ઉભરતી કલાકાર
અમદાવાદ, 24 સપ્ટેમ્બર 2020
અમદાવાદની છોકરી હેલીની ગુજરાતની ફિચર ફિલ્મ કાચુફૂલ રિલિઝ થનારી છે. જેનું ડબિંગ હાલમાં જ પૂર્ણ થયું છે. બીજી ગુજરાતી ફિલ્મોમાં રોલ મળ્યો છે. જે હવે પછી રજૂ થશે.
ઘરના જ ઓટલા પર નાના મોટાં, છોકરા-છોકરી બધા જ રમતા હતા. સામાન્ય રીતે તનદોર્ષ આનંદ આપતી બદામ સાત, નેપોલીઅન, ચારસો વીસ, કાચુફૂલ જેવી ગુંજીફાની કલાકો સુધી રમતો રમતાં બાળકો હવે જોવા મળતા નથી. ઈના, મીના, ડીકા, ટીકા રમતા હોય અને ઝીકા પણ રમવા બેસી જાય. નેપોલીઅન રમતો હવે વિડિયો ગેમમાં ફેરવાઈ ગઈ છે. હેલી આવું બધું વર્ષોથી યાદ આપાવી રહી છે. તે પણ નાના પડદા પર. હવે તે મોટા પડદા પર આવી રહી છે. તેમાં પણ શું બાળકોની રમતોની જ વાર્તા છે કે બીજું કઈ ?
હેલી પંડ્યા
નાનપણ 7-8 વર્ષથી જ અભિયનો શોખ ધરાવતી હતી. કલાકાર હેલી પંડયા અભિયનના ઓજસ પાથરીને એક ઉભરતાં કલાકાર તરીકે આકર્ષણનું કેન્દ્ર બની છે.
હેલી પંડ્યા બાળ કલાકાર તરીકે નાટકો તેમજ દૂરદર્શનની સિરિયલોમાં કામ કરીને પ્રસિધ્ધિના શિખરો સર કરી રહી છે.
બે સીરીયલ અને 50 જેટલાં યુનિસેફના લાઈવ શો કરેલા છે.
પરંપરાગત બાળ રમતો પડદા પર
પરંપરાગત બાળ રમતો ભૂલાઈ રહી છે ત્યારે હેલીએ તેને પડદા પર જીવંત કરીને દર્શકો સમક્ષ રજૂ કરી છે. વિસરાતી જતી આવી રમતોને પુનર્જીવીત કરનારી દૂરદર્શનની એક સીરીયલમાં તેણે અદભૂત કામ કર્યું હતું. સિરિયલ વિસરાતી જતી રમતોમાં અભિયન કરીને બાળસહજ પ્રવૃત્તિઓ દ્વારા દર્શકોનું ધ્યાન ખેંચ્યું હતું. કલાકાર આજે સફળતાની કેડી કંડારી રહી છે.
હેલો જીંદગી
મોબાઇલ પ્રત્યેની બાળકોની ઘેલછા અને બાળસહજ માનસને ઉજાગર કરતી દૂરદર્શનની હેલો જીંદગી સિરિયલમાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. જ્યારે બાળલગ્ન અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાના સંદેશ પ્રસારવતા યુનિસેફના અભિયાનમાં અદકેરો અને મહત્વપૂર્ણ રતનની ભૂમિકા નિભાવીને પ્રારંભથી જ અભિનયક્ષેત્રે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યુ હતું.
પત્રકાર બેલડી હર્ષલ પંડ્યાની સંતાન છે. પોતાની અભિયન કલાના ઓજસ પાથરીને ચલચિત્ર નિર્માતાઓ અને નાટ્યકારોના ધ્યાન આકર્ષિત કર્યાં છે. રાજકોટમાં પણ તેણે લોકજાગૃતિના નાટકો રજૂ કરીને નવી પેઢી સમક્ષ પ્રદર્શિત કર્યા હતા. રાજકોટના મિડિયાએ આ વાતને આગળ કરી હતી.
નિમેષ દેસાઇ
વિખ્યાત ફિલ્મેકર અને અભિયન સમ્રાટ તરીકે પ્રસિધ્ધ નિમેષ દેસાઇના માર્ગદર્શન હેઠળ અભિનયકળા શિખેલી હેલી આજે એક ઉભરતી અને આશાસ્પદ યુવાન ગુજરાતી કલાકાર તરીકે પ્રસિધ્ધિ મેળવી રહી છે. ગુજરાતના કલાક્ષેત્ર અને અભિયનક્ષેત્ર માટે નવું નામ ઉભરી રહ્યું છે. કેટલાંક પ્રોજેક્ટ પર તે કામ કરી રહી છે. જેમાં હેલી પંડ્યાનો અભિયન જોવા મળશે.