જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ મળ્યા અને ટ્વીટ કર્યું, કૃત્રિમ વિરોઘ કોણ કરી રહ્યું છે ?

અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસના ઉપપ્રમુખ હાર્દિક પટેલ બનાસકાંઠામાં મળ્યા હતા. તે અંગે એક ટ્વીટ હાર્દિક પટેલે કર્યું તેની સાથે તેનો અલ્પનીય વિરોધ શરૂં થઈ ગયો હતો. કારણ કે બન્ને મળીને વિજય રૂપાણી સરકારના કૌભાંડો જાહેર કરવાના હતા.

આ રહ્યું એ ટ્વીટ
મને બનાસકાંઠા જિલ્લામાં મારો સાથી મળ્યો. હું અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ગરીબ પરિવારોની હાલત વિશે હંમેશાં ચિંતા કરતા રહીએ છીએ. આજે પણ જીગ્નેશે મનરેગામાં થઈ રહેલા ભ્રષ્ટાચાર અંગે ચર્ચા કરી, કૌભાંડોમાં જલ્દીથી ભાજપ સરકારનો પર્દાફાશ કરશે.

https://twitter.com/HardikPatel_/status/1288150959785467904

આવું કેમ ?
આ એક સામાન્ય ટ્વીટ છે. જેમાં ગુજરાતના કોઈ પણ નાગરિક બોલી શકે છે. પણ જેવું હાર્દિક પટેલે આ ટ્વીટ કર્યું તેની સાથે એક ચોક્કસ પ્રકારની ગેંગ તેનો વિરોધ કરવા આવી ગઈ. સારા અને સામાન્ય માણસો ન લખે એવું લખવાનું શરૂં થઈ ગયું હતું. જેમાં ધમકીઓ પણ આપવામાં આવી છે. અભદ્રભાષા પણ છે. છતાં ગુજરાત પોલીસે તેવા લોકો સામે કોઈ પગલાં ભર્યા નથી. ટ્વીટમાં જે કોમેન્ટ કરવામાં આવી તેમાં મોદી અને ભાજપના વખાણ કરનારા વધું છે. તેનો સીધો મતલબ એ છે કે ટ્વીટ કરવા માટે કોઈ એક ચોક્કસ ગેંગ કામ કરી રહી છે. જ્યાં સરકારની કે ભાજપની ટીકા થયા છે ત્યાં આ ગેંગ આવી જાય છે. રાજકીય પક્ષો આવું કામ કરવા માટે મોટા પૈસા લઈને ઠેકા આપે છે અને આ કંપનીઓની ડાકુઓ આવી ચઢે છે. જેમાં ઘણાં નિર્દોષ લોકો પણ હોય છે. કેટલાંક અનાયાસે આ ગેંગના વિરાચો સાથે જોડાઈને ભૂલ કરતાં હોય છે.