નવસારી જિલ્લામાં ૧૩,૧૪,૯૧૧ લોકોનો ઘરે જઈને સર્વે કરાયો

નવસારી,

કોવિડ-૧૯ વાયરસ સંક્રમણને પગલે નવસારી જિલ્લામાં તા.૨૫/૦૫/૨૦૨૦ના રોજ ૫૦ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં નવસારી- ૦૯, જલાલપોર- ૧૦, ગણદેવી- ૦૯, ચીખલી- ૦૮, ખેરગામ-૦૫ વાંસદા-૦૯ સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં કુલ- ૨૬૫૧ સેમ્પલ લેવામાં આવ્યા છે જે પૈકી ૨૫૫૪ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. ૫૦ સેમ્પલના રીઝલ્ટ બાકી છે. જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેની ઘનિષ્ટ કામગીરી થઇ રહી છે. જિલ્લામાં ચોથા રાઉન્ડમાં હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧૩,૧૪,૯૧૧ વસ્તીને આવરી લેવામાં આવી છે. નવસારી જિલ્લામાં આજદિન સુધીમાં કુલ ૧૬ કેસ નોંધાયા છે જે પૈકી આઠ દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. આઠ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમ  જિલ્લા પંચાયત, આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.