22 દિવસ વરસાદ ખેંચાય તો ખેડૂતોના કરોડો રૂપિયાના બિયારણ ગુમાવવા પડે એવી સ્થિતી

ગાંધીનગર, 6 જૂલાઈ 2021

ગુજરાતમાં છેલ્લાં 10 દિવસથી વરસાદ નથી. હજું 12 જૂલાઈ 2021 સુધી આવવાની કોઈ શક્યતા હવામાન વિભાગ બતાવતું નથી. આમ 22 દિવસ વરસાદ ખેંચાતા 45 લાખ હેક્ટરમાંથી ઓછામાં ઓછા 50 ટકા વિસ્તારમાં પાક સામે જોખમ ઊભું થયું છે. વરસાદ ખેંચાતા જે પાકને સિંચાઈ છે તેમાં પણ ઉત્પાદનમાં 50 ટકાનો ઘટાડો થઈ શકે છે. 28 જૂનમાં 24 લાખ હેક્ટર વાવેતર થઈ ગયા હતા. 5 જૂલાઈ 2021 સુધીમાં ગયા વર્ષની સરખામણીએ 40થી 45 લાખ હેક્ટરમાં વાવેતર છે. ચોમાસુ મોસમમાં 85 લાખ હેક્ટરમાં વાવેણી થાય છે. જેમાં 6 જૂન 2020માં 48.72 લાખ હેક્ટર અને 6 જૂન 2019માં 40 લાખ હેક્ટરમાં વાવણી થઈ ગઈ હતી.

ચોમાસાની ઋતુનો કુલ 15 ટકા સાથે સરેરાશ 5 ઈંચ વરસાદ રાજ્યમાં પડ્યો છે.

કિંમતી બિયારણ, ખાતર, મજૂરી, જંતુનાશક, સિંચાઈ જેવા ભારે ખર્ચ કરેલો છે. ચોમાસા પાકના કુલ ખર્ચના 70 ટકા ખર્ચ તો ખેડૂતો કરી ચૂક્યા છે.

ગુજરાત બિજ નિગમે 11 જાતની કુલ 51 હજાર ક્વિન્ટલ મગફળીનું બિયારણ ખેડૂતોને વેચ્યું હતું. નિગમ 30 પાકનું 100 જાતોનું આ રીતે બિયારણ વેચતું હતું હવે ખાનગી કંપનીઓ સામે હરિફાઈ ન શકતી હોવાથી 20 પાકના 80 જાતના બિયારણો વેચે છે. જેમાં તેલીબિયાં, અનાજ, રોકડ પાક, કઠોળ, મસાલા વગેરેનાં રૂપિયા 250 કરોડના 2.50 લાખ ક્વિન્ટલ બિયારણો આપે છે.

બીજ નિગમ ગુજરાતમાં જેટલા બિયારણો વેચાય છે તેનો 25 ટકા હિસ્સો ધરાવે છે. તેનો મતલબ કે 10 લાખ ક્વિટલમાંછી 7.50 લાખ ક્વિન્ટલ બિયારણો ખાનગી કંપની કે વિશ્વ વિદ્યાલય કે ખેડૂતો પોતે બનાવે છે. રૂ.1000 કરોડના શંકર બિયારણો અને બીજા એટલી જ કિંમતના બીટી બિયારણો મળીને ખેડૂતો રૂ.2 હજાર કરોડના બિયારણો બજારમાંથી ખરીદે છે. એટલી જ કિંમતના ખેડૂતો પોતે પોતાના ખેતરમાં બિયારણ પેદા કરીને વાવે છે. આમ રૂ.4થી 5 હજાર કરોડના બિયારણો થાય છે. જેમાં મોટાભાગનામાં નુકસાની ખેડૂતોને થઈ શકે છે.

બીટી 3-4ના 450 ગ્રામના પેકેટના 1400 રૂપિયા છે, બીટી 2ના એક પેકેટના રૂ.750 છે. જે 10 લાખ પેકેટ ગુજરાતમાં વેચાય છે. એક એકરે એક પેકેટ પ્રમાણે રૂ.300 કરોડના બીટી કપાસના બિયારણો વેચાતા હોવાનો અંદાજ છે. કુલ કપાસ મળીને રૂ.500 કરોડ તો માત્ર કપાસના બીના થાય છે.

32 પાકમાં બીજ પ્રમાણન એજન્સીએ 2010-11માં 7.33 ક્વિન્ટલ બિરાયણો પ્રાણિત કર્યા હતા. 2021-22 માટે તે 10 લાખ ક્વિન્ટલ બિયારણો પ્રમાણિત કર્યા હોવાનું માનવામાં આવે છે. લગભગ એટલા જ બિયારણો બીટી કોટન અને ખેડૂતો પોતે પેદા કરે છે. આમ ઘઉંના બિયાણોને બાદ કરતાં 18 લાખ ક્વિટન બિયારણો ખેતરમાં 2021-22ની મોસમમાં વાવેલા છે. જેની સામે મોટું જોખમ છે.

બિજ પ્રમાણન એજન્સી દ્વારા મગફળી 30 હજાર ક્વિન્ટલ, દેશી કપાસના બી 60 હજાર ક્વિન્ટલ, ઘઉં 2.50 લાખ ક્વિન્ટલ, ચોખા 55 હજાર ક્વિન્ટલ, સોયાબિન 25 હજાર ક્વિન્ટલ, મગ 13 હજાર ક્વિન્ટલ, ગ્રામ 17 હજાર ક્વિન્ટલ થાય છે.