કેજરીવાલ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પરીક્ષા માટે તૈયાર કરશે, મોદીની ઊંચી ફી હોવાથી અલગ બોર્ડ બનાવ્યું

શિક્ષણ ક્ષેત્રે દિલ્હી સરકારે એકી સાથે 3 મહત્વના પગલાં લઈને ગુજરાતની ભાજપ સરકારને અને કેન્દ્રસરકારની આવડત ઝાંખી થાય એવું પગલું ભર્યું છે. ગુજરાતના મુખ્ય પ્રધાન, શિક્ષણ પ્રધાન અને રાજ્ય શિક્ષણ પ્રધાન વિદેશ જઈને પછાત દેશોમાં રોડ સો કરી આવ્યા છે. ગુજરાત સરકાર વિદેશીઓ ભારતમાં ભણવા આવે એવું ઈચ્છે છે. પણ ગુજરાતના પોતાના ઘરના છોકરા ઘંટી ચાટે અને વિદેશીઓ છોકરાઓને મોંઘો આટો આપવાની તેઓ વાત કરી આવ્યા છે.

દિલ્હીની આમ આદમી પક્ષની અરવિંદ કેઝરીવાલની સરકારે દિલ્હીના વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપવા તૈયારીઓ શરૂ કરી દીધી છે.

ગુજરાતના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ મેળવીને દર 3 વર્ષે લેવાતી આંતરરાષ્ટ્રીય પરીક્ષા આપે અને તે અંંગેનો અભ્યાસક્રમ તૈયાર કરવાનું કામ કર્યું નથી.

નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદીયાએ પણ આ વખતે પોતાના બજેટમાં જાહેરાત કરી હતી કે દિલ્હી સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી આકારણી (પીઆઈએસએ) ની પરીક્ષા માટેના 2024 ના કાર્યક્રમ માટે તૈયાર થશે. શિક્ષણની ગુણવત્તા અને વિદ્યાર્થીની યોગ્યતાની આ આંતરરાષ્ટ્રીય પરીક્ષા ભાગ લેતા દેશોમાં 15 વર્ષીય વિદ્યાર્થીઓ માટે દર 3 વર્ષે એકવાર થાય છે.

ઊંચી ફી લેતી કેન્દ્ર સરકારથી કેઝરીવાલ જૂદા થયા

શિક્ષણ તરફ અભૂતપૂર્વ પગલામાં, દિલ્હી સરકારે રાજ્ય માટે એક નવું સ્કૂલ એજ્યુકેશન બોર્ડ વિકસાવવા માટે તેના 65,000 કરોડ રૂપિયાના બજેટનો એક ભાગ ફાળવ્યો છે. 2015 માં સત્તા પર આવ્યા બાદ, આમ આદમી પાર્ટી-સરકાર તેના બજેટના મોટાભાગને શિક્ષણ, ખાસ કરીને શાળાઓને સમર્પિત કરી રહી છે. આ વખતે પણ, તેમણે કુલ બજેટના 24.33% અથવા રૂ. 15,815 કરોડ – શિક્ષણ ક્ષેત્રને સમર્પિત કર્યા છે.

તેમાંથી, 62 કરોડ રૂપિયા દિલ્હીને અલગ રાજ્ય રાજ્ય શિક્ષણ મંડળ સ્થાપવા અને તેની શાળાઓ માટે નવો અભ્યાસક્રમ વિકસાવવા માટે રાખવામાં આવ્યા છે. દેશના અન્ય રાજ્યોમાં રાજ્ય સરકારો દ્વારા સંચાલિત લગભગ તમામ શાળાઓ તેમના સંબંધિત રાજ્ય બોર્ડનું પાલન કરે છે, જ્યારે દિલ્હીની સરકારી શાળાઓ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનનું પાલન કરે છે.

ગયા વર્ષે રાજ્યના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સીબીએસઈ દ્વારા પરીક્ષા ફીમાં વધારો કર્યા પછી જ દિલ્હીમાં એક અલગ બોર્ડની જરૂરિયાત ઉભી કરી હતી.

આ ઉપરાંત, વિદ્યાર્થીઓને અખબારો પૂરા પાડવું, સરકારી શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ માટે “પેરેંટ વર્કશોપ” યોજવું અને દિલ્હીમાં સ્પેશિયાલિસ્ટ પ્રવાહમાં પાંચ વિશેષિકરણ શાળાઓની સ્થાપના પણ રાજ્યની અન્ય શિક્ષણ પહેલમાં શામેલ છે.