It is estimated that Guj Govt is spending Rs 400 crore on renting vehicles
ગાંધીનગર, 14 એપ્રિલ 2021
ગુજરાત સરકારે પોતાના વાહનો ખરીદવાની જગ્યાએ ભાડેથી લેવામાં અધિકારઓ પસંદ કરી રહ્યા છે. વાહનોનું ભાડું વધારે ચૂકવી દેવાળુ ફૂંકે છે. આઉટસોર્સિંગમાં સરકારના 42 વિભાગો રૂપિયા 400થી 500 કરોડ ખર્ચતા હોવાનો અંદાજ આરોગ્ય વિભાગના ખર્ચ પરથી મૂકવામાં આવે છે. તમામ વિભાગની વિગતો સરકારે વેબસાઈટ પર મૂકવી જોઈએ.
પ્રજા ચૂકવે 1 લાખ સરકારે તેના 12 હજાર કરે છે
પ્રજા પોતાના એક લાખ રૂપિયા ચૂકવે છે ત્યારે સરકારી અધિકારીઓ તેના 12 હજાર કરી નાંખે છે. રૂપાણીનું બદનામ રાજ ચાલી રહ્યું છે. જેના પર ભાજપનો કોઈ અંકૂશ નથી. તેઓ પક્ષ પ્રમુખનું પણ માનતા નથી.
15 કરોડનું વાહન ભાડું
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની કચેરીઓમાં ખાનગી વાહનો ભાડે રાખ્યા પછી બે વર્ષમાં કુલ 15.39 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. આ વાહનો રાજ્યની વિવિધ 22 એજન્સીઓ મારફતે ભાડે લેવામાં આવ્યા હતા.
એક વાહનનું ભાડું 6 લાખ
આરોગ્ય વિભાગની નેશનલ હેલ્થ મિશન, અધિક નિયામક, તબીબી શિક્ષણ, સીઇઓ, જીએમઇઆરએસ, મુખ્ય ઇજનેર, પીઆઇયુ, આયુષ નિયામક તેમજ જીએમએસસીએલના એમડીની કચેરીમાં 2019ના વર્ષમાં 270 અને 2020ના વર્ષમાં 274 ખાનગી વાહનો ભાડે રાખવામાં આવ્યા હતા. 5થી 6 લાખ એક વાહનનું ભાડું થયું. 4 વર્ષમાં ભાડાના વાહન ફ્રી થઈ જાય છે.
ભાડાની રકમથી 70 વાહનો ખરીદી શકાય
આરોગ્યના 7 પેટા વિભાગો માટે વાહનો ભાડે રાખવાનો વાર્ષિક ખર્ચ 7થી 8 કરોડ રૂપિયા આવતો હોય છે. જો એક વાહનની કિંમત માત્ર 10 લાખ રૂપિયા ગણવામાં આવે તો પણ આટલી રકમમાં તો વિભાગ 70 થી 80 વાહનો ખુદના ખરીદી શકે છે. વાહનો ભાડે લેવાના ખર્ચની સરખામણીએ પોતાનું વાહન લેવું વધારે હિતાવહ છે અને સસ્તું પડે છે.
નામનો ગેરઉપયોગ
મોટાભાગના સરકારી વિભાગોમાં વાહનો ભાડે લેવામાં આવે છે. ખાનગી હોવા છતાં તેની આગળ અને પાછળ ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવામાં આવતું હોય છે કે જેથી પોલીસ કે સુરક્ષા કર્મચારી આ વાહનને રોકી શકે નહીં.