નવા મહાનગરો જાહેર કરવામાં અન્યાય, 13 બીજા શહેરો લાયકાત ધરાવે છે

Injustice in the announcement of new metros in Gujarat, 13 other cities eligible गुजरात में नए महानगरों की घोषणा में अन्याय, 13 अन्य शहर पात्र

દિલીપ પટેલ

અમદાવાદ, 2 જાન્યુઆરી 2025

1 જાન્યુઆરી 2025ના રોજ ગુજરાત સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્ય સરકારે થરાદને નવો જિલ્લો બનાવી દીધો છે.  જે હવેથી વાવ-થરાદ જિલ્લો ઓળખાશે. આ જિલ્લો અદાણીના પિત્રુઓનો જિલ્લો છે.

બનાસકાંઠા જિલ્લાપંચાયત અને ખેડા જિલ્લાપંચાયત તથા 17 તાલુકા, 4700 ગ્રામ પંચાયતોની ચૂંટણી પાલિકાની ચૂંટણીઓ પછી થવાની હતી.

બનાસકાંઠાના વિભાજન કરીને 14 તાલુકામાંથી 8 તાલુકા વાવ-થરાદમાં ભેળવી દેવાશે. નવા જિલ્લાનું વડું મથક થરાદ રહેશે. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરીને બે જિલ્લા બનાવમાં આવતા રાજકીય ગણીત બદલાશે. કચ્છ પછી બીજા નંબરનો જિલ્લો છે.
વાવ-થરાદ જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ 8 તાલુકા હશે.

થરાદને કાંકરેજમાં મૂકી દીધો છે. વાવ, થરાદ,

ચૌધરી સામે ઠાકોરની બેઠક કાંકરેજ થઈ જશે. પક્ષ કે અપક્ષ નહીં.

4486 ચોરસ કિલોમીટરના બનાસકાંઠા જિલ્લામાં બાકીના 6 તાલુકાઓ પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા રહેશે. પાલનપુર અને ડીસા બે નગરપાલિકા છે. એક જિલ્લામાં 600 ગામ રહેશે.

6257 ચોરસ કિલોમીટરના વાવ-થરાદ જિલ્લામાં અને બાનસકાંઠા જિલ્લામાં 35થી 85 કોલોમીચરનું અંતરમાં ઘટશે.

2019
26 જાન્યુઆરી 2019માં મુખ્ય પ્રધાન રૂપાણી થરાદ ગયા ત્યારે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવાની માંગ ઊભી કરાવવામાં આવી હતી.

જેનું નામ થિરપુર જિલ્લો આપવાની માંગણી હતી.
વડું મથક થરાદ અથવા ભાભર રાખવાની માંગણી હતી.

ઓગસ્ટ 2015માં રાજ્ય સરકારે થરાદને અલગ જિલ્લો બનાવવા માટે શક્યતા દર્શી અહેવાલ મંગાવ્યો હતો.
મુખ્ય પ્રધાન કાર્યાલય દ્વારા અલગ જિલ્લો બનાવવા અંગે નાયબ કલેકટરનો અભિપ્રાય મંગાવવામાં આવ્યો હતો. થરાદના નાયબ કલેકટરે ભૌગોલિક રીતે થરાદ જિલ્લો બનાવાને યોગ્ય હોવાનો અહેવાલ આપ્યો હતો.

જોકે બનાસકાંઠા જિલ્લાના ભાગલા પાડીને ભાભર તાલુકામાં વડું મથક રાખવા કે દિયોદર તાલુકાને કે થરાદમાં વડું મથક રાખવા માટે માંગણી અને વિવાદો હતા.

2012ની વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે રાજ્યના સીમાંકનમાં ફેરફાર થતાં ઘણા નવા તાલુકાઓ અને જિલ્લાઓ નવા બન્યા હતા.

થરાદ તાલુકાના સરપંચ મંડળ દ્વારા લેખિત રજૂઆત કરી હતી.

પાલનપુર થરાદથી 90 કીમી દુર છે. થરાદ જિલ્લા મથક બને તો વાવ 12 કિ.મી., ધાનેરા 40 કિ.મી. સુઇગામ, ભાભર 35 કિ.મી. અને દિયોદરથી 40 કિ.મી. તેમજ લાખણીથી 26 કી.મી. થઈ શકે છે. તેથી લોકોને સરકીર કામ માટે 90 કી.મી. દૂર જવું પડશે નહીં.

થરાદ જિલ્લામાં આ તાલુકાનો સમાવેશ થઈ શકે

થરાદ, વાવ, સુઇગામ, ભાભર, દિયોદર, લાખણી

રાહ અને ટડાવ ગામને નવા તાલુકા જાહેર કરીને તાલુકા મથક તરીકે જાહેર કરવાના હતા.

થરાદએ પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય અને રાજસ્થાનની આંતરરાજ્ય સરહદ તથા કચ્છના મોટા રણને અડીને આવેલો છે. કંડલાબંદરથી રાજસ્થાન, હરીયાણા, પંજાબ, દિલ્હી તેમજ ઉત્તરભારતનાં અન્ય રાજ્યોને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ 15 થરાદમાંથી પસાર થાય છે.

અગાઉ રેલી કાઢીને અલગ જિલ્લો બનાવવા માટે માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ અને આમ આદમી પક્ષ લોકોની માંગણીને ટેકો આપ્યો હતો.

22 માર્ચ 2016માં થરાદતાલુકા પંચાયતના સભ્યોએ સામાન્ય સભામાં માંગણી કરી હતી કે, થરાદને અગલ જિલ્લો બનાવવામાં આવે. પણ શાસક પક્ષ ભાજપે તે ફગાવી દીધી હતી.

થરાદનો મતલબ

થિરકર, થારાપદ, ખિરાપદ, થિરાદ થિરપુર થિરાદ નામે ઓળખાતા વિસ્તારને હવે થરાદ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન સમયમાં ધનવાન શહેર હતું. ફરતે પાકો ગઢ હતો. ગઢની આજુબાજુ 30 ફૂટ ઊંડી ખાઇ હતી.

થિરપાલ ધરુએ સંવત 101માં થિરાદની સ્થાપના કરી હતી. થરાદ સાતમી વારનું વસેલું શહેર છે. 2 હજાર વર્ષ જૂનું શહેર છે.

ગૌતમ અદાણી અહીંના વતની છે.

દેલવાડાનાં દેરાસરો બંધાવનારા વસ્તુપાળ અને તેજપાળની માતા કુમારદેવીનો જન્મ અહીં થયો હતો.

થિરાદ વિશાળ દરિયા કિનારે આવેલું હતું.

કચ્છનું વિભાજન કરી પૂર્વ કચ્છ એવો નવો જિલ્લો બનાવવાની માંગ હતી.
21 લાખની વસતી અને 45,674 ચો.કી. વિસ્તારમાં કચ્છ વિસ્તરેલો છે.

વિરમગામ અલગ જિલ્લો બનાવો
અમદાવાદના વિરમગામ તાલુકાને અલગ જિલ્લો બનાવવાની માંગણી પણ વારંવાર થતી રહી છે. જે રીતે બોટાદને અમદાવાદથી અલગ કરીને સૌરાષ્ટ્રમાં તે ભેળવી દેવાયો તે જ રીતે વિરમગામને અલગ જિલ્લો કરીને સૌરાષ્ટ્રમાં તેનો સમાવેશ કરવાની લાંબા સમયથી માંગણી છે.

નવ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

મહેસાણા, ગાંધીધામ, વાપી, નવસારી, આણંદ, સુરેન્દ્રનગર, નડિયાદ, મોરબી અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો છે.

ભરૂચને ખરેખર તો મહાનગર પાલિકા બનાવવાની ઘણાં સમયથી માંગણી હતી. પણ ત્યાં ભાજપના મનસુખ વસાવા સરકાર સામે લડતાં હોવાથી તેમ થઈ શક્યું નથી.

ગુજરાતમાં હવે કુલ 17 મહાનગરપાલિકા
હાલમાં રાજ્યમાં 8 મહાનગરપાલિકા છે. જેમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા છે.

9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપતા હવે મનપાની સંખ્યા વધીને 17 થઈ ગઈ છે.

ચૂંટણી પાછી ઠેલાઈ શકે
રાજ્યમાં 78 પાલિકાની ચૂંટણીઓ યોજાવવાની હતી. 9 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવાતા હવે નવી મહાનગરપાલિકામાં નગરપાલિકાને ભેળવી દેવાશે. 15 નગરપાલિકા મોટા શહેરમાં ભળી જશે.

આ જોતાં 60 પાલિકાની ચૂંટણીઓ યોજાય તેવી પણ શક્યતા છે. રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં નવા પ્રસ્તાવોને મંજૂરી આપ્યા પછી ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાનો સરકારનો ઇરાદો છે.

78 નગરપાલિકાઓની ચૂંટણીઓ ડિસેમ્બરમાં થવાની હતી. તે માટે ચૂંટણી પંચને સૂચના આપવામાં આવી હતી.

ગુજરાતની 78 નગરપાલિકાઓમાં હાલ વહીવટદાર સાશન ચાલે છે. 17 ફેબ્રુઆરી 2018માં ચૂંટણી થઈ હતી. સૌરાષ્ટ્રની-32, ઉત્તર ગુજરાતની-16, મધ્ય ગુજરાતની-19 અને દક્ષિણ ગુજરાતની-5 નગરપાલિકા છે.

17 નગરપાલિકાઓમાં શહેરીજન જીવન સુવિધા વધારવાના કામો માટે કુલ રૂ. 1001 કરોડ ફાળવવાની મંજૂરી આપી છે.

અગાઉ શું થયું હતું
આમ તો માર્ચ 2020થી નવા મહાનગરો બનાવવાના હતા. તે અંગે વિભાગોને સૂચના આપી દેવામાં આવી હતી. પણ વિજય રૂપાણીને એવું ન કરવા માટે પાછળથી દિલ્હીથી આદેશ આવી ગયો હતો.

ગુજરાતના 8 મહાનગરોની હદ વધારીને તેને મોટા કરવા માટે રાજ્યની શહેરી સરકારે વિચારણા શરૂં કરી હતી. શહેરી વિકાસ વિભાગ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડશે.

2027ની વિધાનસભાની ચૂંટણીમાં 80 શહેરી બેઠકો વધીને 96થી 100ની આસપાસ થઈ જશે.

2020માં રાજ્યના શહેરી વિકાસ વિભાગે 8 મહાનગરપાલિકાને પત્ર લખી નગરપાલિકા અને ગ્રામપંચાયતોના વિલયનો પ્રસ્તાવ ઝડપથી મોકલવાની સૂચના આપી હતી.

મહાનગરમાં કેટલી ગ્રામપંચાયતો કે નગરપાલિકાઓને ભેળવી શકાય છે તેની યાદી ઝડપથી તૈયાર કરવાનું ત્યારે કહેવાયું હતું.

ગામડાં અને કસ્બા તેમજ શહેરના બહારના વિસ્તારો ભેળવી દેવાની દરખાસ્તો મંગાવવામાં આવી હતી.

ગુડા, સુડા, ભાડા, વુડા, ઔડા, જૂડા, જાડા જેવા વિસ્તારોની સરહદોમાં મોટાપાયે ફેરફારો થવાની સંભાવના છે.

અમદાવાદ-ગાંધીનગર
અમદાવાદમાં છેલ્લે 2007માં 30 નવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવામાં આવ્યા હતા. ગાંધીનગરના બહારના વિસ્તારો જેવાં કે પેથાપુર, કુડાસણ, રાયસણ, સરગાસણ જેવા વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશનના દાયરામાં લાવવામાં આવશે.

સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, જૂનાગઢ અને ભાવનગરમાં બહારના વિસ્તારોને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જોડવાની દરખાસ્ત તૈયાર કરવાની સૂચના આપી દેવામાં આવી હતી.

રાજ્યમાં જૂનાગઢને બાદ કરતાં તમામ મ્યુનિસિપલ કોર્પોરેશન, નગરપાલિકાઓ, જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણીઓ આવતા વર્ષે યોજાનારી છે. મહાનગરોની ચૂંટણીમાં વોર્ડની સંખ્યા પણ વધી શકે છે.

બીજી 8 મહાનગર પાલિકા

8 મહાનગરપાલિકા છે અને બીજી 8 નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે માગણી થઇ છે. જેમાં ભરૂચ, નડીયાદ, આણંદ, અમરેલી, મહેસાણા, પોરબંદર, સુરેન્દ્રનગર, વલસાડ, નવસારી,  છે. આમ કરવામાં આવતા 2022માં શહેરી વિસ્તાર હાલ 43 ટકા છે તે વધીને 50 ટકા થઈ જાય તેમ છે. તેથી ભાજપને આસપાસના ગામડાઓ વાળી વિધઆનસભા બનાવીને 100 વિધાનસભાની બેઠક થઈ જાય અને તેમાંથી 85 બેઠક તો આસાનીતી જીતી શકાય તેમ છે. 2022માં વિજય રૂપાણી ફરી એક વખત સરકાર બનાવી શકે છે. 2017માં ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો અને લોકોએ ભાજપની સરકારને મત આપ્યા ન હતા તેથી આ ગેમ પ્લાન બનાવીને વિધાનસભામાં ફરી સરકાર બનાવવા યોજના તૈયાર કરી છે.

નવા મહાનગરોમાં 1 હજાર ગામો ભેળવી દેવાશે

8 નવી મહાનગરપાલિકામાં આસપાસના ગામડાઓ સમાવીને શહેરના મતદારોનું પ્રભુત્વ વધારે અને ગામડાના મતદારોનું વજન ઓછું કરવા માટે બીજા એક હજાર ગામને આ શહેરમાં ભેળવી દઇને મોટા કદના શહેરોમાં ફેરવી દેવાનું આયોજન છે.

વિધાનસભાની બેઠકોનું ગણીત, તો કોંગ્રેસ ફરી હારે

8 મહાનગરોમાં ચોક્ખી 53 અને શહેર અને ગામડા મળીને 27 બીજી બેઠક મળીને 80 બેઠકો હાલ છે. 53 શહેરી ચોખ્ખી બેઠકમાં ભાજપની સામે કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યો જ છે. આમ હાલના મહાનગરો અને નવા મહાનગર મળીને 100 બેઠક થઈ શકે તેમ છે. ભાજપ શહેરી મતદારોનો મૂકીવાદી પક્ષ બની ગયો છે. 100માંથી કોંગ્રેસ કે આમ આદમી પક્ષને માંડ 20-25 બેઠકો મળી શકે તેનાથી વધું નહીં. નગરપાલિકાઓની બેઠકો પર પણ ભાજપનો જંડો લહેરાય છે.

૨૦૧૨ની વિધાનસભાની ચૂંટણીમાં આઠ મહાનગરપાલિકાની ૪૫ વિધાનસભા બેઠકોમાંથી ભાજપે ૪૦ બેઠકો જીતી હતી તો કોંગ્રેસને ફાળે માત્ર પાંચ બેઠકો આવી હતી.

રાજ્યની આઠે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં અત્યારે શાસનની ધૂરા ભાજપ સંભાળી રહ્યું છે.

રાજ્યની આઠે મહાનગરપાલિકાઓમાં અત્યારે ભાજપ પાસે ૪૪૭ બેઠકો, કોંગ્રેસ પાસે ૨૦૭ બેઠકો, બહુજન સમાજ પાર્ટી પાસે ૨ બેઠકો અને અન્ય પક્ષો પાસે ૧૨ બેઠકો છે, જ્યારે ૨ બેઠકો ઉપર અપક્ષો ચૂંટાયેલા છે. ભાજપના ૫૦.૨૭ ટકા વોટશેર કરતાં કોંગ્રેસનો વોટશેર ૮.૭૩ ટકા ઓછો છે. આ ૯ ટકાનો વોટશેરનો તફાવત રાજકીય રીતે બન્ને મુખ્ય પક્ષો માટે ઘણું મહત્ત્વ ધરાવે છે.

https://x.com/irushikeshpatel/status/1874426051092512863

નવા મહાનગરો

1 – નવસારી
નવસારી નગરપાલિકા તેમજ દાંતેજ, ધારાગીરી, એરુ અને હાંસાપોર ગ્રામ પંચાયતો ઉણેરીને નવસારી મહાનગરપાલિકા બની છે.

2 – ગાંધીધામ
ગાંધીધામ નગરપાલિકા તેમજ કિડાણા, ગળપાદર, અંતરજાળ, શિણાય, મેઘપર-બોરીચી અને મેઘપર-કુંભારડી ગ્રામ પંચાયતો ભેળવી દેવાતાં ગાંધીધામ મહાનગરપાલિકા બનશે.

3 – મોરબી
મોરબી નગરપાલિકા તેમજ શક્તસનાળા, રવાપરા, લીલાપર, અમરેલી, નાની વાવડી, ભડીયાદ (જવાહર), ત્રાજપર (માળીયા વનાળીયા), મહેન્દ્રનગર (ઈન્દિરાનગર) અને માધાપર/વજેપર ઓજી ગ્રામ પંચાયતોને શહેરમાં ભેળવી દેવામાં આવી છે.

4 – વાપી
વાપી નગરપાલિકા તેમજ બલિઠા, સલવાવ, છીરી, છરવાડા, ચણોદ, કરવડ, નામધા, ચંડોર, મોરાઈ, વટાર, કુંતા ગ્રામ પંચાયતોને વાપી મહાનગરપાલિકામાં સમાવી દેવામાં આવી છે.

5 – આણંદ
આણંદ, વલ્લભવિદ્યાનગર અને કરમસદ નગરપાલિકા તેમજ મોગરી, જીટોડીયા, ગામડી અને લાંભવેલ ગ્રામ પંચાયતોને શહેરમાં ભેળવી દેવામાં આવી છે.

6 – મહેસાણા
મહેસાણા નગરપાલિકા તેમજ ફતેપુરા, રામોસણા, રામોસણા N.A. વિસ્તાર, દેદીયાસણ, પાલાવાસણા, હેડુવા રાજગર, હેડુવા હનુમંત, તળેટી અને લાખવડ ગ્રામ પંચાયતો ઉપરાંત પાલોદર, પાંચોટ, ગિલોસણ, નુગર, સખપુરડા અને લાખવડ ગ્રામ પંચાયતો ભેળવીને મહેસાણા મહાનગરપાલિકા બનાવી છે.

7 – સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર, દૂધરેજ, વઢવાણ નગરપાલિકા અને ખમીસણા, ખેરાળી, માળોદ, મુળચંદ અને ચમારજ ગ્રામ પંચાયતોને સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં લેવામાં આવી છે.

8 – પોરબંદર
પોરબંદર, છાયા નગરપાલિકા તેમજ વનાણા (વિરપુર), દિગ્વીજયગઢ, રતનપર અને ઝાવર ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને પોરબંદર મહાનગરપાલિકા બનાવી છે.

9 – નડિયાદ
નડિયાદ નગરપાલિકા તેમજ યોગીનગર, પીપલગ, ડુમરાલ, ફતેપુરા, કમલા, માંજીપુરા, ડભાણ, બીલોદરા, ઉત્તરસંડા અને ટુંડેલ ગ્રામ પંચાયતો સમાવિષ્ટ થઇને નડિયાદ મહાનગરપાલિકા બનશે.

ક્યારે શું થયું

રાજ્યમાં 1950માં અમદાવાદ અને વડોદરાને મહાનગર પાલિકા જાહેર કરી હતી. 1962માં ભાવનગર, 1966માં સુરત, 1973માં રાજકોટ, 1981માં જામનગર, 2002માં જૂનાગઢ અને 2010માં ગાંધીનગરને મહાનગરો જાહેર કરાયા હતા.

2025
ગુજરાતમાં 12 વર્ષ પછી જિલ્લાના ભાગલા પડ્યા છે. 14 વર્ષ બાદ નવી મહાનગરપાલિકા બની છે. નવા મહાનગરોમાં ગ્રામ પંચાયતો, નગરપાલિકાની ચૂંટાયેલી પાંખનું વિસર્જન કરાયું છે.

22 મહાનગરો બનવાના હતા
એપ્રિલ 2024માં સરકાર ગુપ્ત રીતે મહાનગરો જાહેર કરવાનું આયોજન બનાવી રહી હતી. જે હિસાબે
અગાઉની જાહેરાત બાદ નવી 8 મહાનગરપાલિકા ઉમેરવામાં આવે તો 14 મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે ગુજરાતમાં કુલ 22 મહાનગરપાલિકાઓ બનવાની હતી.

5 મહાનગરો બનવાના હતા
29 જૂન 2023માં નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી એમ 5 નગરપાલિકા બનાવવા પ્રધાન મંડળમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

એકાએક બે વધી ગઈ
માર્ચ 2024ના અંદાજપત્રમાં ગુજરાત સરકારે 7 નગરપાલિકા જાહેર કરવાનું કહ્યું હતું. જેમાં મહેસાણા, ગાંધીધામ, આણંદ, મોરબી, નવસારી, વાપી અને સુરેન્દ્રનગર-દૂધરેજ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા જાહેર કરાયું હતું. પણ, 10 મહિનામાં એવું કંઈક થયું કે 7ના બદલે 2 શહેરોને એકાએક 1 જાન્યુઆરી 2025માં મહાનગર પાલિકાને જાહેર કરી છે. જેમાં પોરબંદર અને નડિયાદનો સમાવેશ થાય છે.

વર્ષો સુધી અન્યાય
વર્ષો સુધી 6 મહાનગરપાલિકા હતી. બાદમાં જુનાગઢ મહાનગરપાલિકા બનાવવામાં આવી. ગુજરાત વડીઅદાલતમાં લોકોએ દાવો લાખલ કરીને તેના આદેશથી ગાંધીનગર મહાનગર પાલિકા નરેન્દ્ર મોદીની સરકાર પાસેથી મેળવી હતી. ગુજરાતમાં 100 જેટલાં ટાઉન છે તે નગર પાલિકા બની શકે તેમ છે.

નગરો
રાજ્યમાં અનેક નગરો એવા છે કે જેને મહાનગર બનાવવાની જરૂરીયાત છે એટલે કે તેને મહાનગર પાલિકાની બનાવવાની જરૂરીયાત છે.

11 શહેરો મહાનગર કેમ નહીં
પાટણ, પાલનપુર, હિંમતનગર, દાહોદ, ગોધરા, ખંભાત, છોટાઉદેપુર, ભરૂચ, વલસાડ, ભુજ, અમરેલી શહેરો મહાનગરપાલિકા બનવાની લાયકાત ધરાવે છે. છતાં બનાવી નથી. કારણ માત્ર એટલું જ કે તે રાજકીય રીતે ભાજપને મદદ કરી શકે તેમ નથી.
નીચલી કક્ષાના અધિકારીઓ નગરપાલિકાઓને મળે છે. જેને કારણે જે તે નગરનો એટલો વિકાસ થઈ શકતો નથી. જો તેને મહાનગર પાલિકા બનાવવામાં આવે તો જે તે શહેરની આવકમાં સુધારો થઈ શકે છે.

મહાનગર ક્યારે
સામાન્ય રીતે એવો માપદંડ છે કે જે શહેરની વસતી એક લાખથી વધારે હોય તો તેને મહાનગર પાલિકા બનાવવી જોઈએ. ગુજરાતમાં 156 નગરપાલિકામાંથી 1 લાખથી વધારે વસતી હોય એવા શહેરોને પણ મહાનગરો જાહેર કરવા જોઈએ એવી માંગણી ઘણી વખત થતી રહી છે.

નગર ક્યારે
નગરની વસતી 10 હજારથી વધારે હોય તે નગરને નગરપાલિકા આપવી જોઈએ પરંતુ રાજ્યમાં નગરપાલિકાઓ બનાવવા માટે પણ આ બાબતને ધ્યાનમાં લેવામાં આવતી નથી. 10 હજારથી વધારે વસતી હોય એવા 102 ટાઉન હોવાનો અંદાજ છે.

ગામો
અનેક ગામો એવા છે કે જે નગરપાલિકા બની શકે તેમ છે. અનેક નગરો એવા છે કે જે મહાનગર પાલિકા બની શકે તેમ છે. સરકારે સરવે કરવો જોઈએ કે કયા ગામને નગરપાલિકા અને કયા નગરને મહાનગર પાલિકા આપવાની જરૂરીયાત છે.

શું કરી પ્રક્રિયા
નવા જિલ્લા બનાવવા કે હદ બદલવા બાબતે ગુજરાત સરકાર આખરી સત્તા છે. ભારત સરકારની મંજૂરી લેવી પડતી નથી.
રાજ્ય સરકારના ગૃહ મંત્રાલય બીજા વિભાગોને દરખાસ્ત મોકલે છે. વિભાગોની મંજૂરી મળી ગયા બાદ ના વાંધા પ્રમાણપત્ર જાહેર કરવામાં આવે છે.

13 શહેરોને અન્યાય
સામાન્ય રીતે 1 લાખથી વધારે વસતી હોય તેને મહાનગર જાહેર કરવામાં આવે છે. ગુજરાતમાં દોઢ લાખ સુધીની વસતી ધરાવતાં 13 શહેરો છે. છતાં તેમને મહાનગરનો દરજ્જો આપવામાં આવ્યો નથી.
પોરબંદરની વસતી 2,79,245 છે. તેનાથી વધારે વસતી ભરૂચ અને પાટણની છે છતાં તેમને મહાનગરો જાહેર કરાયા નથી. સરકારની ભેદભાવભરી નીતિ અહીં દેખાઈ આવે છે. જો તમામને સરખો ન્યાય આપવામા આવે તો 17 મહાનગરો જાહેર થયા અને બીજા 13 મહાનગરો જાહેર કરવામાં આવે તો 30 મહાનગરો બનાવવા જોઈએ.

ભરૂચ – 2,90,000
પાટણ – 2,83,000
ભુજ – 2,44,000
વેરાવળ – 2,41,000
વલસાડ – 2,21,000
ગોધરા – 2,11,000
પાલનપુર – 1,84,000
હિંમતનગર – 1,81,000
કલોલ – 1,74,000
બોટાદ – 1,69,000
અમરેલી – 1,53,000
ગોંડલ – 1,45,000
જેતપુર – 1,53,000

ગુજરાતની 60 ટકા વસતી જ્યાં વસે છે એવા શહેરો અને કસ્બા છે. જે તાલુકા, જિલ્લા મથકો, નગરપાલિકી કે મહાનગરો છે.

ગુજરાતના 207 શહેરો કે કસબાની યાદી
અમદાવાદ, ગાંધીનગર,જૂનાગઢ,પાલનપુર,ભાવનગર,વડોદરા,સુરત શહેર, અંકલેશ્વર, અંજાર, અમરેલી,
અમલસાડ, અમીરગઢ, અલંગ, આણંદ, આદિત્યાણા, આદિપુર, આમોદ, આહવા, ઉંઝા, ઉચ્છલ, ઉના, ઉપલેટા, ઉમરપાડા, ઉમરેઠ, ઓખા, ઓલપાડ, કંડલા બંદર, કઠલાલ, કડાણા, કડી, કપડવંજ, કરજણ, કલોલ, કલ્યાણપુર, કામરેજ, કાલાવડ, કાલોલ, કુતિયાણા, કેશોદ,કોડીનાર, ખંભાળિયા, ખાંભા, ખેડબ્રહ્મા, ખેડા, ખેરાલુ, ગઢડા, ગણદેવી, ગરબાડા, ગાંધીધામ, ગાંધીનગર, ગારીયાધાર, ગોંડલ, ગોધરા, ઘોઘંબા, ચકલાસી, ચાણસ્મા, ચિખલી, ચુડા, ચોટીલા, ચોરવાડ, છાંયા, છોટાઉદેપુર, જંબુસર, જલાલપોર, જવાહરનગર, જસદણ, જાંબુઘોડા, જાફરાબાદ, જામ રાવલ, જામકંડોરણા, જામજોધપુર, જામનગર, જુનાગઢ, જેતપુર, જોડિયા, ઝાલોદ, ઠાસરા, ડભોઇ, ડીસા, ડેડીયાપાડા, તલોદ, તળાજા, તારાપુર, તાલાલા, તિલકવાડા, થરા, થાનગઢ, દસાડા, દસ્ક્રોઇ, દહેગામ, દાંતા, દાંતીવાડા, દાહોદ, દેત્રોજ, દેવગઢબારિયા, ધંધુકા, ધનસુરા, ધરમપુર, ધાનપુર, ધાનેરા, ધોરાજી, ધોળકા, ધ્રાંગધ્રા, ધ્રોલ, નખત્રાણા, નડીઆદ, નવસારી, નવા ભીલડી, નસવાડી, પડધરી, પલસાણા, પાટણ, પાદરા, પારડી, પાલનપુર, પાલીતાણા, પાવી જેતપુર, પોરબંદર, પ્રભાસ પાટણ, પ્રાંતિજ, ફતેપુરા, બગસરા, બહુચરાજી, બાબરા, બાયડ, બારડોલી, બાલાસિનોર, બાવળા, બીલીમોરા, બોટાદ, ભચાઉ, ભરૂચ, ભાણવડ, ભાભર, ભાયાવદર, ભાવનગર, ભિલોડા, ભીલડી, ભુજ, ભેંસાણ, મહુધા, મહુવા, મહુવા, મહેમદાવાદ, મહેસાણા, માંગરોલ, માંગરોળ, માંડલ, માંડવી, માંડવી-સુરત, માણસા, માણાવદર, માતર, માલપુર, માળિયા, માળીયા હાટીના, મુન્દ્રા, મુળી, મેંદરડા, મેઘરજ, મોડાસા, મોરબી, મોરવા, રાજકોટ રાજપીપલા, રાજુલા, રાણપુર, રાણાવાવ, રાધનપુર, રાપર, લખતર, લાઠી, લાલપુર, લીંબડી, લીમખેડા, લુણાવાડા, લોધિકા, વંથલી, વઘઇ, વડગામ, વડનગર, વડાલી, વડોદરા, વઢવાણ, વલસાડ, વલ્લભીપુર, વાંકાનેર, વાંસદા, વાગરા, વાઘોડિયા, વાપી, વાલિયા, વાલોડ, વાવ, વિજયનગર, વિજાપુર, વિરપુર-મહિસાગર, વિરમગામ, વિસનગર, વેરાવળ, વ્યારા, શંખેશ્વર, શહેરા, શિનોર, સંખેડા અને સંતરામપુર.

મહાનગરો વસતી