4 વીઘા જમીનમાં 22 લાખ ખેડૂતોની આવકનું એકીકૃત ખેતી મોડેલ ગુજરાતમાં નિષ્ફળ

દિલીપ પટેલ
વર્ષભરની આવક અને રોજગાર માટે ચાર ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ મોડલની સ્થાપના કરવામાં આવી હતી. 0.56 હેક્ટર વેટલેન્ડ IFS મોડલ જેમાં ખેતરના પાક ચોખા, મકાઈ, જુવાર , લાલ ચણા, લીલા ચણા, બાગાયતમાં કેળા, પપૈયા, જામફળ, દાડમ, સફરજન, રોઝવુડ, પોમેલો સાઇટ્રસ શાકભાજી, પશુધન ઓંગોલ ગાયનો સમાવેશ થાય છે. કડકનાથ અને અસીલ મરઘા,  માછલી માટે વિકસાવવામાં આવી છે.

તેવી જ રીતે ગુજરાત અને રાજસ્થાન માટે બે IFS મોડલની સ્થાપના કરવામાં આવી હતી જેમાં બાગાયત અને પશુધનનો સમાવેશ થાય છે. ખેતીમાં ખેડૂત ઓછી જમીન પર વધુમાં વધું કેટલી આવક મેળવી શકે તે આ મોડેલ પરથી સ્પષ્ટ થાય છે.

જૂનાગઢ કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ખેતીના ફળ પાકો, ગીર ગાય અને માછલી માટે મોડેલ બનાવવામાં આવ્યા હતા. અડધો હેક્ટરમાં તેનો અભ્યાસ કરાયો હતો કે ખરેખર ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને કેટલી આવક થાય છે. અડધો હેક્ટરમાં વર્ષે 88 હજારની ચોખ્ખી આવક થઈ હતી. જેમાં કુલ 317 માનવ દીનની રોજગારી મળી હતી.

જ્યારે નવસારી કૃષિ વિશ્વ વિદ્યાલયમાં ફીસ પોન્ડ, મલ્ટી સ્ટોરી હોર્ટીકલ્ચર, ફર્મ પોન્ડ 0.60 હેક્ટરમાં બનાવવામાં આવ્યા હતા. જેનો અભ્યાસ કરાયો હતો. કે ખરેખર તેમાં કેટલી આવક થાય છે. તે હિસાબે વર્ષે 83 હજાર રૂપિયાની આવક થઈ હતી. જેમાં 300 માનવ દીનની રોજગારી મળી હતી.

આ બન્ને અભ્યાસો બતાવે છે કે 1.50 થી 2 એકર એટલે કે 4 વીઘાથી 5 વીઘા જમીન પર આ રીતે ખેતી સાથે બીજા વ્યવસાય કરવામાં આવે તો વર્ષે 83થી 88 હજાર રૂપિયાની આવક થઈ શકે છે. આ અહેવાલ કેન્દ્ર સરકારની ભારતીય કૃષિ સંશોધન પરિષદ દ્વારા જાહેર કરાયો છે.

હવે ખેડૂતોની નજરે તારણો આવા હોઈ શકે છે —

જોકે આ બન્ને અભ્યાસો વૈજ્ઞાનીક રીતે કૃષિ વિજ્ઞાનીઓ અને નિષ્ણાંતોએ કરેલા છે. જો તે જ કામ ખેડૂત કરે તો તેમાં 50 ટકા સુધી ઓછી આવક થઈ શકે છે. એટલે 4 વીઘા જમીનમાં ખેડૂત વર્ષે 40 હજારની આવક મેળવી શકે છે. મહિને રૂપિયા 7000થી 3500 એક વ્યક્તિ કમાઈ શકે છે.

ગુજરાતમાં 58 લાખ ખેડૂતો છે. જેમાં 1 હેક્ટરથી નીચે 22 લાખ ખેડૂતો પાસે 12 લાખ હેક્ટર જમીન છે.

1થી 1.99 હેક્ટર વચ્ચે 17 લાખ ખેડૂતો પાસે 25 લાખ હેક્ટર જમીન છે.

2થી 3.99 હેક્ટર વચ્ચે 11 લાખ ખેડૂતો પાસે 33 લાખ હેક્ટર જમીન છે.

4થી 9.9 હેક્ટર જમીન હોય એવા 4.5 લાખ ખેડૂતો પાસે 2.50 લાખ હેક્ટર જમીન છે. 2001 પછી 5 ટકા ઘટી રહી છે. થી 10 હેક્ટર જમીન ધરાવતાં મધ્યમ ખેડૂતો દર વર્ષે 1 ટકાવા દરે ઘટી રહ્યા છે.

10થી વધું હેક્ટર જમીન હોય એવા 30 હજાર ખેડૂતો પાસે 3 લાખ હેક્ટર જમીન છે.

410 હેક્ટરથી વધું જમીન હોય એવા મોટા ખેડૂતો દર વર્ષે 10 ટકા ઘટી રહ્યા છે. આ રીતે 10 વર્ષમાં મોટા ખેડૂતો 2થી 4 ટકા જ રહેશે.

આમ ગુજરાતમાં 3 વર્ષોમાં જ અડધો હેક્ટર જમીન ધરાવતાં હોય એવા 50 ટકા એટલે કે 30 લાખ ખેડૂતો હશે.

આમ 30 લાખ ખેડૂતો અડધો હેક્ટર જમીન પર કઈ રીતે ખેતી કરી શકે તેનો અભ્યાસ તો થયો છે. મોંઘવારી જોતા ખેડૂત કુટુંબને મહિને 10થી 15 હજારની આવક હોવી જરૂરી છે. આ મોડેલમાં આટલી આવક થતી નથી. ખેતીમાં ખેડૂત ઓછી જમીન પર વધુમાં વધું કેટલી આવક મેળવી શકે તે આ મોડેલ પરથી સ્પષ્ટ થાય છે.