અમદાવાદનું તોફાની ગામ કઈ રીતે બદલાઈ ગયું

How Ahmedabad’s troubled village changed कैसे बदल गया अहमदाबाद का अशांत गांव

સિંગરવા ગામ મોડેલ બનીને પ્લાસ્ટિક ફ્રી અને સ્વચ્છ બની ગયું

અમદાવાદ, 24 ઓગસ્ટ 2024
ગુજરાતના આ ગામમાં 100% શૌચાલય સાથે ODF(ઓપન ડેફેકેશન ફ્રી) પ્લસ મોડેલ વિલેજ બનેલું સિંગરવા ગામ છે. સિંગરવા ગામ સ્વચ્છતા માટે આદર્શ બની ગયું છે. ઔદ્યોગિક વિસ્તારથી અડીને આવેલું 12,547ની વસ્તી ધરાવતું સિંગરવા ગામ અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકામાં આવેલું છે. ઓપન ડેફેકેશન ફ્રી પ્લસ મોડેલ વિલેજ છે. એક સમયે રાજકીય રીતે સંવેદનશીલ ગામ હવે સાવ બદલાઈ ગયું છે.

પ્લાસ્ટિક મુક્ત
સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત છે. કાપડની થેલીઓ આપવામાં આવે છે. કોઈ પ્લાસ્ટીક ન વાપરે તે માટે કામ ચાલી રહ્યું છે. ગ્રામજનોના અને ગ્રામ પંચાયતના પ્રયાસોથી સ્વચ્છ અને આદર્શ ગામ સિંગરવા સંપૂર્ણ પ્લાસ્ટિક મુક્ત પણ બની રહેશે, તેવી તેમને આશા છે.

ગ્રામ આયોજન
ગામમાં 100% ઘરોમાં શૌચાલય છે.  સિંગરવા ગામનો વિકાસ ટાઉન પ્લાનિંગ કરીને કરવામાં આવ્યો છે. ઈ-ગ્રામ ગ્રામ પંચાયત છે. સિંગરવા ગામમાં લોકોના સંપના કારણે 1962થી સર્વાનુમતે ગ્રામ પંચાયત બને છે. ગામના 100% રહેણાંકમાં વીજળી છે. પાકા અંતરિયાળ રસ્તા છે.

ઈ-રિક્ષા
ગામમાં ઈ-રીક્ષા પણ ફરતી દેખાય છે. હવાનું પ્રદૂષણ નહિવત્ પ્રમાણમાં ફેલાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા ઈ- રીક્ષા વસાવવામાં આવી છે.

સફાઇ
સ્વચ્છતા રાખવા માટેનાં સૂચનો અને બેનરો છે. દરેક ઘરેથી કચરો લેવામાં આવે છે. ગામના દરેક ખૂણાની સફાઈ કરવામાં આવે છે. ઈ-રિક્ષાની મદદથી સિંગરવા ગામમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન કરવામાં આવે છે. ગામના દરેક ઘરે કચરાપેટી રાખવામાં આવી છે. આ દરેક ઘરનો સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરીને જ કચરાપેટીમાં નાખવામાં આવે છે. વેસ્ટ કલેક્શન રજિસ્ટરમાં દરેક ઘરમાંથી સહી લેવામાં આવે છે. તેનો ગામના દરેક ઘરનો કચરો એકઠો કરવાનો દૈનિક અહેવાલ બની છે.
સચોટ અને ઝીણવટ ભરેલી પ્રક્રિયા છે.

કચરો ઈ-રિક્ષા મારફતે ભેગો કરવામાં આવે છે.

ડમ્પિંગ યાર્ડ
ગામની સીમમાં બનાવવામાં આવેલા ડમ્પિંગ યાર્ડમાં કચરો ઠાલવવામાં આવે છે. ઔડાની મદદથી આ કચરાનો નિકાલ કરવામાં આવે છે.

સફાઈના સાધનો
સફાઈ માટેનો ગણવેશ, સેફ્ટી કેપ, સફાઈ કરવા માટેના સાધનો તથા ઈ-રિક્ષા આપવામાં આવી છે. દર મહિને સફાઈ કર્મચારીઓની આરોગ્યની તપાસ કરવામાં આવે છે. ગામની ગટર લાઇન સાફ કરવા માટે મશીનોનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ગટર લાઈન
ગામમાં 100% ઘરોમાં ગટરલાઈન છે. ગામમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન પણ નાખવામાં આવેલી છે. ગામમાં સેનિટેશનનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

શિક્ષણ
ગામમાં 6 માધ્યમિક શાળાઓ, 3 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને 4 પ્રાથમિક શાળા છે. ગામનો સાક્ષરતા દર 81.25% છે.

મદદ
43 સ્વસહાય જૂથો છે. મનરેગા યોજના હેઠળ 58 જોબકાર્ડ મંજૂર કરવામાં આવેલા છે. 20 લોકો વૃદ્ધ પેન્શન સહાયનો લાભ લે છે. વિધવા સહાય યોજના હેઠળ 220 બહેનો સહાય મેળવે છે.

પર્યાવરણ
હવા, પાણી અને જમીનની શુદ્ધતાનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી છે. ગેસથી જ રસોય કરીને બહેનો સ્વચ્છ રસોઈ અને વાયુ પ્રદૂષણથી મુક્તિનો શ્વાસ લે છે.

સિંચાઈ
લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, ગૃહ ઉદ્યોગ અને પશુપાલન છે. સિંચાઈ માટે પણ ખેડૂતોને પૂરતું પાણી છે. 14 બોરનું ગ્રામ પંચાયત પામી પરીક્ષણ કરવામાં આવે છે. 4 બોરનું પાણી પરીક્ષમાં પીવાલાયક જણાઈ ના આવતા બોરને બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉદ્યોગો
ગામની ચારે બાજુ ઉદ્યોગો છે. પ્રદૂષણનું જોવા મળે છે.

સામાજિક પ્રવૃત્તિ
સ્કેટિંગ ટ્રેક વાળા પાર્ટી પ્લોટ છે. નજીવી કિંમતે ગ્રામજનો પાર્ટી પ્લોટનો સામાજિક કે અન્ય પ્રસંગોમાં ઉપયોગ કરી શકે છે. ગ્રામ પંચાયત દ્વારા દૈનિક ધોરણે ફ્રી યોગ ક્લાસ ચલાવવામાં આવે છે. 10 ગામના સમૂહનો સેવા સેતુ કાર્યક્રમ અહીં થયો હતો.

હાથી પર લગ્ન સવારી
કાંકરીયામાં ચા અને પાનની દુકાન ધરાવતા અશોક લોધા પોતાના લગ્ન કરવા સ્કૂટર પર ગયા હતા પણ 12 વર્ષ પહેલા પુત્રનાં લગ્નની જાન સિંગરવા લઈ જવા માટે રૂ. 22 હજારનો ખર્ચ કરીને શણગારેલા બે હાથી સાથે વરઘોડો કાઢ્યો હતો.

વટવા વિધાનસભાના આ વિસ્તારમાં ગુજરાતના ગૃહ પ્રધાન અને આરોગ્ય પ્રધાન અહીં આવી ગયા છે. 2021માં અમદાવાદ જિલ્લા કક્ષાના નિરામય ગુજરાત કાર્યક્રમ અહીંથી શરૂ થયો હતો.

રાજકારણ
હાલ સરપંચ સીતાબેન છે. તલાટી કમ મંત્રી વિજય નિનામા છે.

રાજકીય સંવેદનશીલ
સિંગારવા ગામ વર્ષોથી રાજકીય મુદ્દે સંવેદનશીલ છે. અમદાવાદ શહેરમાં સમાવેશ થવા છતાં આજે પણ ગામમાં ભયનો માહોલ જોવા મળે છે. અનેક વર્ષોથી એક જ કુટુંબના સભ્યો સરપંચ પદે રહ્યા હતા. 21 બેઠકોની ચૂંટણીમાં ગામતળ બહારની વ્યક્તિ ચૂંટાઇ હતી. અગાઉ આ ગામમાં ચૂંટણીમાં અનેક વખત અશાંતિ ઉભી થઇ છે. તે બાબતના ગુનાઓ પણ ઓઢવ પોલીસ મથકમાં નોંધાયેલા છે.

13 વર્ષ પહેલાં
ગુજરાતના 8 હજાર ગ્રામ પંચાયતની ચૂંટણી 13 વર્ષ પહેલાં થઈ તેમાં સિંગરવા પણ હતું. લોકશાહી શાસનમાં લોક શાસકે સત્તા ગ્રહણ કરવા માટે સુરક્ષા મેળવી પડી હતી. પોલીસ બંદોબસ્તની માગણી સરપંચ ચમનજી ચંદુજી ઠાકોરે કરી હતી. ઓઢવ વિસ્તારના સિંગરવા ગામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યો પદ ગ્રહણ કરવા જાય ત્યારે શાંતિ જોખમાય તેમ હતી. હંગામો થવાની દહેશત હતી.

હુમલો
1990માં પ્રથમ વાર ગામ પંચાયતની ચૂંટણી યોજવા માટે સ્વ. રામાજી હોથાજી ઠાકોર તથા ગામના એડ્વોકેટ આર.એમ. બિહોલા અગ્રણી હતા. જેના કારણે એડવોકેટના મકાન પર હુમલો થયો હતો. જ્યારે સ્વ. રામાજી ઠાકોરને માર મારવામાં આવ્યો હતો. એડ્વોકેટ બિહોલાના ઘર પર સતત ચાર મહિ‌ના સુધી એસ.આર.પી. પોઇન્ટ રહ્યો હતો.

પોલીસ ચોકી અને રાજ્ય પોલીસ ફોર્સ
કલેક્ટરના આદેશથી 1993માં પોલીસ ચોકી ઉભી કરવામાં આવી હતી. એડવોકેટ આર.એમ. બિહોલાએ પોતાના ખર્ચે ચોકી બાંધકામ કર્યું હતું. લોકોએ બાંધકામ કરવા સામે મનાઈ ફરમાવાઈ હતી. પણ અદાલતે પોલીસ ચોકી માટે ઓરડી બનાવવા માટે મંજૂરી આપી હતી. 1992થી 25 વર્ષથી એસ.આર.પી.નો પોઇન્ટ રાખવામાં આવ્યો હતો. જેનું 1 કરોડનું પગાર ખર્ચ થયું હતું. પોલીસ ચોકી પણ ઊભી કરવી પડી છે. છતાં શાંતિ સ્થાપવામાં સફળતા મળી ન હતી.