ગાંધીનગર, 17 ઓક્ટોબર 2020
બજારમાં અનેક પ્રકારના બોર મળે છે. પણ રેડ એપલ બોરની માંગ સૌથી વધું છે. તેની સ્વાદ અને ગુણ સફરજન જેવા છે. એક ઝાડમાં 60-100 કિલો સુધી બોર આવતાં થાય છે. ખેડૂતોને 10 કિલોના 300-350 રૂપિયા આવે છે. અમદાવાદ, સુરત, દિલ્હીમાં માંગ સારી છે. આ બોરડીનું વધારે ધ્યાન રાખવું પડતું નથી. દવાનો ખર્ચ ઓછો છે. બોર દેખાવમાં સફરજન જેવું લાગે છે. લાલ રંગ, આકાર, સુગંધ, સ્વાદ, મીઠાશ, કદ 70-80 ગ્રામ, ગુણ સફરજન જેવા છે. ગુજરાતમાં એક હેક્ટરે 8 લાખનું વેચાણ થઈ શકે છે. દેશમાં 25 હજાર હેક્ટર અને ગુજરાતમાં 1900 હેક્ટરમાં 40 પ્રકારના બોરના બગીચા હોવાનું અનુમાન છે. જેમાં રેડ એપલ બોરની શરૂઆત હવે થઈ છે. તેથી ઓછો વિસ્તાર છે.
ઉનામાં વાવેતર
જૂનાગઢ ઉનામાં ખાપટ ગામના ખેડૂત નીતિન માલવીયાએ 53 વીઘામાં 6500 બોરના રોપા વાવેલા હતા. પહેલા વર્ષથી જ બોર મળવાના શરૂ થઈ ગયા હતા. ત્રીજા વર્ષે સારો પાક ઉતરેલો હતો. 3.90 લાખ કિલો બોર થયા હતા. ગરમ ઋતુમાં થઈ શકે છે. કાંટા હોય છે. બંગાળ, બુંદેલ ખંડ, રાજસ્થાનમાં પણ હવે ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્રમાં 2013થી કેટલાંક ખેડૂતોએ ખેતી શરૂ કરી હતી.
હાઈબ્રિડ એપલ બોર
થાઈ એપલ બેરથી બે ગણો ભાવ આવે છે. હાઈ લેબ ટેકનીક અનુવંશિક બાયો પ્લાન્ટ સિસ્ટમ દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે. એક એકરમાં 450 રોપા લાગે છે. પહેલા વર્ષથી 10 કિલો બીજા વર્ષે 50 કિલો અને ત્રીજા વર્ષે 100 કિલો આપે છે. 35થી 50 રૂપિયા ભાવ મળી રહે છે. 50 વર્ષ સુધી તે ટકી રહે છે. 7થી 15 ફૂટ ઉંચાઈ રહે છે.
આંતર પાક
50 ડિગ્રી તાપમાન સુધી થઈ શકે છે. બગીચામાં વચ્ચે વટાણા, મરચાં, મેથી, મગ જેવા પાક લઈ શકાય છે. દુષ્કળને જીલી લે છે.
તત્વો
એંટી ઓક્સિડેન્ટ્સનો ખજાનો છે. કેન્સરના કોષોને વધતા અટકાવે છે. વજન ઘટાડવા માટે કામના છે કારણ કે તેમાં કેલેરી હોતી નથી. વિટામિન સી, વિટામિન એ અને પોટેશિયમ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. રોગપ્રતિકારક શક્તિને સુધારવાનું કામ કરે છે. યકૃતની સમસ્યાઓ હલ કરવા માટે પણ તે ફાયદાકારક વિકલ્પ છે. ત્વચા ઘણા સમય સુધી ચમકતી રહે છે. તેમાં એન્ટી એજિંગ એજન્ટ પણ જોવા મળે છે. કબજિયાતમાં ફાયદો કરે છે. પાચનમાં સુધારો કરે છે. કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતા પ્રમાણમાં જોવા મળે છે. તે દાંત અને હાડકાઓને મજબૂત બનાવે છે.
પશુચારો
તેના પાંદડા પ્રોટીનથી ભરપૂર છે તેથી પશુચારા માટે સારા છે. બકરીઓ સારી રીતે નીચે પડેલા પાન ખાય છે.
40 જાતના બોર
ભારતમાં 350 પ્રકારના બોર છે. ગુજરાતમાં 40 પ્રકારના બોર જોવા મળે છે. જંગલી બોર પણ છે. ખેતરના શેઢે થતાં બોર હવે ઓછા થઈ ગયા છે. ચણી બોરથી બોરની ખેતી શરૂ થાય છે. ભારતમાં ખેજડી, ગુંડા, પીલુ અને કચરાની પ્રજાતિઓ વિકસાવવામાં આવી હતી. ભારતના બોરની ખેતી આફ્રિકા, ઇઝરાઇલ, લેટિન અમેરિકામાં ગઈ છે.