દિલીપ પટેલ allgujaratnews.in@gmail.com
દિલ્હીમાં સારા કામ કરીને ફરીથી સત્તા મેળવીને ગુજરાતના નરેન્દ્ર મોદી અને અમિત શાહને દેશ કાક્ષાએ પરાજિત કર્યા બાદ કેજરીવાલ હવે ફરી ગુજરાતમાં ભાજપના શાસનનો અંત લાવવા માર્ચમાં આવી રહ્યાં છે. તેમની પક્ષે હવે ગુજરાતમાં ભાજપનું 25 વર્ષથી ચાલતાં શાસનનો અંત લાવીને દિલ્હી દેવું શિક્ષણ અને આરોગ્ય આપવાનું નક્કી કરી લીધું છે. અમદાવાદમાં તેમની જંગી જાહેર સભા થશે.
આમ આદમી પક્ષના નેતાઓએ કેજરીવાલને ગુજરાત આવવાં માટે આમંત્રણ આપી દીધું છે અને આવતા મહિને માર્ચ 2020માં કેજરીવાલ આવશે એવું ગુજરાત એકમ કહી રહ્યું છે. દિલ્હીમાં ભાજપે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે નફરત અને રામ મંદિરથી મત મેળવવામાં કઈ રીતે નિષ્ફળતા અમિત શાહને મળી તેનું ચિત્ર તેઓ ગુજરાત આવીને સ્પષ્ટ કરશે. વિકાસનું દિલ્હી મોડેલ ગુજરાતમાં લાગુ કરશે.
આમ આદમીનું દેશ વ્યાપી વિઝન ગુજરાતમાં આવીને કેજરીવાલ રજૂ કરવાના છે.
ગુજરાતમાં 6 મહાનગર પાલિકામાં ચૂંટણી આવી રહી છે તેમાં આમ આદમી પક્ષ પોતાના ઉમેદવાર ઊભા રાખીને ભાજપને પડકાર આપશે. કારણ કે કોંગ્રેસના અમિત ચાવડા, ભરત સોલંકી અને અહેમદ પટેલ ગુજરાતમાં નિષ્ફળ રહ્યા છે અને ભાજપ સાથે કોંગ્રેસના ટોચના 10 તમામ નેતાઓ ગોઠવાઈ ગયા છે. તેથી ગુજરાતમાં એક માત્ર આપ જ ભાજપને પડકાર ફેંકી શકે તેમ છે.
28 જિલ્લામાં ઉજવણી
દિલ્હીની જીતની ખુશી ગુજરાતમાં 28 જિલ્લાઓમાં આમ આદમી પક્ષે મનાવી હતી. તમામ 8 મહાનગર પાલિકાઓમાં ઉજવણી આખા ગુજરાતમાં કરવામાં આવી હતી. આમ આદમીના એક લાખ સક્રિય કાર્યકરો છે. 5 લાખ સભ્યો છે. પણ તેમાં ભાજપને હરાવી શકે એવા હોદ્દાદારો નથી. ગુજરાત ભાજપમાં જ્ઞાતિવાદ અને પ્રદેશવાદ ચાલી રહ્યો છે. છતાં તેઓએ દરેક સ્થળે આપની જીતનો જશ્ન મનાવ્યો હતો. સફાઈ, પ્લે બોર્ડ, રેલી કરી હતી. અમદાવાદમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં રેલી કાઢવામાં આવી હતી. રૂપાણી લોકશાહી વિરોધી સરકાર આપની રેલીને મંજૂરી આપતી નથી. આપે છે તો છેલ્લી કલાકમાં આપે છે. તેની સામે અવાજ ઉઠાવવામાં આવશે. તેમ આમ આદમી પક્ષના ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું.
2016માં સારો આવકાર
2015માં દિલ્હીનું રાજ મળતાં જ અરવિંદ કેજરીવાલે પહેલું લક્ષ્ય નરેન્દ્ર મોદીને બનાવીને ગુજરાતમાં પગપેસારો કરવાનું શરૂ કર્યું હતું. 9, જુલાઈ 2016માં ગુજરાતના પ્રવાસે આવેલા દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ રાજકોટથી સોમનાથ જઈ રહ્યાં હતા ત્યારે ચારેબાજું કેઝરીવાલને ગુજરાતના લોકોએ જબ્બર આવકાર આપ્યો હતો. આટલા લોકો નરેન્દ્ર મોદીને આવકારવા ક્યારેય રસ્તા પર ઊભા રહ્યાં ન હતા.
પહેલા દિલ્હીમાં કામ કરો પછી બીજા રાજ્યોમાં જવું એવું કેજરીવાલે નક્કી કર્યું હતું કારણ કે ત્રણ રાજ્યોમાં તેઓ હારી ગયા હતા. ગુજરાતમાં તેઓ ક્યાંય સફળ થયા ન હતા. ભાજપ દ્વારા તેમને પરેશાન કરાયા હતા. આ બધા કારણસર તેઓએ દિલ્હીમાં સુશાસન કરીને પછી દેશના બીજા રાજ્યોમાં જવું એવું નક્કી કર્યું હતું. ત્યારથી તેમણે ગુજરાતમાંથી પોતાની જાતને પરત ખેંચી લીધી હતી. હવે ફરીથી તેઓ સક્રિય થઈને કામ કરશે. કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં કૂલ 22 વર્ષ શાસન કરાયું હતું. ભાજપ દ્વારા કૂલ 25 વર્ષનું શાસન થયું છે. આમ કોંગ્રેસ સરકાર ભાજપે ગુજરાતમાં વધુ શાસન કર્યું છે. જેનો ફાયદો તેમના પક્ષ દ્વારા ઉઠાવવામાં આવેશે. તેઓ ગુજરાતમાં દિલ્હી મોડેલ રજૂ કરશે.
2016માં દેશમાં જવાનું
કેજરાવાલ પ્રત્યે લોકોની લાગણી જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિચલિત થઈ ગયા હતા. વિજય રૂપાણીના શહેરથી લોકો આવો સત્કાર કરતાં જોઈને મુખ્ય પ્રધાન પોતે બધવાઈ ગયા હતા. ત્યાર પછી કેજરીવાલ પર ભાજપની સરકારે ભારે દમન કર્યું. દરોડા પાડ્યા હતા. અનેક રીતે પરેશાન કર્યા હતા. તેની સામે કેજરીવાલે નરેન્દ્ર મોદીએ પોતે ઈસ્સાર અને બીજી કંપનીઓ પાસેથી કેટલાં નાણાંનો ભ્રષ્ટાચાર કર્યો તેના પૂરાવા જાહેર કર્યા હતા.
આનંદીબેન પટેલે મોદીના ઈશારે કેઝરીવાલની સુરતની સભા રદ કરાવી દીધી હતી. આ માટે સુરતના વેપારીઓને પણ ધમકાવ્યા હતા. ભાજપે લોકશાહી રહેવા લીધી ન હતી.
કેજરીવાલની છેલ્લી મુલાકાત ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે માથું ટેકવીને કરી હતી. અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા યુવકના પટેલ પરિવારને તેઓ મળ્યા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના નાકનો પ્રશ્ન છે ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી. હવે કેજરીવાલનું લક્ષ્ય છે. ગુજરાત આપમાં ભાજપના ખોવાયેલા ઘણાં કાર્યકરો છે. આપના કાર્યકરો પર વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદમાં હુમલાઓ થયા હતા. કાર્યાલય તોડી નાંખવામાં આવ્યું હતું.