ગાંધીનગર, 17 જૂન 2021
ગુજરાત સરકારની સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફીમાં 150 ટકાનો વધારો થયો છે. 2020-21માં રૂ. 1235 કરોડની આવક થઈ હતી. 2019-20 દરમિયાન આ આવક માત્ર રૂ. 501 કરોડ જેટલી હતી. જેમાં વીતેલા વર્ષમાં દોઢસો ટકાનો વધારો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં મકાનોની માંગ ઘટી છે. તેથી સરકારની આવગ 1 હજાર કરોડની નીચે જતી રહેશે. દોઢ લાખ મકાનોના બદલે એક લાખ જેવા મકાનો 2021-22માં વેચાય એવી ધારણા છે. મકાનોમાં મંદી હોવ છતાં બિલ્ડરોએ 20 ટકાનો ભાવ વધારો કર્યો હોવાથી માંગ સાવ તળિયે જતી રહી છે.
2021-22 દરમિયાન રાજ્યમાં જંત્રીના નવા દરો આવે તેમ હતા તેથી 30 ટકા જેવા કિસ્સાઓ કે જેમાં દસ્તાવેજ કરવાનું કોઈપણ કારણસર લંબાવતું હતું તેવા દસ્તાવેજો પણ ગત વર્ષ દરમિયાન થઈ જતા આ આવક વધવા પામી છે.
2019-20 દરમિયાન કુલ 78584 દસ્તાવેજ થયા હતા જ્યારે વર્ષ 2020-21ના વર્ષમાં કુલ 161693 દસ્તાવેજ નોંધ્યા હતા. જે બે ગણાં છે. તેમ છતાં બિલ્ડરો ભાવ વધારાનું કારણ આગળ ધરીને મકાનોના ભાવ વધારી રહ્યા છે. 15 થી 20 ટકાનો વધારો ઝિંકી દેવામાં આવ્યો છે.
ક્રેડાઇએ કહ્યું છે કે સ્ટીલ અને સીમેન્ટના ભાવમાં થયેલા વધારાને કારણે બાંધકામની કોસ્ટમાં 20 ટકા સુધીનો વધારો થયો છે. ગુજરાતના બિલ્ડરો રાજ્ય સરકાર પાસેથી સ્ટેમ્પડ્યુટી અને રજીસ્ટ્રેશન ચાર્જમાં 50 ટકા રાહત માગી રહ્યું છે પરંતુ સરકાર હાલ રાહત આપવા તૈયાર નથી.
ક્રેડાઇ દ્વારા કરાયેલા સર્વે અનુસાર, એપ્રિલ મહિનાથી નવા રહેણાંક વેચાણ અને સંગ્રહમાં તીવ્ર ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં લોકડાઉન થવાને કારણે મોટાભાગના ડેવલપર્સ પ્રોજેક્ટમાં વિલંબ થવાનો ભય ધરાવે છે. ડેલવપર્સને મજૂરની અછત, આર્થિક અવરોધ, મંજૂરીઓમાં વિલંબ, બાંધકામ ખર્ચ વધારવાનો અને ગ્રાહકની નબળી માંગ જેવા પડકારોનો સામનો કરવો પડે છે.
વેચાયા વગરના મકાનો
26 જૂન 2020માં 35000 એપાર્ટમેન્ટ અમદાવાદમાં, 27000 એપાર્ટમેન્ટ સુરતમાં, 15000 એપાર્ટમેન્ટ રાજકોટમાં અને 10000 એપાર્ટમેન્ટ વડોદરામાં વેચાયા વિનાના પડી રહ્યાં છે. ગાંધીનગરમાં આ આંકડો 6500 એપાર્ટમેન્ટનો થયો છે. બીજા નાના-મોટા શહેરોમાં એપાર્ટમેન્ટ અને મકોનોની સંખ્યા 20 હજાર કરતાં વધુ છે. 1.05 લાખ એપાર્ટમેન્ટ વેચાયા નથી.