રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. તેની ટેલિકોમ સબ્સિડિયરી રિલાયન્સ જિયોને ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળા (જુલાઈ-સપ્ટેમ્બર)માં જબરદસ્ત નફો થયો છે. બીજા ક્વાર્ટરમાં રિલાયન્સ જિયોનો નફો 2844 કરોડ રૂપિયા રહ્યો છે. એપ્રિલ-જૂન ત્રિમાસિક ગાળામાં તે 13 ટકાની વૃદ્ધિ રહી છે. રિલાયન્સના જણાવ્યા અનુસાર બીજા ક્વાર્ટરમાં જિયોની આવક 17,380 કરોડ રૂપિયા રહી છે.
ચાલુ નાણાકીય વર્ષ 2020-21ના બીજા ત્રિમાસિક ગાળામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો ચોખ્ખો નફો 15 ટકા ઘટીને 9,567 કરોડ રૂપિયા થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે શુક્રવારે શેરબજારને એક નોટિસમાં જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં કંપનીનો ચોખ્ખો નફો 11,262 કરોડ રૂપિયા છે. વર્ષ 2020-21ના બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક ઘટીને 1.2 લાખ કરોડ રૂપિયા થઈ હતી, જે વર્ષ 2019-20ના સમાન ત્રિમાસિક ગાળામાં 1.56 લાખ કરોડ રૂપિયા હતી.
કંપનીએ જણાવ્યું હતું કે કન્સોલિડેટ સેગમેન્ટના ETITDAનો 49.6 ટકા હિસ્સો ત્રિમાસિક ગાળામાં કન્ઝ્યુમર ટ્રેડમાંથી આવ્યો હતો. રિલાયન્સની ડિજિટલ સર્વિસિસના એબિટડા 8,345 રૂપિયા હતા. આ ઉપરાંત જીઓ પ્લેટફોર્મ માટે 1,52,056 કરોડ રૂપિયા અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ માટે 37,710 કરોડ રૂપિયાની મૂડી ઊભી કરવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ છમાસિક ગાળામાં રિલાયન્સે લગભગ 30,000 રોજગારીનું સર્જન કર્યું હતું. રિલાયન્સ રિટેલે આ ત્રિમાસિક ગાળામાં 125 નવા સ્ટોર્સ ખોલ્યા હતા.