ભવનાથનો શિવરાત્રીનો મેળો વિશ્વ પ્રસિદ્ધ છે. ૨૫૦ જેટલા જ્ઞાતિ ઉતારા મંડળો અન્નક્ષેત્રો સંતવાણી સાથે ૧૦ લાખ શ્રદ્ધાળુઓ આવે છે. આપા ગીગાના ઓટલે ૭૫ ડબા શુદ્ધ ઘી માંથી દરરોજ બે મીઠાઈ,બે શાક,રોટલી ખિચડી કઢીનો પ્રસાદ પીરસાઈ રહ્યો છે.
અમરેલી, સાવરકુંડલા,તેમજ જૂનાગઢ આસપાસ ગ્રામ્ય વિસ્તારના બે હજાર સ્વયંસેવકો ૧૦થી ૩૦ હજાર લોકો ભોજન પ્રસાદ મેળવે છે. નરેન્દ્ર બાપુ અહી ગુંદી-ગાંઠિયા સહિત શુદ્ધ ઘીનો મોહનથાળ તેમજ દૂધીનો હલવો બનાવે છે. ૧૦૦ સભ્યોના સ્વંયસેવકોના જૂથ સાથે ડો. ભાવેષ ટાંક પણ કામ કરે છે.
ધંધાર્થીઓ,શાકભાજી,અનાજ-કરિયાણું,વાહન ધારકો,એસ. ટી. રેલવે,અને પેટ્રોલ-ડીઝલ પંપના માલિકો સહિતનો સમાવેશથી રૂ.૫૦ કરોડ જેટલું ટર્ન ઓવર થાય છે. અન્નક્ષેત્રો સૌરાષ્ટ્રની પરંપરા અને સંસ્કૃતિ છે. જે તરણેતર, માધવપુર કે મહાશિવરાત્રીમાં જોવા મળે છે.