લોકડાઉનના કારણે ઇન્ડિગો એર લાઈન કંપનીના 18 હજાર કરોડ ધોવાઈ ગયા

અમદાવાદ : દેશની સૌથી મોટી એરલાઇન્સ કંપની ઈન્ડિગોએ ભંડોળ એકત્ર કરવા માટે વાતચીત શરુ કરી દીધી છે. મહામારીની બીજી લહેરને કારણે હવાઈ યાત્રાની માંગ એકદમ ઘટી ગઈ છે. એરલાઇન કંપની 3500 કરોડ રૂપિયાથી 4000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે.

નાણાકીય વર્ષ 21 ના ​​ત્રીજા ક્વાર્ટરમાં ઈન્ડિગો પાસે 18,365 કરોડ રૂપિયાની રોકડ અનામત હતી, જેમાં 7,444 કરોડ રૂપિયાની મુક્ત રોકડ હતી.

ઈન્ડિગોએ આ અગાઉ જાન્યુઆરીમાં QIP દ્વારા 4000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના ટાળી દીધી હતી કેમ તે સમયે ઝડપી રિકવરી જોવા નળી હતી. ઈન્ડિગોના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે એરલાઇન્સ કંપનીનું કેશ બેલેન્સ ટકી રહેવા પૂરતું છે પરંતુ તે લાંબાગાળાનું વિચારી રહ્યા છે અને તેવા પરિદ્રશ્યની તૈયારી કરી રહ્યા છે જ્યારે લાંબા સમય સુધી ચાલુ રહે.

લોકડાઉનને કારણે આ કેશ પર અસર પડી હતી અને લીઝ રેન્ટ, જાળવણી ખર્ચ અને વેતન પર તેનો 40 ટકા ખર્ચ થયો હતો. બીજી લહેરની અસર ઈન્ડિગો પર એટલી બધી પડી છે કે ફેબ્રુઆરીમાં 1200 ફ્લાઇટનું સંચાલન કરનાર કંપનીએ એક દિવસે ફક્ત 715 ફ્લાઇટનું સંચાલન કર્યું હતું. ઘરેલું મુસાફરોની સંખ્યા એક લાખથી નીચે આવી ગઈ હતી અને માત્ર 97,761 મુસાફરોએ હવાઇ મુસાફરી કરી હતી.