ભારતીય નૌસેનાનું સ્વદેશી ટૉરપીડો વરુણાસ્ત્ર તૈયાર થઈ ગયુ છે. વરુણાસ્ત્રનો પહેલો જથ્થો નૌસેના માટે રવાના કરી દેવાયો છે. આને ચલાવ્યા બાદ 40 કિલોમીટર સુધી કોઈ પણ જહાજ અથવા સબમરીનની તબાહી નિશ્ચિત માનવામાં આવે છે. ભારત ડાયનામિક્સ લિમિટેડે જણાવ્યુ કે હેવીવેટ ટૉરપીડો વરુણાસ્ત્રના પહેલા જથ્થાને ભારતીય નૌસેનામાં સામેલ કરવામાં આવી રહ્યુ છે.
શનિવારે સંરક્ષણ સંશોધન અને વિકાસ વિભાગના સચિવ ડૉ. જી સતીશ રેડ્ડી અને DRDOના અધ્યક્ષે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં આજે એક સમારોહમાં આને લીલી ઝંડી બતાવીને રવાના કર્યુ. GPSએ લક્ષ્ય શોધનાર વરુણાસ્ત્ર નામનું આ સબમરીન રોધી ટૉરપીડો GPSની મદદથી પોતાના લક્ષ્યને ભેદી શકે છે. એક ટનથી વધારે વજનનું વરુણાસ્ત્ર પોતાની સાથે 250 કિલો સુધીનો વૉરહેડ લઈ જઈ શકે છે. તેનુ ગાઈડન્સ સિસ્ટમ પણ ઉન્નત છે.
ભારતની પાસે બ્રહ્મોસ સુપરસોનિક એન્ટિ-શિપ અને લેન્ડ-અટેક ક્રૂઝ મિસાઈલ પણ છે. વરુણાસ્ત્ર ટૉરપીડો 74 કિલોમીટર પ્રતિ કલાકની રફ્તારથી હુમલો કરે છે. આ સ્વદેશી ટૉરપીડોથી ભારતીય જંગી જહાજ અને સિંધુ ક્લાસ સબમરીનને લેસ કરવામાં આવશે. આનો વજન લગભગ ડોઢ ટન છે. આમાં 250 કિલોના હાઈ લેવલ એક્સપ્લોસિવ લાગેલા છે.
વરુણાસ્ત્રમાં લાગેલા ટ્રાન્સડ્યુસર્સ આને હુમલાને વધારે મોટા એરિયા પ્રદાન કરે છે. આ જ કારણ છે કે વરુણાસ્ત્ર કોઈ પણ સબમરીન પર ઉપર અથવા નીચે બંને તરફથી હુમલો કરી શકે છે. જેમાં GPS લોકેટિંગ સિસ્ટમ લાગેલી છે. જેના કારણે આનુ નિશાન અચૂક થઈ જાય છે. ભારતીય નૌસેનાએ 1187 કરોડ રૂપિયામાં 63 વરુણાસ્ત્રનો ઓર્ડર આપ્યો છે. જેમાં જહાજ અને સબમરીન બંનેથી ફાયર થનારા ટૉરપીડો સામેલ છે.
વરુણાસ્ત્રને કલકત્તા ક્લાસ, રાજપૂત ક્લાસ અને દિલ્હી ક્લાસ ડિસ્ટ્રાયર્સ સિવાય કમોર્તા ક્લાસ કાર્વેટ્સ અને તલવાર ક્લાસ ફ્રિગેટ્સમાં પણ લગાવવાની યોજના છે. આને સિંધુ સિરીઝની સબમરીનમાં પણ લગાવવામાં આવશે. વરુણાસ્ત્રનું નિર્માણ DRDOના ભારતીય નૌસેનાના વિજ્ઞાન અને તકનીકી પ્રયોગશાળાએ કર્યુ છે. આને બનાવવામાં DRDOની મદદ નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઑફ ઓશિયન ટેકનોલોજીએ પણ કરી છે. આ હથિયાર યુદ્ધ દરમિયાન પેદા થનારી કેટલીક સ્થિતિઓના અનુકુળ છે.