અભણ ગુજરાત: શાળા છોડવાનું પ્રમાણ આખા દેશમાં વધુ

ડ્રોપ આઉટ દરમાં એક વર્ષમાં 341 ટકાનો વધારો अनपढ़ गुजरात: स्कूल छोड़ने वालों की दर देश में सबसे ज़्यादा Illiterate Gujarat: Highest School Dropout Rate in the Country

દિલીપ પટેલ
અમદાવાદ, 11 ડિસેમ્બર 2025
સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડા મુજબ 2.40 લાખ વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જતા નથી. ભાજપ સરકારની નિષ્ફળતા સૂચવે છે. દેશમાં સૌથી વધુ શાળા બહાર કિશોરીઓ ગુજરાતમાં છે. દેશમાં વર્ષ 2025-26માં ગુજરાત રાજ્યે 2.4 લાખ શાળા બહારના બાળકો સાથે દેશમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ગુજરાત પછી આસામ 1,50,906 અને ઉત્તર પ્રદેશ 99,218 છે.
ભારત દેશમાં કુલ શાળાએન જતાં બાળકોની કુલ સંખ્યામાંથી 28% બાળકો ગુજરાતના છે. ભારતમાં કુલ શાળા બહાર વિધાર્થીઓની સંખ્યા 849991 છે.

રાજ્યની સરકાર એક જ વર્ષમાં શાળા બહારના બાળકોની સંખ્યામાં 341%નો વધારો થયો છે. જે ખર્ચ નથી પરવડતો અને ગરીબ કુટુંબો પોતાના બાળકોને મજૂરી કરાવવા મજબૂર બન્યા હોય એવી આર્થિક હાલત છે. ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1થી 8માં 1 કરોડ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જેમાં EWS થકી અત્યાર સુધીમાં 1,68,000 એટલે કે 2% વિદ્યાર્થીઓની ઓળખ કરવામાં આવી હતી.

ગુજરાત મોડેલ એક ભ્રમણા છે.
શાળા બહાર બાળકો
વર્ષ 2024 -25માં 54,451
2025 -26માં 2.40
341%નો વિસ્ફોટક વધારો થયો છે.
વિદ્યાર્થીનીઓ 1 લાખ 5 હજાર 20 શાળાએ જવાનું બંધ કર્યું છે.

રાજ્યનું શિક્ષણતંત્ર પડી ભાંગ્યું છે. બાળકોનું ભવિષ્ય બરબાદ કરી રહ્યું છે. ભાજપ સરકાર વિકાસના નામે રાજકારણ ખેલે છે. ગુજરાત ’વિકાસ’ નહીં, પણ ’વિનાશ’ના પંથે છે. ભાજપની પહેલી 3 સરકારો કેશુભાઈ અને સુરેશ મહેતાની સારી હતી. મોદી, આનંદી, રૂપાણી અને ભૂપેન્દ્ર પટેલની સરકારોએ શિક્ષણને ખતરામાં મૂકી દીધું.

શિક્ષણનું ભંડોળમાં ગેરવહીવટ થઈ રહ્યો હોવાનું એ સ્પષ્ટ કરે છે. 2024 – 25માં ખર્ચ 219984.75 લાખ એટલે રૂ. 2199 કરોડ હતું. રૂ. 2199 કરોડનો ખર્ચ શિક્ષણને મજબૂત કરવા માટે કર્યો હતો.
આ પૈસા ક્યાંક બીજે જઈ રહ્યા છે, જે સ્પષ્ટપણે ભ્રષ્ટાચાર અને નાણાકીય ગેરવહીવટ સૂચવે છે.
શાળા પુન:પ્રવેશનું અભિયાન સરકાર હવે કરશે તેમાં પણ જંગી ખર્ચ કરશે.
સરકાર 2030 સુધીમાં માધ્યમિક શિક્ષણમાં સો ટકા નામાંકન કરવા માંગતી હતી. પણ સ્થિતી જૂદી છે.

એક વર્ષ પહેલાં
2025-25માં ડ્રોપ આઉટમાં ગુજરાત ત્રીજા ક્રમે હતું. રાજ્યમાં 23.08 ટકા બાળકો ધોરણ 8 બાદ શાળાએ જતાં ન હતા. વિદ્યાર્થીઓ ધોરણ 9માં પ્રવેશ મેળવતા નથી.

2022
ઓક્ટોબર 2022માં સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં 20 વર્ષમાં શાળા છોડવાના પ્રમાણમાં 92ય ટકા ઘટાડો થયો હતો.
2002માં ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો 37.22 ટકા હતો.
2022માં ઘટીને 3.07 ટકા પર આવી ગયો હોવાનું મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જાહેર કર્યું હતું.

23 વર્ષથી રાજ્યમાં પ્રવેશોત્સવ શરૂ કરવામાં આવ્યો છે.

ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકોની 100 ટકા ડેટા-એન્ટ્રી કરવામાં આવે છે.

વાલીઓ પોતાના બાળકોને ચાલુ અભ્યાસ માંથી ઉઠાવી નથી લેતા એવું સરકારે જાહેર કર્યું તે જૂઠ સાબિત થયું હતું. 2024માં રાજ્યમાં 1 લાખ 50 હજાર બાળકોએ શાળામાં શિક્ષણ લેવાનું બંધ કર્યું હતું.

લોકસભા
લોકસભામાં 21 જુલાઈ 2025માં શિક્ષા મંત્રાલય દ્વારા માહિતી આપી હતી કે,

પ્રાથમિક એટલે કે ધોરણ 1 થી 5માં
2021-22 અને 2022-23માં ડ્રોપ આઉટ દર શૂન્ય હતો.
2023-24માં 0.1 ટકા થયો હોવાનું કહ્યું હતું.

ઉચ્ચતર પ્રાથમિક એટલે કે ધોરણ 6 થી 8માં ડ્રોપ આઉટ રેટ
2021-22માં 4.95
2022-23માં 5.8
2023-24માં 4.2 ટકા થયો હોવાનું લોકસભામાં કહ્યું હતું.

માધ્યમિક એટલે કે ધોરણ 9 અને 10માં ડ્રોપ આઉટ રેટ
2021-22માં 17.85 ટકા
2022-23માં 23.3 ટકા
2023-24માં 21 ટકા હોવાનું કહ્યું હતું.
ભારતની 14.1 ટકાની સરેરાશ કરતા ઉંચો હતો.

2023-24માં વિવિધ રાજ્યમાં માધ્યમિકમાં ડ્રોપ આઉટ રેટ
ગુજરાત 21 ટકા
ચંદીગઢ-2.9 ટકા
કેરળ-3.4 ટકા
હિમાચલ પ્રદેશ 4.9 ટકા
પંજાબ- 6 ટકા
ઉત્તરાખંડ-7 ટકા
તમિલનાડુ- 7.7 ટકા
પુડુચેરી- 7.8 ટકા
ઉત્તરપ્રદેશ-8.7ટકા
મહારાષ્ટ્ર- 10.1 ટકા
દિલ્હી – 10.4 ટકા
આંધ્રપ્રદેશ-12.5 ટકા
ઝારખંડ- 15.2 ટકા
શિક્ષકોના પદો ખાલી છે. વર્ગખંડોની ઘટી છે.

7 જિલ્લામાં ખરાબ સ્થિતિ
શિક્ષણ વિભાગ દ્વારા જ જારી કરાયેલી વિગતો મુજબ 7 જિલ્લામાં ડ્રોપ આઉટ રેટ 30 ટકાથી વધુ.
ધોરણ 1થી 5માં 1.17 ટકા ડ્રોપ આઉટ
6થી 8માં 2.98 ટકા
11-12માં 6.19 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો હતો.
ધોરણ.9-10માં સૌથી વધુ બોટાદ જિલ્લામાં 35.45 ટકા અને સૌથી ઓછો રાજકોટ મ્યુનિ.માં 8.53 ટકા ડ્રોપ આઉટ રેટ જોવા મળ્યો હતો.

જિલ્લાના શિક્ષણના અધિકારીઓને 15 ફેબ્રુઆરી-2022માં આદેશ કર્યો હતો કે, અધવચ્ચેથી શાળા છોડી દીધેલા, રખડતા, ભટકતા, ભીખ માંગતા બાળકોના શિક્ષણ માટેની કાર્યવાહી કરવી. જિલ્લા કક્ષાએ નોડલ અધિકારીની નિમણૂક કરવી. પણ કંઈ ન થયું.

ડ્રોપ આઉટ છોકરા અને છોકરીઓનું પ્રમાણ
ગુજરાતના શિક્ષણ વિભાગે વર્ષ-2022ની સ્થિતિએ ધોરણ 8 પછી અધવચ્ચે ભણવાનું છોડી દેનારા વિદ્યાર્થીઓની ટકાવારી 24.7 ટકા વિદ્યાર્થીઓની સરખામણીએ વિદ્યાર્થિનીઓનો દર 21.24 હતો.
ધોરણ 9-10માં કુલ ડ્રોપ આઉટ રેટ 23.28 ટકા હતો.
ધોરણ.11-12માં વિદ્યાર્થિઓનો ડ્રોપ આઉટ રેટ 7.09 ટકા જ્યારે વિદ્યાર્થિનીઓનો 5.13 ટકા હતો.

અમદાવાદમાં 1 લાખથી વધુ બાળકો ડ્રોપઆઉટ-અનટ્રેસ
અમદાવાદ જિલ્લાના ડ્રોપ આઉટ ધોરણ.1થી 5માં 1.06 ટકા, ધોરણ 6થી 8માં 1.34 ટકા, ધોરણ.9-10માં 22.44 ટકા અને ધોરણ.11-12માં 2.25 ટકા હતો.
અમદાવાદ મ્યુનિસિપલ શહેરી વિસ્તારમાં ધો.1થી 5માં 0.75 ટકા, ધો.6થી 8માં 3.04 ટકા, ધોરણ.9-10માં 18.68 ટકા અને ધો.11-12માં 2.73 ટકા હતો.

દ્વારકા – 35.5%
પાટણ – 33.56%
ડાંગ – 33.39%
બોટાદ – 32.83%
કચ્છ – 32.93
વડોદરા – 31.95%
ખેડા – 30.25%

એઆઈ – AI
જુન 2025માં શાળામાંથી સંભવિત ડ્રોપ આઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ વિકસાવી છે. ડ્રોપ આઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરાઈ હતી. શાળા પ્રવેશોત્સવ 2025 દરમિયાન ઓળખ કરેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આમંત્રિત કરી બાળકની પ્રગતિ માટે શાળાકીય શિક્ષણના મહત્વની સમજ આપવાની હતી. સરકારે જાહેર કર્યું હતું કે, ગુજરાત સરકાર 17માં શાળા પ્રવેશોત્સવમાં 100% પ્રવેશ યોગ્ય બાળકોની નોંધણી કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય વિભાગના જન્મ નોંધણી ડેટા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમને એકીકૃત કરવામાં આવશે. આમ કરવાથી રાજ્ય સરકાર જોઈ શકશે કે રાજ્યમાં કેટલા બાળકોનો જન્મ થયો છે અને તેમાંથી કેટલા પ્રવેશયોગ્ય બાળકોએ શાળામાં પ્રવેશ લીધો છે. આ વખતે રાજ્ય સરકાર 2 થી 8ના વર્ગોમાંથી છેલ્લા કેટલાક વર્ષોમાં વચ્ચેથી જ અભ્યાસ છોડી દેનારા બાળકોને યોગ્ય વર્ગોમાં ફરીથી શાળામાં દાખલ કરાવશે અને સાથે જ, ગેરહાજરી, સંભવિત ડ્રોપઆઉટ વગેરેને રોકવા માટે તમામ ખાનગી, ગ્રાન્ટેડ શાળાઓ અને સરકારી શાળાઓમાં નોંધાયેલા બાળકોની 100% ડેટા-એન્ટ્રી પણ કરશે.

ખાનગી શાળા છોડી
2022 સુધીના 4 વર્ષમાં ગુજરાતમાં 11.3 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. 2020-21માં 2.85 લાખ, 2021-22માં 3.49 લાખ, 2022માં 2.24 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં ભણવા ગયા હતા. નાગરિકોને મોંઘી ફી ભરવી પરવડતું નથી તેથી અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સંચાલિત શાળાઓમાં 10 વર્ષના સમયમાં ખાનગી શાળા છોડીને 55,605 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો.
2022માં 4 વર્ષમાં ગુજરાતમાં 11.3 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો હતો. 2020-21માં 2.85 લાખ, 2021-22માં 3.49 લાખ, 2022માં 2.24 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને સરકારી શાળામાં ભણવા ગયા હતા.
કારણ
શૈક્ષણિક, સામાજિક, કંગાળ આર્થિક હાલત, ગરીબીના કારણે બાળકોને શાળા બહાર ધકેલવામાં આવે છે કે તેમને શાળા છોડી જવા વિવશ કરાય છે. છોકરાઓના શિક્ષણનો ખર્ચ તેમનું કુટુંબ વહન કરી શકતું નથી એટલે તેમને શિક્ષણ છોડવાની ફરજ પડે છે. માબાપને ઘરકામમાં મદદ કરવા રોકાવું પડે છે એટલે તે ભણતર છોડે છે. માબાપને ખેતીવાડી કે કુટુંબના વ્યવસાયમાં મદદ કરવાની થતાં તે ભણતર અધૂરું મૂકે છે. માત્ર આર્થિક જ નહીં શૈક્ષણિક કારણોસર પણ વિદ્યાર્થીઓ ભણવાનું છોડે છે. ઉપલા ધોરણમાં પ્રવેશ મેળવી ન શકવાને કારણે શાળા છોડે છે. છોકરીઓને આગળનો અભ્યાસ જરૂરી ન લાગતો હોવાથી શાળાએથી ઉઠાડી લેવાય છે. શાળા છોડે છે એવા વિદ્યાર્થિઓમાંથી 25 ટકા એવા છે કે જેમને અભ્યાસમાં રસ-રુચિ નથી. નીતિ નિર્માતાઓ અને શિક્ષણવિદો પાસે જેનો કોઈ ઉપાય નથી.
બાળલગ્ન, કન્યા શિક્ષણ પ્રત્યે જાગૃતિનો અભાવ, નાના ભાઈ-બહેનની દેખભાળ, મહિલા શિક્ષકોનો અભાવ, શાળાઓમાં કન્યાઓ માટે ટોઈલેટની સગવડ ન હોવી જેવા સામાજિક કારણો પણ શાળા છોડવા માટે જવાબદાર છે. કિશોરી માસિકને કારણે શાળામાં અનિયમિત હોય છે કે શાળા છોડે છે.
દલિત, આદિવાસી, સામાજિક અને શૈક્ષણિક પછાત, લઘુમતી જેવા સમાજના વંચિત વર્ગો શિક્ષણથી પણ વંચિત રહે છે.

રાત્રી શાળા
મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની પ્રાથમિક શાળાઓના મકાનોમાં રાત્રી શાળાઓ ચાલુ કરવા માટે જાહેરાત અને અમલ 30 મે 2010થી કરી દીધો હતો. પણ તેને તાળા લાગી ગયા છે. મોટી જાહેરાત કરી હતી પણ 15 વર્ષ પછી મોદીની યોજના કાળ રાત્રીમાં ફેરવાઈ ગઈ છે.

ઉપાય
ગરીબી, બેકારી, કુપોષણ, વાલીઓનું શિક્ષણ પ્રત્યે ઉદાસીન વલણ, છોકરા-છોકરી વચ્ચેનો ભેદ જેવા કારણોનો કાયમી નિવેડો લાવ્યા સિવાય આ પ્રશ્ન હલ થઈ શકવાનો નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ કેટલાક ઉપાયો જણાવાયા છે. સરકારી શાળાઓની વિશ્વસનીયતા અને ગુણવત્તા વધારવી, મફત અને સર્વ સુલભ શિક્ષણ, શિષ્યવૃતિ, મધ્યાહન ભોજન, કન્યા છાત્રાલયો ઊભા કરવા, સ્થળાંતરિત કામદારોનાં બાળકો માટે ખાસ સગવડો ઊભી કરવી, સુરક્ષિત અને આકર્ષક સ્કૂલ શિક્ષણ, પૂરતા અને તાલીમબદ્ધ શિક્ષકો, અસરકારક અને પર્યાપ્ત મૂળભૂત શૈક્ષણિક સગવડો જેવા ઉકેલ ત્યારે જ ફળીભૂત થઈ શકશે જ્યારે આ સવાલના ઉકેલ માટે બાળકો અને માતા પિતાની સહભાગિતા નિશ્ચિત કરવામાં આવશે.
18,000 ગામોની 32,013 પ્રાથમિક શાળાઓમાં સગવડો અને શિક્ષકો આપવા પડશે.

સરકારની બેદરકારી
એક જ શિક્ષકથી શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યા
વર્ષ – શાળા – વિદ્યાર્થીઓ
2022-23 – 1754 – 71506
2023-24 – 2462- 87322
2024-25 – 2936- 105134
ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાની સંખ્યા 3 વર્ષમાં 1754 શાળાથી વધીને 2936 થઈ હતી.
5 હજાર શિક્ષકોનો ઘટાડો થયો હતો.
2025માં ગુજરાતની 63 શાળાઓમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ શૂન્ય હતો. 63 શાળામાં 78 શિક્ષકો કામ વગર રખાયા હતા.

2025માં ગુજરાતમાં ઘટતાં વિધાર્થીઓ
1થી 5 ધોરણમાં 45 લાખ ,
6થી 8 ધોરણમાં 31 લાખ ,
9થી 10 ધોરણમાં 17 લાખ,
11 અને 12માં 11 લાખ વિદ્યાર્થીઓ છે.

પહેલા ધોરણમાં 45 લાખ વિદ્યાર્થીઓમાંથી 12માં ધોરણમાં 11 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. 34 લાખ વિદ્યાર્થીઓ 12 વર્ષમાં ભણવાનું છોડી દીધું.

ગુજરાતમાં 40,000 શિક્ષકો નથી.
એક જ વર્ગખંડમાં અભ્યાસ કરતી શાળાઓ 14 હજાર 562 શાળાઓ છે.
ગુજરાતમાં 40 હજાર વર્ગખંડ નથી.

સગવડ
જુલાઈ 2025માં ભુજના ભારત નગર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ કોઈ સુવિધા નહીં હોવાના કારણે વિધાર્થીઓ કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરી રહ્યા હતા. તેથી તેઓએ સામૂહિક શાળા છોડી હતી.

મુખ્ય પ્રધાન
22 જૂન 2022માં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતમાં છેલ્લા 20 વર્ષમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના કારણે ડ્રોપ આઉટ રેટમાં 91.89 ટકાનો નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેટ વર્ષ 2002માં 37.22% હતો, જે વર્ષ 2022માં ઘટીને માત્ર 3.07% પર આવી ગયો. રાજ્યના દરેક બાળકને શિક્ષણ મળે એ અમારી પ્રાથમિકતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2003માં શાળા પ્રવેશ કાર્યક્રમની શરૂઆત કરી હતી. અમને એ વાતનો ગર્વ છે કે ગુજરાત એકમાત્ર રાજ્ય છે જે દર વર્ષે આવા અનોખા કાર્યક્રમનું આયોજન કરે છે અને બાળકો સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવે તે સુનિશ્ચિત કરે છે.”

શિક્ષણ પ્રધાન વાઘાણી
22 જૂન 2022માં શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે તે જ અમારું લક્ષ્ય છે. પ્રાથમિક શાળામાં ભણવા આવતા આ બાળકો આપણા રાજ્ય અને દેશનું ભવિષ્ય છે. તેથી, એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અત્યાર સુધી સંપૂર્ણ રીતે સફળ સાબિત થયો છે. 2022માં અમારું લક્ષ્ય 100% પ્રવેશ યોગ્ય બાળકોની નોંધણી કરવાનું છે.