અમદાવાદમાં ધનવંતરી રથ યોજના એ ભાજપની યોજના છે ? 23 હજારનું મેડિકલ ચેકઅપ થયું

અમદાવાદ, 22 મે 2020

ગુજરાતના અમદાવાદ શહેરમાં ધનવંતરી રથ દ્વારા અત્યાર સુધીમાં 23 હજાર લોકોનું મેડિકલ ચેકઅપ કરાયું હતું. ધનવંતરી રથ દ્વારા અમદાવાદના 14 વોર્ડમાં કામગીરી થઈ છે.
રાજ્યમાં બુધવારથી એસટી સેવા શરૂ કરવામાં આવી છે. ત્યારે પુરવઠા સચિવ અશ્વિની કુમારે જણાવ્યુ કે, રાજ્યમાં એસટીની સામાન્ય સેવા જનતા માટે શરૂ કરાઈ છે. એક દિવસમાં એસટીની 46 જેટલી એકસ્પ્રેસ ટ્રી શરૂ થઈ. રાજ્યમાં એક દિવસમાં 24 હજાર જેટલા મુસાફરોએ લાભ લીધો. એસટીમાં આવતા મુસાફરો માટે રાજ્ય સરકારની શરત સાથે મુસાફરોને મુસાફરીની સુવિધા ઉભી કરવામાં આવી હતી.

ભાજપ ના કાયકતા ઓ દ્વાર જમાલપુર વોડ પ્રમુખ .મહામંત્રી ખાડિયા જમાલપુર વિધાનસભા મા મયુ .મેયર તેમજ અન્ય આગેવાનો ની ઉપસ્થિતિમાં ધંવનતરી રથ દ્વારા જાગૃતિ આપવા મા આવી જેમા વિસ્તાર ના લોકો મોટી સંખ્યામાં હાજર રહયા હતા. શું આ યોજના ભાજપની છે કે સરકારની છે તે આ કાર્યક્રમ કહી જાય છે. ભાજપ દ્વારા કોરોનામાં પણ ફાયદો મેળવવાનું છોડી શકતો નથી. 2016થી શરૂં થયેલી આ યોજના હવે અમદાવાદમાં જાણે નવી યોજના ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ શરૂં કરી હોય એ રીતે બતાવવામાં આવી રહી છે. ખરેખર ધનવંતરી રથ 4 વર્ષથી ચાલું છે.

કોરોના વાઈરસની ઝપટમાં આવેલા અમદાવાદ શહેરના રેડઝોન ગણાતા 10 વોર્ડના 160 સ્થળોએ 17 મે 2020 રવિવારથી આરોગ્ય તપાસણી કરવાનું શરૂં થયું હતું.

15 દિવસ સુધી 40 ધનવંતરી રથ-મોબાઇલ મેડીકલ વાન મોકલવામાં આવશે. આ ધનવંતરી રથ સવારે 8 થી સાંજે 5 સુધી ચાર-ચાર પોઇન્ટ કવર કરશે. દરેક પોઇન્ટ પર બે-બે કલાક સેવાઓ અપાશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ યોજી સમગ્ર સ્ટ્રેટેજી ઘડી આ તપાસણી કરવા માટે માર્ગદર્શન આપ્યું છે.

દસ રેડઝોનમાં બહેરામપુરા, દાણીલીમડા, મણિનગર, ગોમતીપુર, રખિયાલ, સરસપુર, અસારવા, ખાડિયા, જમાલપુર, શાહપુર અને દરિયાપુરનો સમાવેશ થાય છે. દરેક વિસ્તારમાં અંદાજે 10-10 સ્થળે ધનવંતરી રથ મોકલવામાં આવશે.

ડાયાબિટીસ, હાર્ટ અને કીડની સહિતની અન્ય ગંભીર બીમારીથી પીડાતા હોવાથી હાઇરીસ્ક પેશન્ટસની કેટેગરીમાં આવતી વ્યકિતઓની તપાસ-ટેસ્ટીંગની ખાસ તકેદારી રાખવામાં આવશે.

તેમની રોગ-પ્રતિકારકશકિત વધારવા હોમિયોપેથી-આયુર્વેદ દવાઓનું વિતરણ પણ કરવામાં આવશે. એેલોપેથી ડાકટર-આયુર્વેદના વૈદ્ય ઉપરાંત લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ, પેરામેડિકલ સ્ટાફ સાથેની ટીમ મોબાઇલ મેડીકલ વાન-ધનવંતરી રથમાં તૈનાત રહેશે.

આરોગ્ય તપાસણીની આ વ્યાપક ઝુંબેશમાં લોકોને સામેલ કરવા માટે સ્વૈચ્છિક સેવાસંગઠનો, કોર્પોરેટરો, ”મારો વોર્ડ કોરોનામુકત વોર્ડના સંકલ્પ કરીને તમામને ધનવંતરી રથ સુધી લાવવાની કામગીરી કરશે. આ રથ સુધી આવનારાઓએ સોશિયલ ડિસ્ટન્સીંગનું ચુસ્ત પાલન કરાવવાનું રહેશે.

2016 BJP, MORBI

ઔડાના સી.ઇ.ઓ.અતુલ ગોરને સમગ્ર કામગીરીના સંકલનની ખાસ જવાબદારી સોંપવામાં આવી છે. કન્ટેનમેન્ટ ઝોનના નાગરિકોેને ઘર આંગણે આરોગ્ય સેવા મળશે.

સામાન્ય બિમારી વાળા વ્યકિતઓને પણ સારવાર મળશે સાથોસાથ કોરોના શંકાસ્પદ વ્યકિતઓના ટેસ્ટીંગ-આરોગ્ય તપાસમાં પણ આક્રમકતા આવશે.

એલોપેથી ડાકટર, એક આયુષ તબીબ, લેબ ટેકનીશીયન, ફાર્માસીસ્ટ અને પેરામેડીકલ સ્ટાફની સમગ્ર ટીમ સાથેની મોબાઇલ મેડીકલ વાન સતત 1પ દિવસ દરેક વાન રોજ બે કલાક પ્રમાણે રોજના 4 લોકેશન પોઇન્ટ પર તૈનાત રહેશે. આ વાન દ્વારા કન્ટેનમેન્ટ ઝોનના આ 160 લોકેશનના ખાસ કરીને કોમોરબીટ અને હાઇરીસ્ક વાળા વ્યકિતઓના ટેસ્ટીંગ પર ફોકસ કરવા સાથે સામાન્ય શરદી, તાવના લક્ષણો ધરાવતા લોકોને દવા-સારવાર આપવામાં આવશે. નાગરિકો-લોકોમાં પણ ઇમ્યૂનિટી બુસ્ટ અપ-રોગ પ્રતિકારકશકિત વધારતી હોમિયોપેથી દવાઓ-આયુર્વેદ દવાઓનું વિતરણ કરવામાં આવશે.

2018-19માં ધનવંતરી રથ શરૂં કરાયો હતો. ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડની બાંધકામ શ્રમયોગીઓ માટેની ધનવંતરી આરોગ્‍ય રથ યોજનાની નવી બાબતને વહીવટી મંજૂરી આપવા બાબત. ધનવંતરી આરોગ્ય રથ 2 ઓક્ટોબર 2016માં મોરબીમાં શરૂં કરાયો હતો.