જિઓ ફોન કંપનીએ 3 મહિનામાં 10 વિદેશી કંપનીઓને રૂ. 1.15 લાખ કરોડનો હિસ્સો વેચી દીધો

મુંબઈ, 18 જૂન, 2020

જિયો પ્લેટફોર્મ્સે નવ અઠવાડિયામાં અગ્રણી આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,693.95 કરોડનું રોકાણ મેળી જિયો ફોનનો હિસ્સો વેચી દીધો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડએ આજે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ફંડના રૂ. 11,367 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. પીઆઇએફ એ સાઉદી અરેબિયાનું સોવેરિયન વેલ્થ ફંડ છે. આ રોકાણમાં જિયો પ્લેટફોર્મ્સનું ઇક્વિટી મૂલ્ય રૂ. 4.91 લાખ કરોડ અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ રૂ. 5.16 લાખ કરોડ આંકવામાં આવ્યું છે. પીઆઇએફને આ રોકાણની સામે જિયો પ્લેટફોર્મ્સમાં સંપૂર્ણ ડાઇલ્યુટેડ આધારે 2.32 ટકા ઇક્વિટી હિસ્સો મળશે.

આ રોકાણ સાથે 10 વિદેશી કંપનીઓનું જિયો પ્લેટફોર્મ્સને એપ્રિલ, 2020થી અત્યાર સુધી વિશ્વના અગ્રણી રોકાણકારો પાસેથી કુલ રૂ. 115,694 કરોડનું રોકાણ મળ્યું છે, જેમાં ફેસબુક, સિલ્વર લેક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ એટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઇએ, ટીપીજી અને એલ કેટરટન સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નાણાકીય સલાહકાર તરીકે મોર્ગન સ્ટેન્લી તથા કાયદેસર સલાહકાર તરીકે એઝેડબી એન્ડ પાર્ટનર્સ અને ડેવિસ પોલ્ક એન્ડ વોર્ડવેલે કામગીરી કરી હતી.

પીઆઇએફના રોકાણ સાથે જિયો પ્લેટફોર્મ્સે આંતરરાષ્ટ્રીય સ્તરના ટોચના નાણાકીય રોકાણકારો સાથે પાર્ટનરશિપ કરી છે. ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર છે. જિયો પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલીટિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ અને મિક્સ્ડ રિયાલિટી અને બ્લોકચેઇન દ્વારા એની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે.

1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, “ હું જિયો પ્લેટફોર્મ્સમાં કિંમતી પાર્ટનર તરીકે પીઆઇએફને આવકારું છું.”

પીઆઇએફના ગવર્નર યાસિર અલ-રુમાય્યાને કહ્યું હતું કે, “અમને ઇનોવેટિવ બિઝનેસમાં રોકાણ કરવાની ખુશી છેઅમે માનીએ છીએ કે, ભારતીય ડિજિટલ અર્થતંત્રમાં પુષ્કળ સંભવિતતા રહેલી છે.  કિંગ્ડમની રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરવા અને એની વૃદ્ધિને સુસંગત છે.”