભારતના ખેડૂતો, પશુ-પાલકો, ડેરી ઉદ્યોગ અને જીઆઈડીસીના નાના ઉદ્યોગોને. આરસીઇપીના ગાળિયામાંથી સાથે મળી, લડીને માંડ છૂટ્યા ત્યાં અમેરિકાનો ગાળિયો આવ્યો છે. લોકોને ખબર જ નથી કે એ ગુલામીનું ફરી એક વખત ઝાંસીની હારમાં જે રીતે અંગ્રેજોનું સ્વાગત આપણે કર્યું હતું તેવું જ ટ્રમ્પ માટે ગુજરાત કરી રહ્યું છે. વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયામ ખૂલ્લું મૂકવા જે શોર થઈ રહ્યો છે, તેની પાછનું રહસ્ય આ કરારો છે. સ્ટેડિયમના અવાજમાં ખરી હકીકત દબાઈ રહી છે. તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.