જંતુનાશક દવાઓમાં 23 ટકા સુધી ભેળસેળના કારણે ખેડૂતો બરબાદ

Farmers bad condition due to adulteration of up to 23% in pesticides

ગાંધીનગર, 28 ફેબ્રુઆરી 2020

ગુજરાતમાં કૃષિ પાક પર છાંટવામાં આવતી જંતુનાશક દવાઓમાં વ્યાપક રીતે ભેળસેળ થઈ રહી છે. સમગ્ર દેશમાં પેસ્ટીસાઈઝમાં ભેળસેળ થતી હોય એવું ચોથા નંબરનું રાજ્ય ગુજરાત બની ગયું છે. દવા બાનાવતાં ઉત્પાદકોના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થઈ રહ્યું છે. પાંચ વર્ષમાં સૌથી વધું ભેળસેળ છેલ્લા વર્ષમાં પકડાતાં ખેડૂતોને કમાણી પર ભારે મોટી અસર પડી રહી છે. જંતુનાશક દવાની દુકાનેથી વેચાતી દવાઓમાં 4થી 23 ટકા દવામાં ભેળસેળ થાય છે. કેન્દ્રીય અને પ્રાદેશિક લેબોરેટરીના આંકડાઓ આવું જ કહે છે. પ્રાદેશિક લેબમાં 28 નમુના તપાસવામાં આવ્યા હતા જેમાં 7 નમુના એટલે કે 23 ટકા દવા મીસબ્રાંડ હોવાનું બહાર આવ્યું હતું. આમ દવામાં 23 ટકા સુધી ભેળસેળ થઈ રહી છે.

2018-19માં ગુજરાતની જંતુનાશક દવાની દુકાનોએથી 4011 દવાના નમુના લઈને ગાંધીનગર અને જૂનાગઢની પ્રયોગશાળામાં તેની ગુણવત્તા ચકાસવામાં આવી હતી. જેમાં 174 દવાઓ સ્ટાન્ડર્ડ પ્રમાણેની દવા ન હતી. આ દવાઓમાં વ્યાપક ભેળસેળ જોવા મળી હતી. જે ખેતીમાં વાપરી દેવામાં આવી હતી. તેથી ખેડૂતો જે જીવાતો મારવા માંગતા હતા તે મારી શક્યા ન હતા. તેથી તેના ઉત્પાદન પર માઠી અસર પડી હતી.

સમગ્ર દેશમાં 2018-19ના વર્ષમાં 68,250 નમુનાઓ લેવામાં આવ્યા હતા. જેમાં 1775 નમુના ફેઈલ કે મીસ બ્રાંડ થયા હતા. જેમાં 1009 વેપારીઓ કે ઉત્પાદનો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. આ હિસાબે ગુજરાતમાં 174 નુમના એટલે કે 10 ટકા નમુના ગુજરાતમાં ફેઈલ થયા હતા. દેશમાં જેટલા ખેડૂતો છે તેના 5 ટકા ગુજરાતમાં છે.

138 દવાના વેપારીઓ કે ઉત્પાદકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા. તેમની સામે પ્રોસ્યુકેશન કરીને કેસ ચવવામાં આવી રહ્યાં છે. ગુજરાતમાં 118 જંતુનાશક નિરીક્ષકો છે. તેઓ નુમના લે છે. પણ કેટલાંક નિરીક્ષકો અને પ્રયોગશાળાઓ મોટી ગોલમાલ કરીને નુમનાઓ પાસ કરાવી દેતાં હોવાનું ધ્યાન પર આવ્યું છે. જો આ ગોલમાલ ધ્યાનમાં લેવામાં આવે તો 4 ટકા ભેળસેળ પકડાય છે તે વધીને 10 ટકા થઈ જાય તેમ છે.

આવું જ, 2017-18માં થયું હતું. જેમાં 2905 નમુનામાંથી 77 ફેઈલ થયા હતા અને 59 ઉત્પાદકો અથવા વિતરકો સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

2016-17માં 3277 નમુનાઓમાંથી 73 નમુનામાં ભેળસેળ મળી હતી, 27 સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામા આવી હતી.

2015-16માં 3252 નમુનામાંથી 92 નમુના ફેઈલ થયા અને 50 વેપારીઓ સામે ગુના નોંધવામાં આવ્યા હતા.

2014-14માં 3305 નમુનામાંથી 115 નમુના ફેઈલ થતાં 57 ઉત્પાદકો-વેપારીઓ સામે ગુના નોંધી કાનૂની કાર્યવાહી કરી હતી.