800ની ઝડપની અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગવેલ ટ્રેનની ટિકનોલોજી ભારતમાં ભેલ લાવી રહી છે તો તાં અમદાવાદમાં 500ની ઝડપની વર્ષો જુની ટેકનોલોજીની બુલેટટ્રેન શા માટે

અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગલેવ ટ્રેનને ભારતમાં લાવવા ભારત હેવી ઇલેક્ટ્રિકલ્સ લિમિટેડે સ્વિસરેપીડ એજી સાથે જોડાણ કર્યું છે. મૈગલેવ ટ્રેનના મોડેલને ફેબ્રુઆરી 2019 માં મધ્યપ્રદેશના ઇન્દોરમાં રાજા રમન્ના એડવાન્સ ટેક્નોલોજી સેન્ટર દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.

કેન્દ્રના વૈજ્ઞાનિક આર.એન. શિંદેએ 50 લોકોની ટીમ સાથે 10 વર્ષની મહેનતથી મેગલેવ ટ્રેઇલનું મોડેલ તૈયાર કર્યું હતું. જેમાં ટ્રેન ચુંબકીય ક્ષેત્રની સપાટી પર ગતિ કરે છે. આ ટ્રેન 800 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. હાલમાં આવી ટ્રેનો ફક્ત જાપાન અને ચીનમાં જ દોડે છે.

કંપની મેગલેવ ટ્રેનને ભારત લાવશે. આ ટ્રેન પાટા ઉપર દોડવાને બદલે હવામાં રહીને દોડે છે. ચુંબકીય ક્ષેત્રની મદદથી ટ્રેનને નિયંત્રિત કરવામાં આવે છે. તેનો પાટા સાથે સીધો સંપર્ક નથી. આ કરારથી ભેલ ભારતમાં આંતરરાષ્ટ્રીય તકનીકી લાવવામાં અને નિર્માણ કરવામાં સક્ષમ બનશે. ચીન-જાપાન સિવાય અમેરિકા પાસે પણ આ ટેકનોલોજી નથી. હાલ ભારતની અર્ધ હાઈસ્ટીડ ટ્રેનને નવી દિલ્હીથી વારાણસી 8 કલાકમાં પ્રવાસ કરે છે.

મુંબઇ અને અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન 508 કિલોમીટરની ઝપડે દોડશે. બે કલાક અને સાત મિનિટમાં અંતર પૂરું કરશે. હવે સવાલ એ છે કે, અલ્ટ્રા હાઈ સ્પીડ મૈગવેલ ટ્રેનની ટિકનોલોજી હોવા છતાં અમદાવાદમાં 98 વર્ષ જૂની બુલેટ ટ્રેનની ટેકનોલોજી પાછળ રૂ.2 લાખ કરોડ શા માટે ખર્ચવામાં આવે છે ?