ઇંડાને સેવવા મરઘી નહીં ઇન્ક્યુબેટર, 200 કરોડ ઇંડા ગુજરાતમાં ખવાયા
अंडे से बच्चे पैदा करने के लिए मुर्गी नहीं, इन्क्यूबेटर – गुजरात में खाए गए 200 करोड़ अंडे
Incubator, not chicken to produce babies from eggs – 200 crore eggs eaten in Gujarat
દિલીપ પટેલ, 14 મે 2022
છેલ્લા ઘણા વર્ષોથી ઈંડામાંથી બચ્ચા પેદા કરવાની સમસ્યા હતી. જે હવે મિની ઇન્ક્યુબેટર દ્વારા અંત આવ્યો છે. નક્કી કરેલા તાપમાને ઇંડાને મિની ઇન્ક્યુબેટરમાં મૂકીને સરળતાથી બચ્ચાં પેદા કરી શકાય છે. તે માટે મરઘી, બતક, તેતર માદાની જરૂર પડતી નથી.
ICAR-સેન્ટ્રલ આઇલેન્ડ એગ્રીકલ્ચરલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ મિની ઇન્ક્યુબેટર-કમ-હેચર 240 ઇંડા ક્ષમતાનું તૈયાર કર્યું છે. 1000 મરઘા પાલકોએ બે વર્ષમાં ઈંડામાંથી 25000 બચ્ચાઓ પેદા કર્યા છે.
દેશી મરઘાંનું માંસ 450-500 રૂપિયા પ્રતિ કિલો, ઈંડા 18 રૂપિયા, 50-70 રૂપિયામાં બચ્ચા મળે છે. ઓટો ટાઈમર ગોઠવીને નક્કી કરેલા તાપમાને ઉછેરવામાં આવે છે.
ગુજરાતમાં બોઈલર ફાર્મ 2954, લેયર ફાર્મ 385, પેચરી 26, સર્વિસ સેન્ટર 64 છે. 71 કરોડ મરઘીઓ છે. 2012 સામે 45 ટકાનો વધારો બતાવે છે. સુધારેલી જાતની એક મરઘી સરેરાશ 303 ઇંડા આપે છે. દેશી મરઘી 148 ઇંડા વર્ષે આપે છે. વલસાડ જિલ્લામાં મરઘી સૌથી વધારે ઇંડા આપે છે.
પોલ્ટ્રી ફેક્ટરીમાં સુધારેલી જાતની મરઘી દ્વારા આખા વર્ષમાં 169 કરોડ ઇંડા અને દેશ મરઘીના 23.62 કરોડ ઇંચા મળીને 193 કરોડ ઇંડા મરઘી આવે છે. ઘરઘરના ઇંડા ગણવામાં આવે તો કુલ 300 કરોડ ઇંડા ગુજરાતમાં વર્ષે ખવાતાં હતા.
4 ટકાના દરે ઇંડા વપરાશનો દર ગુજરાતમાં વધ્યો છે. ગુજરાત 15માં સ્થાન પર ઇંડા ખાવા પર છે. તે તમામ માટે નવા મિની ઇન્ક્યુબેટર કામ આપી શકે છે.