હોમિયોપેથી અને આયુર્વેદની દવા આપી તેને કોરોના ન થયો

ગાંધીનગર, 25 એપ્રિલ 2020

૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે. તેમને કોરોના થયો નથી. 91 હજાર લોકોના ડેટા સરકાર પાસે છે તેના પરથી આવું નિદાન કરી શકાય છે. પ્રતિરોધક આયુર્વેદિક અમૃતપેય પણ આવું જ અસરકારક છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવાની બાબતમાં સખત ધ્યાન આપવાની આવશ્યકતા છે. કોરોના સંક્રમણથી બચવા રોગ પ્રતિકારક શકિત વધારવી એ જ ઉત્તમ ઔષધ-શ્રેષ્ઠ ઉપચાર છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા-શમશમવટીનો ઉપયોગ વધારવા નાગરિકોને અપીલ કરી છે.

હજુ લગભગ બે મહિના સુધી આ લડાઇ આપણે લડવાની છે.

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું હતું, કે,

પ્રતિ 10 લાખ નાગરિકોએ અમદાવાદ મહાનગરપલિકા વિસ્તારમાં સરેરાશ 2701  ટેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત રાજયની સરેરાશ જોઇએ તો પ્રતિ  10  લાખે ગુજરાતમાં 721 ટેસ્ટ થયા છે. ભારતની આ સરેરાશ 392 ટેસ્ટની છે.

ગુજરાતમાં સરકારી અને ખાનગી લેબોરેટરીઓ સહિત કૂલ -21 લેબોરેટરી  કાર્યરત છે. જયાં  પ્રતિદિવસ 3000 જેટલા RTPCR કોરોના ટેસ્ટ કરવાની ક્ષમતા છે અને આ ક્ષમતા પ્રમાણે ગુજરાત અસરકારક રીતે કોરોના ટેસ્ટ કરી રહ્યું છે. શુક્રવાર સાંજે પૂરા થતાં ૨૪ કલાક દરમિયાન ગુજરાતમાં કુલ 3028 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એમ

એટલું જ નહીં રાજ્યભરમાં અસરકારક રીતે હાથ ધરવામાં આવેલા રેપિડ એન્ટીબોડી ટેસ્ટમાં પણ ગુજરાતે  ખૂબ સારી કામગીરી કરી છે. શુક્રવાર સાંજ સુધીમાં ગુજરાતમાં 3280 રેપિડ એન્ટીબોડી ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ગુજરાતના 30 જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ પહોંચ્યું છે, ગુજરાતના જુનાગઢ, અમરેલી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ નથી પહોંચી શક્યું.

કોરોના સંક્રમણથી બચવા આયુર્વેદ-હોમીયોપેથી દવાઓને પ્રાથમિકતા આપતા નાગરિકો કવોરંટાઇન કરાયેલા ૯૧,૩૪૧ વ્યકિતઓએ આયુર્વેદ-હોમીયોપેથી ઉપચાર પદ્ધતિ અપનાવી છે. ૯૧,૩૪૧ પૈકી માત્ર ૧૫ વ્યક્તિઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. જે તમામ ૧૫ વ્યકિતઓએ ત્રણ દિવસથી પણ ઓછો સમય આ દવાઓનું સેવન કર્યું હતું

રાજ્યમાં દોઢ મહિનામાં ૧.૧૮ કરોડ ઉકાળા, ૩.૦૮ લાખ શમશમવટી અને ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું

ગુજરાત સરકારના આયુષ પ્રભાગ દ્વારા આયુર્વેદ અને હોમીયોપેથીના નિષ્ણાંતોની મદદ લઈને આયુષની માર્ગદર્શિકા તૈયાર કરી પ્રસિધ્ધ કરાઈ છે.

રાજ્યમાં દોઢ મહિનામાં ૧.૧૮ કરોડ ઉકાળા, ૩.૦૮ લાખ શમશમવટી અને ૮૨.૭૧ લાખ આર્સેનીકમ આલ્બમ -૩૦ પોટેન્સી હોમિયોપેથી દવાઓનું વિતરણ કરાયું છે.

આયુર્વેદના રોગ પ્રતિરોધક અમૃતપેયનું તમામ સરકારી આયુર્વેદ દવાખાના ,હોસ્પીટલ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યુ છે. દોઢ મહિનામાં આજ સુધીમાં ૧,૧૮,૩૭,૦૧૦ લાભાર્થીઓને ઉકાળા અને ૩૦,૦૮,૦૨૮ લાભાર્થીઓને શમશમવટીનો લાભ અપાયો છે. એ જ રીતે હોમીયોપેથીની રોગપ્રતિરોધક ઔષધ આર્સેનિકમ આલ્બમ-૩૦ પોટેન્સી દવાનો તમામ સરકારી હોમીયોપથી દવાખાના/હોસ્પીટલ દ્વારા ૮ર,૭૧,૪૪૭ લાભાર્થીઓને લાભ અપાયો છે.

રાજય સરકારના પ૬૮ આયુર્વેદ દવાખાના, ૩૮ આયુર્વેદ હોસ્પીટલ અને ૨૭૨ હોમીયોપેથી દવાખાનામાં ઉપલબ્ધ છે આ દવાખાના/હોસ્પીટલ કયાં આવેલ છે તેની જાણકારી માટે હેલ્પલાઈન નંબર ૧૦૪ ઉપરથી જાણી શકશો. આયુષને લગતી તમામ માહિતી જાણવા માટે નિયામકશ્રી, આયુષની કચેરી ,ગુજરાત રાજયની વેબસાઈટ https://ayush.gujarat.gov.in/index.htm ઉપરથી પણ મેળવી શકાશે જેનો મહત્તમ લાભ લેવા રાજયના નાગરિકોને ડૉ.રવી દ્વારા અનુરોધ પણ કરાયો છે તે ઉપરાંત રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા-શમશમવટીનો ઉપયોગ વધારવા નાગરિકોને અપીલ કરી છે.