દેવભૂમિ દ્વારકા,
વહાણના આશરે ૨૦૦ થી વધારે ખલાસીઓને હાલ કાળુમ્બેર ટાપુની નજીક સોંગો વિસ્તારમાં બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે. લોકલ વહાણ જે હાઇસીમાંથી આવેલ છે તેમાં ૭૩ ખલાસીઓને બોટ કવોરોનટાઇન કરવામાં આવેલ છે.
કોરોના વોરિયર્સ અને આરોગ્યમની ટીમ દ્વારા નિયત સમયે ચૌદ દિવસમાં ત્રણ –ચાર વખત તેઓની આરોગ્ય તપાસ કરવામાં આવે છે. કોઇપણ પ્રકારના લક્ષણ ન જણાય તો તેને હોમ કવોરોનટાઇનમાં મોકલી આપવામાં આવે છે.
સલાયા ગામમાં પ્રોપર કોરોનાનો એકેય કેસ ન થવાનું કારણ વહીવટીતંત્ર તથા પોલીસે લોકડાઉનનું ચુસ્ત પાલન કરાવ્યુંએ છે.