ગુરૂવાર તા. ૧૪મી મે-ર૦ર૦થી રાજકોટ મહાનગરમાં ઊદ્યોગ-ધંધા ફરી શરૂ કરવા માટેની મંજૂરી જિલ્લા કલેકટર દ્વારા આપવામાં આવશે તેવો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકારે કર્યો છે. આવા ઊદ્યોગ-ધંધા શરૂ કરવાની પરવાનગી રાજકોટમાં માત્ર કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તાર સિવાયના વિસ્તારોમાં આપવામાં આવશે એવો નિર્ણય કર્યો છે.
મજૂરો તો બધા બહાર ધકેલી દેવાયા છે. 30 ટકા ઉદ્યોગો માંડ ચાલું થઈ શકે તેમ છે. મુખ્ય પ્રધાન રૂપાણીના મત વિસ્તારમાં ઉદ્યોગ ચાલુ કરવામાં આવ્યા છે તો ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં ઉદ્યોગ કેમ ચાલુ કરવા દેવામાં આવતાં નથી ?
રાજકોટ શહેરનો સમાવેશ ઓરેન્જ ઝોન કેટેગરીમાં કરવામાં આવેલો હતો. આમ છતાં, ત્યાં એક અઠવાડિયા સુધી કોઇ ઊદ્યોગ-ધંધા શરૂ ન કરવા દેવાની સૂચનાઓ વિજય રૂપાણીએ રહસ્યમય રીતે આપી હતી.
એક અઠવાડિયામાં રાજકોટ મહાનગરમાં કોરોનાનો કોઇ નવો કેસ ન આવતાં નિર્ણય કર્યો છે.
રાજ્યમાં જનજીવન ઝડપથી પૂર્વવત થશે. પરવાનગીઓ જિલ્લા કલેકટર કક્ષાએથી યોગ્ય શરતો નક્કી કરીને આપવામાં આવશે.
ઊદ્યોગ-ધંધા શરૂ કરનારાઓએ કામદારો-શ્રમિકોના આરોગ્યનું કામના સ્થળે પરિક્ષણ, કામકાજના સ્થળને સમયાંતરે ડિસઇનફેકટ કરવું તેમજ કામદારોના આવવા-જવાના સમયે ભીડભાડ ન થાય તે માટે સ્ટેગર્ડ ટાઇમ અને ભોજન-લંચ બ્રેક નો સમય પણ સ્ટેગર્ડ કરવાની સૂચનાઓ તથા નિયમોનું પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે કહ્યું હતું.