અમદાવાદમાં 2 હજાર સોનીઓ 20 ટકા રકમ જમા ન કરે તો દુકાન બંધ કરાશે

In Ahmedabad, if 2 thousand golds do not deposit 20 per cent, the shop will be closed

જ્વેલર ર૦ ટકા જમા ન કરાવે તો બેંક એકાઉન્ટ સીઝ કરવાનું શરૂ કર્યુ

અમદાવાદ, 5 માર્ચ 2020

આવકવેરા વિભાગે નોટબંધીના વર્ષની સ્ક્રુટીની કરીને શહેરના ર હજાર જ્વેલર્સને  એસેસમેન્ટની નોટીસો આપી સ્ક્રુટીનીની રકમના ર૦ ટકા રકમ ભરી દેવા તાકીદ કરી છે. આ ઉપરાંત આવકવેરા અધિકારીઓ વસુલાત માટે સ્થળ મુલાકાત પણ લઈ રહ્યા છે.

પ્રિન્સીપાલ કમિશ્નર ઈન્કમ ટેક્ષે યોગ્ય પગલાંની ખાતરી આપી હોવા છતાં ડીપાર્ટમેન્ટના અધિકારીઓએ જ્વલર્સને નોટીસ પાઠવી ડીમાન્ડના ર૦ ટકા ભરવા માટે દબાણ શરૂ કર્યુ હતુ. જા કોઈ જ્વેલર્સ ર૦ ટકા ન ભરી શકે તો ઈન્કમ ટેક્ષ વિભાગ બેંક એકાઉન્ટ પણ સીઝ કરે છે. વધારામાં આવા વેપારીઓને ત્યાં રૂબરૂમાં જઈને ઈન્કમ ટેક્ષ અધિકારીઓ દ્વારા બાકી લેણાની વિગતો લઈ જે વેપારી પાસેથી પૈસા લેવાના હોય એ વેપારીઓને નોટીસ આપીને રકમ ઈન્કમ ટેક્ષમાં ભરવા જણાવવામાં આવે છે.

આમ, વેપારીઓ એક તરફ નોટબંધી વર્ષના ઉંચા એેસેસમેન્ટથી અને બીજી બાજુ ઈન્કમ ટેક્ષના ટાર્ગેટ પૂરો કરવા અધિકારીઓ દ્વારા કરવામાં આવતા પગલાંથી હેરાનપેરશાન થઈ ગયા છે. આને લઈને ટેક્ષપેયર જાઈન્ટ એકશન કમિટિએ ચીફ કમિશ્નરને રજુઆત કરી હતી પરંતુ તેમાં કોઈ પ્રકારનું નિરાકરણ આવ્યુ નથી. જ્યારે ઈન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટના આવા વલણથી વેપારીઓ હેરાનપરેશાન થઈ ગયા છે. નોટબંધીના વર્ષમાં જ્વેલર્સ રદ કરાયેલી ચલણી નોટો લઈ મોટાપાયે વેચાણ કર્યુ હોવાની આશંકા છે.