અરવલ્લીમાં 25,450 પરીવારોને મનરેગા દ્વારા રોજગારી મળી

  • શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાનો વ્યાપ વધવાને લીધે શહેરમાંથી લોકો સ્થળાંતર કરીને ગામડાઓમાં આવી ગયા, ગામડામાં આવ્યા બાદ છૂટી ગયેલી રોજગારી અને આર્થિક ઉપાર્જન માટે ગામડામાં ચાલતા મનરેગાના કામો લોકો માટે સફળ સાબિત થયા છે.

એવા અરવલ્લી જિલ્લામાં પણ મનરેગા અંતર્ગત હાથ ધરાયેલા જળ સંચયના તળાવ ઉંડા કરવા, ચેકડેમ નિર્માણ કે રોડ સાઇડના કામો થકી જિલ્લાના લોકોને આર્થિક ઉપાર્જન થઇ રહ્યુ છે.

જિલ્લામાં ચાલતા મનરેગાના કામની વિગત આપતા જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોનાના કારણે ગ્રામ્યમાં સ્થળાતંર કરીને આવેલા લોકો તેમજ સ્થાનિક આદિજાતિના લોકો માટે જળ સંચય અંતર્ગત જિલ્લામાં 596 કામો હાથ ધરવામાં આવ્યા છે. જેના થકી 25,450 પરીવારોના 33,485 લોકોને રોજગારી મળી રહી છે.

આ શ્રમિકોના ખાતામાં અત્યાર સુધી રૂ. 6 કરોડ 44 લાખનું ચુકવણુ કરવામાં આવ્યું છે.