ગાંધીનગર, 9 એપ્રિલ 2021
ગુજરાતના અમરેલી જિલ્લામાં સાવરકુંડલાના જાંબાળ ગામમાં ગ્રામ પંચાયત દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, જે લોકો કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરશે તેમને ત્યાં ગધેડા-ગદર્ભનું ટોળું મોકલવામાં આવશે.
નિયમ ભંગ કરનારા લોકો પાસેથી 1000 રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવશે. ગ્રામ પંચાયત દ્વારા ગામમાં ઢોલ વગાડીને આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી.
આ સમગ્ર મામલે સાવરકુંડલાના જાંબાળ ગ્રામ પંચાયતના સરપંચ ભુપેન્દ્ર ખુમાણે કહ્યું હતું કે, રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારનો નિર્ણય લેવામાં આવે છે. કોઈ પણ ગ્રામ પંચાયત દ્વારા આ પ્રકારે લોકોને નિયમોનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી નથી. લોકો પરનો આ અત્યાચાર થતો હોવાનું ઘણાં લોકો માને છે.