ગુજરાતમાં પોઝીટીવ આંક 13 હજાર નજીક

અમદાવાદ, 21 મે, 2020
5 દિવસમાં 2 હજાર નવા કેસ તો 150 લોકોના થયા છે મોત, અમદાવાદમાં  5500 કેસ એક્ટિવ

ગુજરાતમાં આજે વધુ 371 પોઝીટીવ કેસ આવતા કુલ આંક 12910 થયો છે. ગુજરાતમાં આજે વધુ 371 કેસ નોંધાયા છે. વધુ 24 લોકોના મોત સાથે કોરોનાને લઈને જીવ ગુમાવનારાની સંખ્યાપણ 773 થઈ છે. ગુજરાતમાં ચોથા તબક્કાના લોકડાઉન દરમિયાન છુટછાટો પણ અપાઈ ચૂકી છે. છતાં ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો 13 હજાર નજીક પહોંચ્યા છે એ પણ હકિકત છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં લગભગ 2 હજાર જેટલા નવા કેસો આવ્યા છે તો 150 જેટલા લોકોના મોત પણ થયા છે. ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં એવરેજ 384 જેટલા પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યા છે. તો છેલ્લા પાંચ દિવસમાં એવરેજ 30 લોકોના મોત થઈ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 12 દિવસમાં 5100થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 15 દિવસમાં 6200થી વધારે કેસ રાજ્યમાં નોંધાયા છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના આંક સતત વધી રહ્યા છે એ હકિકત છે. સાથે મોતની સંખ્યા પણ એવરેજ 30 આસપાસ લોકો જીવ ગુમાવી રહ્યા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમણના કેસ 9449 કેસ અત્યાર સુધી થયા છે. આજે અમદાવાદમાં વધુ 233 નવા કેસ આવ્યા છે. તો 17 લોકોના મોત સાથે મોતનો આંક પણ 619 થયો છે. અમદાવાદમાં હજુ પણ 5500 કેસ એક્ટિવ છે. અમદાવાદમાં 58 ટકા કેસ સક્રિય છે તો 42 ટકા કેસ ક્લોઝ થઈ ચૂક્યા છે. રાજ્યમાં 6649 કેસ એક્ટિવ છે. આજે સાજા થનારાની સંખ્યામાં પણ વધારો થયો છે. હાલની સ્થિતિમાં રાજ્યમાં કુલ 51.50 ટકા કેસો એક્ટિવ છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં પણ 1227 પોઝીટીવ કેસ નોંધાયા છે.વડોદરામાં 750 પોઝીટીવ આવ્યા છે. ગાંધીનગરમાં 198 પોઝીટીવ કેસ નોંધાયા છે. ભાવનગરમાં 114 કેસ છે. ગુજરાતમાં આ તમામ જિલ્લાઓમાં 100થી વધારે કેસ પોઝીટીવ આવ્યા છે.