અમદાવાદ, 24 જૂન 2020
અમદાવાદની રથયાત્રા ન થવા અંગે અવલોકન કરવામાં આવી રહ્યાં છે. તે અંગેની અનેક વિગતો બહાર આવી છે. જેનું વિશ્લેષણ કરતાં સ્પષ્ટ થાય છે કે જગન્નાથની જેમ અમદાવાદની રથયાત્રા પહેલા ન કાઢવાના મતમાં કેન્દ્ર સરકાર હતી. પછી દેશના હિન્દુ સંગઠનો એક થવા લાગતાં સરકાર પર દબાણ વધ્યું અને રથયાત્રા કાઢવા તૈયારી કરવી પડી. તેની સાથે અમદાવાદની રથયાત્રા પણ કાઢવાનું નક્કી હતું પણ દિલ્હીના બે રાજનેતાઓની આંતરિક લડાઈના કારણે અમદાવાદમાં કરફ્યું વચ્ચે ટ્રેક્ટરથી ખેંચીને 3 દલાકમાં રથયાત્રા કાઢવાની હતી. તે નિકળી શકી નહીં.
જાણો આખો ઘટનાક્રમ અને તેનું અવલોકન.
ગુજરાતની વડી અદાલતમાં એટવોકેટ દ્વારા સવારે 11 વાગ્યે જાહેર કરી દાવાયું હતું કે અમદાવાદમાં રથયાત્રા કાઢવા માટે મંજૂરી આપી દેવામાં આવી છે. પણ એકાએક 2 વાગ્યે જાહેર કરાયું કે યાત્રા નહીં નિકળે. આ 3 કલાકમાં આવું તે શું થઈ ગયું કે એકાએક નિર્ણય બદલાઈ ગયો હતો.
અમિત શાહ અમદાવાદ આવવાના હતા, એ નક્કી હતું. તેઓ જાણતા હોવા જોઈએ કે અમદાવાદમાં રથયાત્રા નિકળશે. દેશના ગૃહ પ્રધાન તરીકે તેઓ પાવીંદ વીધી કરવાના હતા. તેઓ જ્યારથી દેશના ગૃહ પ્રધાન બન્યા છે ત્યારથી ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાનના એ હક્ક છીનવી લેવાયા છે.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણી જગન્નાથ મંદિર જઈને પૂજા કરી શકે છે. ગૃહ પ્રધાન વીધી કરી શકે છે. તો પછી રથયાત્રા કેમ ન નિકળી શકે એવો પ્રશ્ન અમદાવાદની જનતા પૂછી રહી છે.
15 લોકો લઈને ટ્રેક્ટર જોડીને રથયાત્રા કાઢવાનું લગભગ નક્કી થઈ ગયું હતું. તો પછી એકાએક કેમ રથયાત્રા કાઢવા ન દેવામાં આવી એ એક મોટો પ્રશ્ન છે.
રથયાત્રા કાઢવાનું નક્કી હતું. એવું નિવેદન આજે મહંત દિલીપ દાસે આપ્યું છે તે કહે છે કે મારી સાથે છેતરપીંડી થઈ છે. મેં જેના પર ભરોસો રાખ્યો હતો તેમણે ભરોસો તોડ્યો છે. મહંતનું આ નિવેદન ચાર લોકો તરફ દોરી જાય છે એક તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપ જાડેજા તરફ આ નિવેદન દોરી જાય છે. તેઓ એવું પણ કહે છે કે, આ અંગે હું કહી શકું તેમ પણ નથી. આમ અમદાવાદની હિન્દુઓની પરાંપરા સામે ભાજપના નેતાઓએ પ્રશ્નો ઊભા કરી દીધા છે.
અમિત શાહ અને નરેન્દ્ર મોદી વચ્ચે સત્તાની ખેંચતાણમાં આવું કંઈ એવું થયું હતું કે, જગન્નાથની રથયાત્રા કાઢવા માટે અમિત શાહ જશ સુપ્રિમ કોર્ટને આપવાના બદલે નરેન્દ્ર મોદીને આપે છે. તેનો સીધો મતલબ કે મોદીના કહેવાથી સર્વોચ્ચ અદાલતે છૂટ આપી છે. જો તેમ જ હોય તો અમદાવાદમાં આ રીતે ગુજરતાની વડી અદાલતમાંથી મંજૂરી મળવી જોઈતી હતી. મંજૂરી આપવાનું નક્કી જ હતું. પણ દિલ્હીનું બે નેતાઓ વચ્ચેનું રાજકારણ રથયાત્રાના પૈંડા ન ફરવા માટે આવી ગયું છે. આવું આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના ટોચના સૂત્રોએ જણાવ્યું હતું.
ગુજરાત સરકાર ઝુકી ગઈ. કોર્ટમાં એફિડેવીટમાં કહેવા માટે તૈયાર થયા કે યાત્રા કાઢવા દેવી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ એક સમયે રથ યાત્રા કાઢવા તૈયાર થયા હતા. સરકારને એવું પણ લાગ્યું હતું.
અમિત શાહે કહ્યું કે દેશની પરંપરાનું પાલન થવું જોઈએ. એવું અમિત શાહે જાહેર કર્યું હતું. તેનો સીધો મતલબ કે અમદાવાદ અને ગુજરતાની 150 યાત્રાઓ કાઢવાનું નક્કી જ હતું. જગન્નાથમાં જે પરંપરા છે તે અમદાવાદમાં પણ છે. અમદાવાદની રથયાત્રા 3 કલાકમાં પૂરી કરવાનું નક્કી થઈ ગયું હતું.
પણ બે સત્તા વચ્ચેની ટક્કરના કારણે અમદાવાદની રથયાત્રા નિકળ ન શકી. આ બે નેતાઓના કારણે યાત્રા ન થઈ શકી. અમિત શાહે જાહેર કર્યું હતું કે તેઓ અમદાવાદની રથયાત્રામાં ભાગ લેવાના છે.
અમિત શાહે રથયાત્રા થતી હોય એવું આ ટ્વિટ કર્યું હતું.
અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની ૧૪૩મી રથયાત્રા ના શુભ અવસર પર મહાપ્રભુ જગન્નાથના સહુ ભક્તોને હ્રદયપૂર્વકની શુભકામનાઓ
ભગવાન જગન્નાથ સહુ લોકો પર પોતાની કૃપા બનાવી રાખે અને દેશને જલ્દીથી કોરોનાની આ મહામારીમાંથી મુક્ત કરે, તેવી કામના કરૂ છું.
જય જગન્નાથ!
— Amit Shah (@AmitShah) June 23, 2020
यह मेरे साथ-साथ देशभर के करोड़ों श्रद्धालुओं के लिए हर्ष की बात है कि प्रधानमंत्री @narendramodi जी ने न केवल श्रद्धालुओं की भावनाओं को समझा, बल्कि इस मामले का सकारात्मक हल निकले, इसके लिए तुरंत प्रयास शुरू किए, जिससे हमारी यह महान परंपरा कायम रही।
— Amit Shah (@AmitShah) June 22, 2020
અમદાવાદ માં ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા ના શુભ અવસર પર મહાપ્રભુ જગન્નાથના સહુ ભક્તોને હ્રદયપૂર્વકની શુભકામનાઓ. ભગવાન જગન્નાથ સહુ લોકો પર પોતાની કૃપા બનાવી રાખે અને દેશને જલ્દીથી કોરોનાની આ મહામારીમાંથી મુક્ત કરે, તેવી કામના કરું છું.
શું છે આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના નિવેદનો
દુનિયાભરમાં પરંપરા એ કાયદો છે . 143 વર્ષની ભગવાન જગન્નાથની રથયાત્રાની પરંપરા રહી છે અંગ્રેજોના સમયમાં પણ આ પરંપરા તૂટી નહોતી . કોંગ્રેસના શાસનમાં પણ આ પરંપરા ચાલુ રહી હતી. હિન્દુઓના મતોથી ચૂંટાયેલા લોકોએ આજે જગન્નાથ રથયાત્રા રોકીને ગુજરાતના 6 કરોડ હિન્દુઓનું અપમાન કર્યું છે. અમે રથયાત્રા રોકવાનો સખત વિરોધ કરીએ છીએ.
અમદાવાદ જગન્નાથ રથયાત્રા માટે કેન્દ્ર કે રાજ્ય સરકારે વટહુકમ બહાર પાડી પરંપરાની રક્ષા કેમ ન કરી ? ગુજરાત હાઈકોર્ટે જગન્નાથ મંદિરને ઘેરો કરવાની , જગન્નાથ ભગવાનને ઘેરો કરવાની અને દર્શન કરવા આવનાર લોકોને રોકવાનો આદેશ નહોતો જ આપ્યો. સવારે 5 વાગ્યાથી પાકિસ્તાનનું લશ્કર આવવાનું હોય તે રીતે ભગવાન જગન્નાથ મંદિરની ઘેરાબંધી કરી હતી. એવું લાગી રહ્યું હતું કે પોલીસે ભગવાન જગન્નાથને જ કેદમાં રાખ્યા છે. રથયાત્રાના દિવસે લાખો ભક્તો દર્શને આવતા હોય છે, પોલીસે સવારથી જ ભક્તોને આવવા નહીં દીધા. આવો હાઈકોર્ટનો આદેશ ક્યાં હતો ?
રાષ્ટ્રીય બજરંગ દળના અધ્યક્ષ નિકુંજભાઈ પારેખ સવારે દર્શન કરવા જતાં તેમની ધરપકડ કેમ કરી ? એવા અનેક દર્શન કરવા જનારા લોકોની ધરપકડની અમારી પાસે માહિતી છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારી 143 વર્ષની પરંપરા તોડીને , જગન્નાથ મંદિરને ઘેરો ઘાલીને , ભગવાનને બાનમાં રાખીને ભક્તોને દર્શન કરતા રોકવાની ઘટના પર ન્યાય કરે. ભારતના રાષ્ટ્રપતિ અને ગુજરાતના ગવર્નરને પ્રાર્થના કરીએ છીએ કે આ ખોટું કરનારાને દંડ કરો અને હિન્દુઓના મતોથી સત્તામાં બેઠેલા લોકો શરમ કરો.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના કણવિતી મહાનગરના મંત્રી નેહલભાઈ શાહે જણાવ્યું હતું.
હિન્દુઓના મત મેળવીને સત્તામાં બેઠેલા લોકોએ આજે હિન્દુ સંસ્કૃતિ ( પરંપરા ) પર વજાઘાત કરીને હિન્દુઓનું અપમાન કર્યું છે. ગુજરાતના બધા જ તાલુકા અને જિલ્લા કેન્દ્રમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ આવેદનપત્ર આપીને જગન્નાથ રથયાત્રાની પરંપરા તોડવાનો અને જગન્નાથ ભગવાનને કેદ કરવાની ઘટનાનો તીવ્ર વિરોધ કરીને એક સપ્તાહ સુધી આ વાત ગુજરાતના કરોડો હિન્દુઓ સુધી પહોંચાડશે.
જગન્નાથપુરી રથયાત્રા માટે એક ન્યાય અને અમદાવાદ જગન્નાથ રથયાત્રા માટે બીજો ન્યાય કેવી રીતે હોઈ શકે ? જયારે અમેરિકામાં કોરોના ફેલાઈ રહ્યો હતો ત્યારે અમેરિકાથી પણ હજારો લોકો અને ગુજરાતમાંથી એક લાખ લોકોને નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં એકઠાં કર્યા ત્યારે તો કોરોના યાદ નહોતો આવ્યો ? કોર્ટના બધા જ નિર્ણયોનું પાલન કરવું હોય તો સુપ્રિમ કોર્ટનો આદેશ છે કે રાત્રિના 10 થી સવારે 7 વાગ્યા સુધી લાઉડ સ્પીકર ન વગાડવા. ગુજરાતની મસ્જિદના લાઉડ સ્પીકરો ગુજરાત સરકાર કેટલા કલાકમાં ઉતારશે ? તેનો ગુજરાતની પ્રજને જવાબ આપે , કાયદાની આંખો માત્ર હિન્દુઓને જ બતાવવાની છે ? મુસલમાનની વાત આવે ત્યારે સુપ્રિમ કોર્ટનો લાઉડ સ્પીકરનો આદેશ ધોળીને પી જવાનો છે. તેમ આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદે જણાવ્યું હતું.