અમદાવાદમાં કોરોનામાં 82 ટકા મોત 50થી વધુ ઉંમરના દર્દીઓના થયા છે

ગાંધીનગર, 28 ડિસેમ્બર 2020

અમદાવાદ શહેરમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના નોંધાયેલા કુલ દર્દીના 75 ટકા લોકોની ઉંમર 60 વર્ષથી ઓછી હતી. જ્યારે 56 ટકા દર્દીઓની ઉંમર 50 વર્ષથી પણ ઓછી હતી.

સ્માર્ટસીટી અમદાવાદમાં ડીસેમ્બર મહિનાના બીજા સપ્તાહ સુધી કોરોનાના 56269 દર્દી અને 2106 મરણ નોંધાયા છે.

શહેરમાં ડીસેમ્બરના બીજા સપ્તાહ સુધી 2106 મૃત્યુ નોંધાયા છે. જે પૈકી 82.66 ટકા મૃત્યુ 50થી100 વર્ષના દર્દીઓના થયા છે. 60થી 100ની ઉંમરના કુલ કેસના 25 ટકા દર્દીના મોત થયા છે.

75 ટકા દર્દીમાં 60 વર્ષ કરતા ઓછી ઉંમરના છે.

મૃત્યુદરમાં 55ટકા દર્દીઓની ઉંમર 61 વર્ષ કરતા વધારે છે. જ્યારે 45 ટકા મૃતકોની ઉંમર 60 વર્ષ કરતા ઓછી રહી છે.

60 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓની સંખ્યા વધારે અને મૃતકોની સંખ્યા ઓછી રહી છે.

મોતમાં સીનીયર સીટીઝન્સનું પ્રમાણ વધારે રહ્યું છે.

શહેરમાં દિવાળી બાદ કોરોનાની બીજી લહેર શરૂ થઈ હતી. જેમાં પૂર્વ કરતા પશ્ચિમના વિસ્તારોમાંથી વધુ કેસ બહાર આવ્યા હતા. મ્યુનિ.કોર્પારેશનના પશ્ચિમ ઝોનમાં જ કોરોનાના 11900 કેસ કન્ફર્મ થયા છે.

अदमदाबाद में कोवीड19 से मोत का विवरण
उम्र- दर्दी मोत %
ઉંમર દર્દી મોત
1 to 10 558 5 0.79
11 to 20 1590 6 0.37
21 to 30 6595 21 0.31
31 to 40 8654 85 0.98
41 to 50 8352 248 2.96
51 to 60 9006 590 6.55
61 to 70 7302 669 9.16
71 to 80 3386 383 11.31
81 to 90 932 88 9.44
91 to 100 124 11 8.87
कुल 46269 2106 4.5