ભારત ઇઝરાયલ પાસેથી બે ફાલ્કન અવાકસ સીસ્ટમ ખરીદશે

ભારતીય રક્ષા મંત્રાલય તેને લઇ ટૂંક સમયમાં જ ઇઝરાયલની સાથે કરારને આખરી ઓપ આપી શકે છે. આ કરારની અંતર્ગત ઇઝરાયલ ભારતને બે ફાલ્કન એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ (અવાકસ)ની સપ્લાય કરશે. પહેલાં પણ આ ડીલની કિંમતને લઇ ભારત અને ઇઝરાયલની વચ્ચે કેટલીય વાતચીત થઇ ચૂકી છે. જો કે બેતરફી ખતરાને જોતા આ કરારને ઝડપથી આખરી ઓપ આપવા માટે ભારત પર દબાણ વધી રહ્યું છે. ઇઝરાયલના ફાલ્કન અવાકસને રૂસની ઇલ્યુસિન-76 હેવી લિફ્ટ એરક્રાફ્ટની ઉપર લગાવાશે.

સૂત્રોના મતે આ ડીલને લઇ મંત્રાલયમાં ચર્ચા થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં જ તેને કેબિનેટ કમિટી ઓન સિકયોરિટીની સામે અંતિમ મંજૂરી માટે રજૂ કરાશે. ભારતીય વાયુસેના પેલેથી જ ત્રણ ફાલ્કન અવાકસને ઓપરેટ કરે છે. તેણે ભારતીય વાયુસેનામાં 2009થી લઇ 2011ના વચ્ચે સામેલ કરાયા હતા. સૂત્રોના મતે જે બે અવાકસને ઇઝરાયલ પાસેથી ખરીદવાની વાતચીત ચાલી રહી છે તે પેહલાંના ત્રણ ફાલ્કનની તુલનામાં વધુ તાકાતવાર હશે. તેનાથી લાંબા અંતર સુધીના કેટલાંય પ્રકારના ફ્લાઇંગ ઓબ્જેકટસ પર બાજ નજર રાખી શકાશે.